Loksabha Election Result 2024: ખેડાની બેઠક પરથી દેવુસિંહ ચૌહાણે લગાવી જીતની હેટ્રિક

લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ જાહેર ખેડાની બેઠક પરથી દેવુસિંહ ચૌહાણની જીત દેવુસિંહ ચૌહાણની સતત ત્રીજી વખત જીત લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ગુજરાતની ખેડાની બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ જીત થઇ છે. ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની 3 લાખથી વધુની લીડથી જીત થઈ છે. દેવુસિંહ ચૌહાણ જીત થતા ભાજપના કાર્યકરો તથા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડા બેઠક પર ભાજપે આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં દેવુસિંહ ચૌહાણ પર ચોથી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે આવો જાણીએ હેમાંગ જોશીની રાજકીય સફર વિશે. કોણ છે દેવુસિંહ ચૌહાણ? ખેડા જિલ્લાના નવાગામના મુળ વતની દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણને ચોથી વખત મેદાનમાં ઉતર્યા હતા. મહત્વનું છે કે બે ટર્મથી ખેડા લોકસભાના સાસંદ તરીકે ચૂંટાતા આવે છે. અત્યારે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી છે. 1960માં ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતાં. દેવુસિંહ ચૌહાણના પિતા જેસીંગભાઈ ચૌહાણ પણ તેમના સમાજના આગળ પડતાં આગેવાન હતા. દેવુસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી દેવુસિંહ ચૌહાણની કારકિર્દી પર ટૂંકી નજર કરીએ તો વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ હતી. વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા હતા. આ ઉપરાંત વર્ષ 2015થી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્યપદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ, કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી હતી.

Loksabha Election Result 2024: ખેડાની બેઠક પરથી દેવુસિંહ ચૌહાણે લગાવી જીતની હેટ્રિક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ જાહેર
  • ખેડાની બેઠક પરથી દેવુસિંહ ચૌહાણની જીત
  • દેવુસિંહ ચૌહાણની સતત ત્રીજી વખત જીત

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ગુજરાતની ખેડાની બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ જીત થઇ છે. ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની 3 લાખથી વધુની લીડથી જીત થઈ છે. દેવુસિંહ ચૌહાણ જીત થતા ભાજપના કાર્યકરો તથા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડા બેઠક પર ભાજપે આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં દેવુસિંહ ચૌહાણ પર ચોથી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે આવો જાણીએ હેમાંગ જોશીની રાજકીય સફર વિશે.

કોણ છે દેવુસિંહ ચૌહાણ?

ખેડા જિલ્લાના નવાગામના મુળ વતની દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણને ચોથી વખત મેદાનમાં ઉતર્યા હતા. મહત્વનું છે કે બે ટર્મથી ખેડા લોકસભાના સાસંદ તરીકે ચૂંટાતા આવે છે. અત્યારે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી છે. 1960માં ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતાં. દેવુસિંહ ચૌહાણના પિતા જેસીંગભાઈ ચૌહાણ પણ તેમના સમાજના આગળ પડતાં આગેવાન હતા.

દેવુસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી

દેવુસિંહ ચૌહાણની કારકિર્દી પર ટૂંકી નજર કરીએ તો વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ હતી. વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા હતા.

આ ઉપરાંત વર્ષ 2015થી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્યપદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ, કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી હતી.