ઇમરાન ખેડાવાલાની ભત્રીજીને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ

, સોમવારશહેરમાં માથાભારે તત્વો દ્વારા હવે માત્ર સામાન્ય વ્યક્તિઓ જ નહી પરંતુ, ધારાસભ્ય અને તેના પરિવારને પણ ધમકી આપીને ભયનો માહોલ બનાવવામાં આવે છે. જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના જમાલપુરના પગથિયા ખાંડની શેરીમાં રહેતા નસીમ ખેડાવાલાએ  ફરિયાદ નોંધાવી છે કે  તેમના પાડોશમાં ઓફિસ ધરાવતા ઇરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી તેમના કાકી સમીમબેન સાથે તકરાર કરી રહ્યા હતા.જેથી નસીમે ત્યા ગયા ત્યારે ઇમરાન નાગોરીએ ધમકી આપી હતી કે અહીયા મકાન બનાવવું હોય તો મારી માતા સાથે વાત કરવી પડશે. જો મકાન બનાવશો તો  તમને બધાને જોઇ લઇશ. મારી સામે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ અને સવાર પડતા કોઇ એકની વિકેટ પડી જશે. એટલું જ નહી  ઇમરાને નાગોરીએ  નસીમના કાકા ઇમરાન ખેડાવાલાને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઇમરાન ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્યના પરિવારને ધમકી આપનાર વિરૂદ્વ અગાઉ પણ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

ઇમરાન ખેડાવાલાની ભત્રીજીને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

, સોમવાર

શહેરમાં માથાભારે તત્વો દ્વારા હવે માત્ર સામાન્ય વ્યક્તિઓ જ નહી પરંતુ, ધારાસભ્ય અને તેના પરિવારને પણ ધમકી આપીને ભયનો માહોલ બનાવવામાં આવે છે. જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના જમાલપુરના પગથિયા ખાંડની શેરીમાં રહેતા નસીમ ખેડાવાલાએ  ફરિયાદ નોંધાવી છે કે  તેમના પાડોશમાં ઓફિસ ધરાવતા ઇરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી તેમના કાકી સમીમબેન સાથે તકરાર કરી રહ્યા હતા.જેથી નસીમે ત્યા ગયા ત્યારે ઇમરાન નાગોરીએ ધમકી આપી હતી કે અહીયા મકાન બનાવવું હોય તો મારી માતા સાથે વાત કરવી પડશે. જો મકાન બનાવશો તો  તમને બધાને જોઇ લઇશ. મારી સામે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ અને સવાર પડતા કોઇ એકની વિકેટ પડી જશે. એટલું જ નહી  ઇમરાને નાગોરીએ  નસીમના કાકા ઇમરાન ખેડાવાલાને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઇમરાન ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્યના પરિવારને ધમકી આપનાર વિરૂદ્વ અગાઉ પણ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું છે.