રૂપાલાના વિરોધમાં ત્રીજા દિવસે પ્રજ્ઞાબા ઝાલા નજરકેદ, ગામડાઓમાં બેનરો લાગ્યા

પરષોત્તમ રૂપાલાને હટાવશો તો આંદોલન પૂરું: પ્રજ્ઞાબા રૂપાલાના બદલે અન્ય પાટીદારને સમર્થન આપીશું ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા ક્ષત્રિય સમાજનો પરશોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. જેમાં સતત ત્રીજા દિવસે પ્રજ્ઞાબા ઝાલાને નજરકેદ કર્યા છે. ત્યારે પ્રજ્ઞાબા ઝાલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલાને હટાવશો તો આંદોલન પૂરું. રૂપાલાના બદલે અન્ય પાટીદારને સમર્થન આપીશું. પાટીદાર કે રાજકીય પાર્ટી સામે ક્ષત્રિય સમાજનો વિરોધ નહી. અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલાનો હોવાથી ક્ષત્રિય સમાજ મેદાને છે. ત્યારે ત્રીજા દિવસે પ્રજ્ઞાબા ઝાલાને નજરકેદ કર્યા છે. તેમજ અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ છે. જેમાં 11થી વધુ ગામમાં ભાજપ કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ વાવડી, સરડોઈ, બોલુન્દ્રા, કંભરોડા, ટુનાદર, ગોકુલ ગામમાં બેનરો લાગ્યા છે. તથા આગેવાનોએ જણાવ્યું છે કે કોઇ પણ રીતે રૂપાલાની ઉમેદવારી રદ કરો. ભાજપનો વિરોધ નથી પણ રૂપાલા ન જોઈએ.ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા છે. જેમાં વડોદરામાં ક્ષત્રિય સમાજની બેઠકના મેસેજ વાયરલ થયા છે. તેમાં મેસેજ વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી. રાજપૂત સમાજની વાડીમાં બેઠક મેસેજનો હતો. તેમજ બેઠક જ નહીં હોવાનું ખબર પડતાં પોલીસને હાશકારો અનુભવ્યો છે. તેમજ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામે રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો છે. જેમાં ભાતેલ ગામે પણ રૂપાલા વિરોધમાં બેનરો લાગ્યા છે. તથા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ શરૂ થયો છે. ટિકિટ રદ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ગામ લોકોએ ઉચ્ચારી છે. 

રૂપાલાના વિરોધમાં ત્રીજા દિવસે પ્રજ્ઞાબા ઝાલા નજરકેદ, ગામડાઓમાં બેનરો લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરષોત્તમ રૂપાલાને હટાવશો તો આંદોલન પૂરું: પ્રજ્ઞાબા
  • રૂપાલાના બદલે અન્ય પાટીદારને સમર્થન આપીશું
  • ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા

ક્ષત્રિય સમાજનો પરશોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. જેમાં સતત ત્રીજા દિવસે પ્રજ્ઞાબા ઝાલાને નજરકેદ કર્યા છે. ત્યારે પ્રજ્ઞાબા ઝાલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલાને હટાવશો તો આંદોલન પૂરું. રૂપાલાના બદલે અન્ય પાટીદારને સમર્થન આપીશું. પાટીદાર કે રાજકીય પાર્ટી સામે ક્ષત્રિય સમાજનો વિરોધ નહી.

અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ

વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલાનો હોવાથી ક્ષત્રિય સમાજ મેદાને છે. ત્યારે ત્રીજા દિવસે પ્રજ્ઞાબા ઝાલાને નજરકેદ કર્યા છે. તેમજ અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ છે. જેમાં 11થી વધુ ગામમાં ભાજપ કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ વાવડી, સરડોઈ, બોલુન્દ્રા, કંભરોડા, ટુનાદર, ગોકુલ ગામમાં બેનરો લાગ્યા છે. તથા આગેવાનોએ જણાવ્યું છે કે કોઇ પણ રીતે રૂપાલાની ઉમેદવારી રદ કરો. ભાજપનો વિરોધ નથી પણ રૂપાલા ન જોઈએ.

ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા

ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા છે. જેમાં વડોદરામાં ક્ષત્રિય સમાજની બેઠકના મેસેજ વાયરલ થયા છે. તેમાં મેસેજ વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી. રાજપૂત સમાજની વાડીમાં બેઠક મેસેજનો હતો. તેમજ બેઠક જ નહીં હોવાનું ખબર પડતાં પોલીસને હાશકારો અનુભવ્યો છે. તેમજ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામે રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો છે. જેમાં ભાતેલ ગામે પણ રૂપાલા વિરોધમાં બેનરો લાગ્યા છે. તથા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ શરૂ થયો છે. ટિકિટ રદ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ગામ લોકોએ ઉચ્ચારી છે.