Surendranagar: સલામત સવારી, ST અમારીની લાંબા અંતર બસમાં ફર્સ્ટએઈડકીટ જ નથી હોતી...!

મોરબી-થરાદ રૂટની બસમાં ધ્રાંગધ્રામાં મુસાફરને હાથે ઈજા પહોંચીબસમાં ચઢવા જતા દરવાજાની ધાર વાગતા આંગળીમાંથી લોહી વહ્યું  એસ.ટી.અમારીમાં ફર્સ્ટ એઈડ કીટ જ ન હોવાથી બસના મુસાફરોમાં રોષ ફેલાયો હતો મોરબીથી થરાદ જતી એસ.ટી. નિગર દ્વારા નવીનક્કોર બસને દોડાવાઈ રહી છે. ત્યારે આ બસમાં મોરબીથી વાવની મુસાફરી કરતો મુસાફર ધ્રાંગધ્રા પાણી પીવા ઉતર્યો હતો. અને બસમાં ચઢતી વખતે દરવાજાના પતરાની ધાર વાગી જતા આંગળીમાંથી લોહી વહ્યુ હતુ. પરંતુ સલામતી સવારી, એસ.ટી.અમારીમાં ફર્સ્ટ એઈડ કીટ જ ન હોવાથી બસના મુસાફરોમાં રોષ ફેલાયો હતો. ખાનગી લકઝરી બસોની હરીફાઈમાં ટકી રહેવા માટે એસ.ટી. વિભાગ તનતોડ મહેનત કરી રહ્યુ છે. હાલમાં જ મુસાફરોને આરામદાયક મુસાફરી કરાવે તેવી નવી નક્કોર એસ.ટી.બસો વીવીધ ડેપોને આપવામાં આવી છે. આ ઉપરાંત તોછડાઈભર્યા વર્તન કરતા ડ્રાઈવર-કંડકટરોને પણ મુસાફરો સાથે નરમાઈથી વાત કરવા જણાવાયુ છે. ત્યારે નવી નક્કોર એસ.ટી.બસમાં ફર્સ્ટ એઈડ કીટ ન હોવાની વાત સામે આવી છે. આ અંગે મળતી માહીતી મુજબ થરાદ ડેપોની મોરબી-થરાદ રૂટ પર બસ ચાલે છે. આ બસમાં મોરબીથી વાવ જવા એક મુસાફર બેઠા હતા. બસ સવારના સમયે ધ્રાંગધ્રા પહોંચતા મુસાફર પાણી પીવા નીચે ઉતર્યા હતા. અને બસમાં ચઢતી વખતે દરવાજાના પતરાની ધાર તેઓને વાગી હતી. જેમાં તેમની આંગળીમાંથી લોહી વહ્યુ હતુ. આથી મુસાફરે બસના કંડકટરને ફર્સ્ટ એઈડ કીટની માંગણી કરી હતી. જેમાં આ બોકસમાં સારવારની કીટ જ ન હોવાનું સામે આવ્યુ હતુ. બસમાં ફર્સ્ટ એઈડ બોકસ હોવા છતાં તેમ સારવારની કીટ ન હોવાથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો. નવી બસોમાં જ જો આ હાલત હોય તો જુની દોડતી એસ.ટી.બસોની સ્થીતી શું સ્થીતી હશે ? આથી એસ.ટી. વિભાગે ધારદાર દરવાજાનુ રિપેરીંગ કરવા અને પ્રાથમીક સારવાર કીટ ઉપલબ્ધ કરાવવા લોક માંગ ઉઠી છે.

Surendranagar: સલામત સવારી, ST અમારીની લાંબા અંતર બસમાં ફર્સ્ટએઈડકીટ જ નથી હોતી...!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરબી-થરાદ રૂટની બસમાં ધ્રાંગધ્રામાં મુસાફરને હાથે ઈજા પહોંચી
  • બસમાં ચઢવા જતા દરવાજાની ધાર વાગતા આંગળીમાંથી લોહી વહ્યું
  •  એસ.ટી.અમારીમાં ફર્સ્ટ એઈડ કીટ જ ન હોવાથી બસના મુસાફરોમાં રોષ ફેલાયો હતો

મોરબીથી થરાદ જતી એસ.ટી. નિગર દ્વારા નવીનક્કોર બસને દોડાવાઈ રહી છે. ત્યારે આ બસમાં મોરબીથી વાવની મુસાફરી કરતો મુસાફર ધ્રાંગધ્રા પાણી પીવા ઉતર્યો હતો. અને બસમાં ચઢતી વખતે દરવાજાના પતરાની ધાર વાગી જતા આંગળીમાંથી લોહી વહ્યુ હતુ. પરંતુ સલામતી સવારી, એસ.ટી.અમારીમાં ફર્સ્ટ એઈડ કીટ જ ન હોવાથી બસના મુસાફરોમાં રોષ ફેલાયો હતો.

ખાનગી લકઝરી બસોની હરીફાઈમાં ટકી રહેવા માટે એસ.ટી. વિભાગ તનતોડ મહેનત કરી રહ્યુ છે. હાલમાં જ મુસાફરોને આરામદાયક મુસાફરી કરાવે તેવી નવી નક્કોર એસ.ટી.બસો વીવીધ ડેપોને આપવામાં આવી છે. આ ઉપરાંત તોછડાઈભર્યા વર્તન કરતા ડ્રાઈવર-કંડકટરોને પણ મુસાફરો સાથે નરમાઈથી વાત કરવા જણાવાયુ છે. ત્યારે નવી નક્કોર એસ.ટી.બસમાં ફર્સ્ટ એઈડ કીટ ન હોવાની વાત સામે આવી છે. આ અંગે મળતી માહીતી મુજબ થરાદ ડેપોની મોરબી-થરાદ રૂટ પર બસ ચાલે છે. આ બસમાં મોરબીથી વાવ જવા એક મુસાફર બેઠા હતા. બસ સવારના સમયે ધ્રાંગધ્રા પહોંચતા મુસાફર પાણી પીવા નીચે ઉતર્યા હતા. અને બસમાં ચઢતી વખતે દરવાજાના પતરાની ધાર તેઓને વાગી હતી. જેમાં તેમની આંગળીમાંથી લોહી વહ્યુ હતુ. આથી મુસાફરે બસના કંડકટરને ફર્સ્ટ એઈડ કીટની માંગણી કરી હતી. જેમાં આ બોકસમાં સારવારની કીટ જ ન હોવાનું સામે આવ્યુ હતુ. બસમાં ફર્સ્ટ એઈડ બોકસ હોવા છતાં તેમ સારવારની કીટ ન હોવાથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો. નવી બસોમાં જ જો આ હાલત હોય તો જુની દોડતી એસ.ટી.બસોની સ્થીતી શું સ્થીતી હશે ? આથી એસ.ટી. વિભાગે ધારદાર દરવાજાનુ રિપેરીંગ કરવા અને પ્રાથમીક સારવાર કીટ ઉપલબ્ધ કરાવવા લોક માંગ ઉઠી છે.