1,34,582 વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી, 97 ટકાથી વધુ હાજરી નોંધાઈ

ચારેય વિષયના પેપર સરળ, પુસ્તક આધારિત પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલજામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં એક માત્ર કોપી કેસ જામનગર જિલ્લામાં નોંધાયો ધોરણ.12 સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રવિવારે લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)માં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત ચારેય વિષયના પેપર સરળ અને પાઠયપુસ્તક આધારીત રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1,38,150 વિદ્યાર્થીઓ પૈકી 1,34,582 વિદ્યાર્થી ઉપસ્થિત રહેતા 97 ટકા કરતાં વધુ હાજરી નોંધાઈ હતી. જામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો હતો. પ્રથમ સેશનમાં ફ્ઝિીક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષામાં 1,38,150 વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા વખતે 1,34,582 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, પ્રથમ સેશનમાં સરેરાશ 97.42 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં બાયોલોજીની પરીક્ષા વખતે 86,962 વિદ્યાર્થીઓ પૈકી 85,051 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્રીજા સેશનમાં મેથ્સની પરીક્ષા વખતે 51,581 વિદ્યાર્થીઓ પૈકી 49,779 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં એક માત્ર કોપી કેસ જામનગર જિલ્લામાં નોંધાયો હતો. પરીક્ષા વખતે પ્રથમ સેશનમાં એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે આવ્યો હોવાથી તેની સામે કોપી કેસ કરાયો છે. રાજ્યમાં કુલ 34 ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 34 સેન્ટરની 673 બિલ્ડિંગના 6,963 બ્લોકમાં સવારે 10થી 7 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડનો છબરડો, નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં તફાવત ગુજકેટમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનો છબરડો સામે આવ્યો છે. પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 351નો તફાવત જોવા મળ્યો છે. બોર્ડ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર બે દિવસ અગાઉ જાહેર કરાયેલ એક્સન પ્લાનમાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1,37,799 દર્શાવી છે જ્યારે આજે પરીક્ષાના દિવસે નોંધાયેલ વિદ્યાર્થીની સંખ્યા 1,38,150 જાહેર કરવામાં આવી છે. પેરાલિટીક વિદ્યાર્થી માટે છેલ્લી ઘડીએ બેઠક વ્યવસ્થા બદલી અમદાવાદ ગ્રામ્યમાં એક પેરાલિટીક વિદ્યાર્થી માટે છેલ્લી ઘડીએ બેઠક વ્યવસ્થા કરવી પડી હતી. જોધપુરખાતે આવેલી શ્રધા સ્કૂલમાં એક વિદ્યાર્થી એમ્બ્યુલન્સમાં બેસીને પરીક્ષા આપવા આવ્યો હતો. આ વિદ્યાર્થીએ પેરાલિટીક હોવાની જાણ કરી ન હોવાથી તેની બેઠક વ્યવસ્થા પ્રથમમાળે કરેલી હતી. જોકે છેલ્લી ઘડીએ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા બોર્ડની મંજુરી માગી નીચે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય શહેર વિસ્તારમાં બે વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પ્રોબ્લેમ આવતાં શહેર ડીઈઓ દ્વારા બોર્ડનો સંપર્ક કરી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે વ્યવસ્થા કરાવી હતી.

1,34,582 વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી, 97 ટકાથી વધુ હાજરી નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચારેય વિષયના પેપર સરળ, પુસ્તક આધારિત પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
  • જામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો
  • ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં એક માત્ર કોપી કેસ જામનગર જિલ્લામાં નોંધાયો

ધોરણ.12 સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રવિવારે લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)માં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત ચારેય વિષયના પેપર સરળ અને પાઠયપુસ્તક આધારીત રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1,38,150 વિદ્યાર્થીઓ પૈકી 1,34,582 વિદ્યાર્થી ઉપસ્થિત રહેતા 97 ટકા કરતાં વધુ હાજરી નોંધાઈ હતી. જામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો હતો.

પ્રથમ સેશનમાં ફ્ઝિીક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષામાં 1,38,150 વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા વખતે 1,34,582 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, પ્રથમ સેશનમાં સરેરાશ 97.42 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં બાયોલોજીની પરીક્ષા વખતે 86,962 વિદ્યાર્થીઓ પૈકી 85,051 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્રીજા સેશનમાં મેથ્સની પરીક્ષા વખતે 51,581 વિદ્યાર્થીઓ પૈકી 49,779 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં એક માત્ર કોપી કેસ જામનગર જિલ્લામાં નોંધાયો હતો. પરીક્ષા વખતે પ્રથમ સેશનમાં એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે આવ્યો હોવાથી તેની સામે કોપી કેસ કરાયો છે. રાજ્યમાં કુલ 34 ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 34 સેન્ટરની 673 બિલ્ડિંગના 6,963 બ્લોકમાં સવારે 10થી 7 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી.

બોર્ડનો છબરડો, નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં તફાવત

ગુજકેટમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનો છબરડો સામે આવ્યો છે. પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 351નો તફાવત જોવા મળ્યો છે. બોર્ડ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર બે દિવસ અગાઉ જાહેર કરાયેલ એક્સન પ્લાનમાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1,37,799 દર્શાવી છે જ્યારે આજે પરીક્ષાના દિવસે નોંધાયેલ વિદ્યાર્થીની સંખ્યા 1,38,150 જાહેર કરવામાં આવી છે.

પેરાલિટીક વિદ્યાર્થી માટે છેલ્લી ઘડીએ બેઠક વ્યવસ્થા બદલી

અમદાવાદ ગ્રામ્યમાં એક પેરાલિટીક વિદ્યાર્થી માટે છેલ્લી ઘડીએ બેઠક વ્યવસ્થા કરવી પડી હતી. જોધપુરખાતે આવેલી શ્રધા સ્કૂલમાં એક વિદ્યાર્થી એમ્બ્યુલન્સમાં બેસીને પરીક્ષા આપવા આવ્યો હતો. આ વિદ્યાર્થીએ પેરાલિટીક હોવાની જાણ કરી ન હોવાથી તેની બેઠક વ્યવસ્થા પ્રથમમાળે કરેલી હતી. જોકે છેલ્લી ઘડીએ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા બોર્ડની મંજુરી માગી નીચે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય શહેર વિસ્તારમાં બે વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પ્રોબ્લેમ આવતાં શહેર ડીઈઓ દ્વારા બોર્ડનો સંપર્ક કરી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે વ્યવસ્થા કરાવી હતી.