ગૂજરાત વિદ્યાપીઠમાં બેચરલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

30 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે 11 મેના દિવસે યોજાશે પ્રવેશ માટે પરીક્ષા 16 મેના દિવસે પરીક્ષાનું પરિણામ થશે જાહેર ગૂજરાત બોર્ડની ધો.12ની પરીક્ષા હાલમાં સમાપ્ત થઈ ગઈ છે. ધો.12 પછી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની અનેક તકો ખુલે છે. આર્ટ્સ્, કોમર્સ તથા સાયન્સની સાથે અનેક અન્ય પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લેતા હોય છે. આ વચ્ચે ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2024 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્નાતકથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા સુધીના કોર્ષ માટે 30 એપ્રિલ 2024 સુધી ફોર્મ ભરી શકાશે.તો બીજી તરફ ઉતીર્ણ થયેલા વિધાર્થીઓનું 1 જુલાઈથી વિદ્યાપીઠનું શૈક્ષણિક સત્ર થશે શરૂ. કયા કોર્ષમાં મળશે પ્રવેશ ગૂજરાત વિદ્યાપીઠમાં ધો.12 પછી સ્નાતક કક્ષાના BA,BSC,BCA,BRS,BPESના એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. સ્નાતક પછી BED,BPED,MA,MJMC.MSW,MSC.MPએડ અને અનુસ્નાતક ડિપ્લોનાના કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.જે વિધાર્થીઓ વિદ્યાપીઠમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ https://gujaratvidhyapith.org/admission પર જઈને અરજી કરી શકે છે. પ્રવેશ માટે વધુ વિગતો જોવા www.gujaratvidhyapith.org વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. તથા પ્રવેશ અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઈ-મેઈલ કરી શકો છો. કઈ રીતે લેવાશે એન્ટ્રસ ટેસ્ટ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા લેવાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)ના માધ્યમથી વિદ્યાપીઠમાં ચાલતાં જુદા જુદા કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. કોમન ટેસ્ટ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલીટી એન્ડ એફિશિયન્સી ટેસ્ટ ફોર એડમિશન (GEETA) લેવામાં આવશે. આ બન્ને પૈકી કોઇપણ પરીક્ષા આપીને પ્રવેશ મેળવી શકશે. વિદ્યાપીઠ દ્વારા આગામી 15મી એપ્રિલના રોજ રાજયના 30 કેન્દ્રો પરથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. વિદ્યાપીઠની પરીક્ષા 60 પ્રશ્નોની રહેશે જવાબ આપવા માટે વિદ્યાર્થીઓને 90 મિનિટનો સમય આપવામાં આવશે.ઓએમઆર સીસ્ટમથી સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા તેવા વિષયોમાંથી પ્રશ્નો પુછવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ આગામી 16મી મેના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઇટી અને વિદ્યાપીઠ એન્ટ્રન્સના ગુણાંકના આધારે આગામી 24મીથી 26મી જૂન દરમિયાન પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવશે. આગામી 1લી જુલાઇથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે  

ગૂજરાત વિદ્યાપીઠમાં બેચરલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 30 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે
  • 11 મેના દિવસે યોજાશે પ્રવેશ માટે પરીક્ષા
  • 16 મેના દિવસે પરીક્ષાનું પરિણામ થશે જાહેર

ગૂજરાત બોર્ડની ધો.12ની પરીક્ષા હાલમાં સમાપ્ત થઈ ગઈ છે. ધો.12 પછી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની અનેક તકો ખુલે છે. આર્ટ્સ્, કોમર્સ તથા સાયન્સની સાથે અનેક અન્ય પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લેતા હોય છે. આ વચ્ચે ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2024 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્નાતકથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા સુધીના કોર્ષ માટે 30 એપ્રિલ 2024 સુધી ફોર્મ ભરી શકાશે.તો બીજી તરફ ઉતીર્ણ થયેલા વિધાર્થીઓનું 1 જુલાઈથી વિદ્યાપીઠનું શૈક્ષણિક સત્ર થશે શરૂ.

કયા કોર્ષમાં મળશે પ્રવેશ

ગૂજરાત વિદ્યાપીઠમાં ધો.12 પછી સ્નાતક કક્ષાના BA,BSC,BCA,BRS,BPESના એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. સ્નાતક પછી BED,BPED,MA,MJMC.MSW,MSC.MPએડ અને અનુસ્નાતક ડિપ્લોનાના કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.જે વિધાર્થીઓ વિદ્યાપીઠમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ https://gujaratvidhyapith.org/admission પર જઈને અરજી કરી શકે છે. પ્રવેશ માટે વધુ વિગતો જોવા www.gujaratvidhyapith.org વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. તથા પ્રવેશ અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઈ-મેઈલ કરી શકો છો.

કઈ રીતે લેવાશે એન્ટ્રસ ટેસ્ટ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા લેવાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)ના માધ્યમથી વિદ્યાપીઠમાં ચાલતાં જુદા જુદા કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. કોમન ટેસ્ટ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલીટી એન્ડ એફિશિયન્સી ટેસ્ટ ફોર એડમિશન (GEETA) લેવામાં આવશે. આ બન્ને પૈકી કોઇપણ પરીક્ષા આપીને પ્રવેશ મેળવી શકશે. વિદ્યાપીઠ દ્વારા આગામી 15મી એપ્રિલના રોજ રાજયના 30 કેન્દ્રો પરથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે.

વિદ્યાપીઠની પરીક્ષા 60 પ્રશ્નોની રહેશે

જવાબ આપવા માટે વિદ્યાર્થીઓને 90 મિનિટનો સમય આપવામાં આવશે.ઓએમઆર સીસ્ટમથી સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા તેવા વિષયોમાંથી પ્રશ્નો પુછવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ આગામી 16મી મેના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઇટી અને વિદ્યાપીઠ એન્ટ્રન્સના ગુણાંકના આધારે આગામી 24મીથી 26મી જૂન દરમિયાન પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવશે. આગામી 1લી જુલાઇથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે