Vadodara News : 100 કિલો ગાંજા સાથે બે લોકો ઝડપાયા,હરણી પોલીસની કામગીરી

દેણા ચોકડી પાસે પેટ્રોલ પમ્પ પર બે ઈસમો પેટ્રોલ પુરાવવા આવ્યા હતા હરણી પોલીસે કારની તપાસ કરતાં ઝડપાયો ગાંજો ગાંજો કોની પાસેથી લઈ કોને આપવાનો હતો તેને લઈ તપાસ હાથધરી વડોદરા પાસે કારમાં ખીચોખીર ભરીને લઇ જવાનો નશીલા પદાર્થોનો મોટો જથ્થો પોલીસને પકડી પાડવામાં સફળતા મળી છે. કાર પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવી રહી હતી. તેવામાં પોલીસે કારમાં બેઠેલા શખ્સોની મુદ્દામાલ સહિત અટકાયત કરી છે. સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.હાલ વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગું છે. તેવામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગ તથા વિવિધ બ્રાન્ચો દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના જવાનોએ કારને કોર્ડન કરી આજની કાર્યવાહી અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દેણા ચોકડી પાસે પેટ્રોલ પંપ પર બે ઇસમો પેટ્રોલ ભરાવવા માટે કાર લઇને આવ્યા હતા. બાતમીના આધારે હરણી પોલીસની ટીમો કારની વોચમાં હતી. કાર પેટ્રોલ પંપ પર આવતાની સાથે જ પોલીસના જવાનોએ તેને કોર્ડન કરી લીધી હતી. અને તેમાં તપાસ કરતા ખીચોખીચ ભરેલા નશીલા પદાર્થો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી. હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી પોલીસે નશીલા પદાર્થની FSL તપાસ માટે ટીમ સ્થળ પર બોલાવી હતી. પોલીસ દ્વારા પકડી પાડવામાં પદાર્થ ગાંજો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યુ છે. તો બીજી તરફ આ જથ્થાનું વજન આશરે 100 કિલો જેટલી માનવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ કારમાં અલગ અલગ પ્રકારના પેકીંગમાં રાખવામાં આવેલા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે હરણી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી લાવીને ક્યાં લઇ જવાનો હતો, કોણ કોણ આમાં સામેલ છે, તેવા સવાલોના તપાસ મેળવવા માટે વિવિધ ટીમો કામે લાગી છે.  

Vadodara News : 100 કિલો ગાંજા સાથે બે લોકો ઝડપાયા,હરણી પોલીસની કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેણા ચોકડી પાસે પેટ્રોલ પમ્પ પર બે ઈસમો પેટ્રોલ પુરાવવા આવ્યા હતા
  • હરણી પોલીસે કારની તપાસ કરતાં ઝડપાયો ગાંજો
  • ગાંજો કોની પાસેથી લઈ કોને આપવાનો હતો તેને લઈ તપાસ હાથધરી

વડોદરા પાસે કારમાં ખીચોખીર ભરીને લઇ જવાનો નશીલા પદાર્થોનો મોટો જથ્થો પોલીસને પકડી પાડવામાં સફળતા મળી છે. કાર પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવી રહી હતી. તેવામાં પોલીસે કારમાં બેઠેલા શખ્સોની મુદ્દામાલ સહિત અટકાયત કરી છે. સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.હાલ વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગું છે. તેવામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગ તથા વિવિધ બ્રાન્ચો દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસના જવાનોએ કારને કોર્ડન કરી

આજની કાર્યવાહી અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દેણા ચોકડી પાસે પેટ્રોલ પંપ પર બે ઇસમો પેટ્રોલ ભરાવવા માટે કાર લઇને આવ્યા હતા. બાતમીના આધારે હરણી પોલીસની ટીમો કારની વોચમાં હતી. કાર પેટ્રોલ પંપ પર આવતાની સાથે જ પોલીસના જવાનોએ તેને કોર્ડન કરી લીધી હતી. અને તેમાં તપાસ કરતા ખીચોખીચ ભરેલા નશીલા પદાર્થો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.


હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી

પોલીસે નશીલા પદાર્થની FSL તપાસ માટે ટીમ સ્થળ પર બોલાવી હતી. પોલીસ દ્વારા પકડી પાડવામાં પદાર્થ ગાંજો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યુ છે. તો બીજી તરફ આ જથ્થાનું વજન આશરે 100 કિલો જેટલી માનવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ કારમાં અલગ અલગ પ્રકારના પેકીંગમાં રાખવામાં આવેલા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે હરણી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી લાવીને ક્યાં લઇ જવાનો હતો, કોણ કોણ આમાં સામેલ છે, તેવા સવાલોના તપાસ મેળવવા માટે વિવિધ ટીમો કામે લાગી છે.