Rahul Gandhi In Patan : ગાંધીએ વિવાદ બાદ ભાવનગરના મહારાજાને યાદ કર્યા

પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં પહોચ્યા રાહુલ પાટણના પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધીની જાહેરસભા પાટણ,સાબરકાંઠા અને મહેસાણાથી લોકો સભામાં ઉમટયા પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જંગી સભાને સંબોધન કર્યુ હતુ,કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધીએ આ સભા સંબોધી હતી.તલવાર અને પાઘડીથી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જાણો સભામાં શું બોલ્યા રાહુલ ગાંધી સભાની શરૂઆત રાહુલ ગાંધીએ જય અંબાજી બોલીને કરીને કરી હતી,ગરમીમાં દૂર દૂરથી આવેલા લોકોનો આભાર,બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે,ભારતનુ લોકતંત્ર કે બંધારણ ટકશે કે નહી તે એક સવાલ છે,કોગ્રેસ અને ઈન્ડિયા એલાયન્સની રક્ષા કરવા માંગે છે,ભાજપ અને RSSના લોકો બંધારણને ખતમ કરવા માંગે છે,આ બંધારણ જ ગરીબો અને ખેડૂતોનુ રક્ષણ કરે છે,અમને જે હક મળ્યા તે સંવિધાનથી મળ્યા છે.ભાજપ પર કર્યા પ્રહાર : રાહુલ ગાંધીભાજપ ખુલીને કહે છે કે અમે ચૂંટણીને સંવિધાનને બદલી નાખીશું,22 લોકો એવા છે એની પાસે દેશમાં સૌથી વધુ ધન છે,ખેડૂતોનું દેવુ ભાજપે માફ ના કર્યુ,UPA સરકારે ખેડૂતોનું દેવુ માફ કર્યુ છે,ભાજપના નેતાઓ અનામતને ખતમ કરવા માંગે છે.ન્યાય માટે અનામતની વ્યવસ્થા છે,અનામતને ખતમ કરવાનો મતલબ એટલે ખાનગીકરણ,ભારતમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે.શું કહ્યું ખેડૂતોને અને GSTને લઈ  : રાહુલ ગાંધીમોદીજીએ ખેડૂતોનુ દેવુ માફ કરવુ જોઈએ,ખેડૂતો અને વેપારીઓનો ફાયદો ઉધોગપતિઓ નથી જોઈ શકતા,ભારતમાં અત્યારે યુવાનો રોજગારી માટે ભટકી રહ્યાં છે,ગુજરાતમાં કેટલા રૂપિયા આવશે એ IAS અધિકારીઓ નક્કી કરે છે,સ્વાસ્થય અને વિકાસ બધાનો પાયો એટલે બંધારણ છે અને તે હોવું જ જોઈએ,દેશમાં 90 ટકા લોકો GST ચૂકવે છે,22 લોકોના ખિસ્સામાં આ GST જાય છે,કોગ્રેસ-ગઠબંધન અને સંવિધાનની રક્ષા કરે છે,તમે પેટ્રોલ ભરાવો છો તેમાં પણ GST વસૂલાય છે,24 કલાક કામ કરનાર ખેડૂતો પણ GST ચૂકવે છે,આંગણવાડી બહેનોનું ભથ્થુ બમણું કરીશું.રાહુલ ગાંધીએ જનસભામાં ભાવનગરના મહારાજાને કર્યા યાદરાહુલ ગાંધીએ ભાષણમાં ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા અને કહ્યું કે,દેશને રાજ અર્પણ કરનાર ભાવનગરના મહારાજોને યાદ કરી વંદન કરૂ છુ,માંફી ના માંગી પણ રજવાડાઓને યાદ કર્યા,રાહુલને રાજનીતિ છોડવા રાજવી પરિવારે આપી હતી સલાહ.રાજાઓ મુદ્દે અગાઉની ટિપ્પણીથી રાહુલ ગાંધી વિવાદમાં આવ્યા હતા,ભાવનગરના રાજાએ દેશ માટે ઘણું કર્યુ.રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ પ્રહાર : રાહુલ ગાંધી તમે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા જોઈ જે ધામધૂમથી કરવામાં આવી, પણ તેમાં એક પણ ગરીબ જોવા મળ્યો? એક પણ ખેડૂત જોવા મળ્યો. રાષ્ટ્રપતિ આદિવાસી છે, રામમંદિરનું ઉદ્ધાટન થયું, પાર્લામેન્ટનું ઉદ્ધાટન થયું પણ રાષ્ટ્રપતિને અંદર પણ જાવા ન દીધા. કેમ કારણ કે તેઓ અનુસુચિત જ્ઞાતિમાથી આવે છે. મહિલાઓને મદદ કરીશું : રાહુલ ગાંધીમહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને મદદ કરીશું.કોગ્રેસનું પ્રથમ કામ જાતિગણના હશે.ગરીબી રેખાની બહાર ના આવે ત્યા સુધી અમે મદદ કરતા રહીશું.કોગ્રેસ દર વર્ષે મહીલાઓને લાખો રૂપિયા આપશે,ગરીબ પરિવારની તમામ મહિલાઓને અમે મદદ કરીશુ.દરેક મહિલાના ખાતામાં 8500 રૂપિયા જમા કરાવીશું. યુવાનો માટે શું છે યોજા : રાહુલ ગાંધીપહેલી નોકરી પક્કી યુવાનોને એક વર્ષની ટોપઓફ વર્કની ટ્રેનિંગ આપીશું,યુવાન એક વર્ષ સુધી સરકાર પાસેથી નોકરીની ગેરન્ટી માંગી શકશે,સ્નાતક યુવાનોને એક વર્ષ સુધી એપ્રેન્ટિસ આપીશુ.કોરોડો યુવાનોને મહિને આઠ હજાર રુપિયા અને ટ્રેનિંગ મળશે.ખેડૂતોને થોડો ફાયદો મળે છે એ પણ બંધ કરવા માંગે છે : રાહુલ ગાંધીભાજપના લોકો કહે છે કે અમે અનામત ખતમ કરી દઇશું. ખેડૂતોને થોડો ફાયદો મળે છે એ આ લોકો બંધ કરવા માંગે છે. અનામતનો મતલબ છે દેશમાં ગરીબોની ભાગીદારી હોય, દેશમાં જે સત્તા છે, ધન છે એેને અન્યાય વગર વેચવામાં આવે. 

Rahul Gandhi In Patan : ગાંધીએ વિવાદ બાદ ભાવનગરના મહારાજાને યાદ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં પહોચ્યા રાહુલ
  • પાટણના પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધીની જાહેરસભા
  • પાટણ,સાબરકાંઠા અને મહેસાણાથી લોકો સભામાં ઉમટયા

પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જંગી સભાને સંબોધન કર્યુ હતુ,કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધીએ આ સભા સંબોધી હતી.તલવાર અને પાઘડીથી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

જાણો સભામાં શું બોલ્યા રાહુલ ગાંધી

સભાની શરૂઆત રાહુલ ગાંધીએ જય અંબાજી બોલીને કરીને કરી હતી,ગરમીમાં દૂર દૂરથી આવેલા લોકોનો આભાર,બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે,ભારતનુ લોકતંત્ર કે બંધારણ ટકશે કે નહી તે એક સવાલ છે,કોગ્રેસ અને ઈન્ડિયા એલાયન્સની રક્ષા કરવા માંગે છે,ભાજપ અને RSSના લોકો બંધારણને ખતમ કરવા માંગે છે,આ બંધારણ જ ગરીબો અને ખેડૂતોનુ રક્ષણ કરે છે,અમને જે હક મળ્યા તે સંવિધાનથી મળ્યા છે.

ભાજપ પર કર્યા પ્રહાર : રાહુલ ગાંધી

ભાજપ ખુલીને કહે છે કે અમે ચૂંટણીને સંવિધાનને બદલી નાખીશું,22 લોકો એવા છે એની પાસે દેશમાં સૌથી વધુ ધન છે,ખેડૂતોનું દેવુ ભાજપે માફ ના કર્યુ,UPA સરકારે ખેડૂતોનું દેવુ માફ કર્યુ છે,ભાજપના નેતાઓ અનામતને ખતમ કરવા માંગે છે.ન્યાય માટે અનામતની વ્યવસ્થા છે,અનામતને ખતમ કરવાનો મતલબ એટલે ખાનગીકરણ,ભારતમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે.

શું કહ્યું ખેડૂતોને અને GSTને લઈ  : રાહુલ ગાંધી

મોદીજીએ ખેડૂતોનુ દેવુ માફ કરવુ જોઈએ,ખેડૂતો અને વેપારીઓનો ફાયદો ઉધોગપતિઓ નથી જોઈ શકતા,ભારતમાં અત્યારે યુવાનો રોજગારી માટે ભટકી રહ્યાં છે,ગુજરાતમાં કેટલા રૂપિયા આવશે એ IAS અધિકારીઓ નક્કી કરે છે,સ્વાસ્થય અને વિકાસ બધાનો પાયો એટલે બંધારણ છે અને તે હોવું જ જોઈએ,દેશમાં 90 ટકા લોકો GST ચૂકવે છે,22 લોકોના ખિસ્સામાં આ GST જાય છે,કોગ્રેસ-ગઠબંધન અને સંવિધાનની રક્ષા કરે છે,તમે પેટ્રોલ ભરાવો છો તેમાં પણ GST વસૂલાય છે,24 કલાક કામ કરનાર ખેડૂતો પણ GST ચૂકવે છે,આંગણવાડી બહેનોનું ભથ્થુ બમણું કરીશું.

રાહુલ ગાંધીએ જનસભામાં ભાવનગરના મહારાજાને કર્યા યાદ

રાહુલ ગાંધીએ ભાષણમાં ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા અને કહ્યું કે,દેશને રાજ અર્પણ કરનાર ભાવનગરના મહારાજોને યાદ કરી વંદન કરૂ છુ,માંફી ના માંગી પણ રજવાડાઓને યાદ કર્યા,રાહુલને રાજનીતિ છોડવા રાજવી પરિવારે આપી હતી સલાહ.રાજાઓ મુદ્દે અગાઉની ટિપ્પણીથી રાહુલ ગાંધી વિવાદમાં આવ્યા હતા,ભાવનગરના રાજાએ દેશ માટે ઘણું કર્યુ.

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ પ્રહાર : રાહુલ ગાંધી

તમે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા જોઈ જે ધામધૂમથી કરવામાં આવી, પણ તેમાં એક પણ ગરીબ જોવા મળ્યો? એક પણ ખેડૂત જોવા મળ્યો. રાષ્ટ્રપતિ આદિવાસી છે, રામમંદિરનું ઉદ્ધાટન થયું, પાર્લામેન્ટનું ઉદ્ધાટન થયું પણ રાષ્ટ્રપતિને અંદર પણ જાવા ન દીધા. કેમ કારણ કે તેઓ અનુસુચિત જ્ઞાતિમાથી આવે છે.

મહિલાઓને મદદ કરીશું : રાહુલ ગાંધી

મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને મદદ કરીશું.કોગ્રેસનું પ્રથમ કામ જાતિગણના હશે.ગરીબી રેખાની બહાર ના આવે ત્યા સુધી અમે મદદ કરતા રહીશું.કોગ્રેસ દર વર્ષે મહીલાઓને લાખો રૂપિયા આપશે,ગરીબ પરિવારની તમામ મહિલાઓને અમે મદદ કરીશુ.દરેક મહિલાના ખાતામાં 8500 રૂપિયા જમા કરાવીશું.

યુવાનો માટે શું છે યોજા : રાહુલ ગાંધી

પહેલી નોકરી પક્કી યુવાનોને એક વર્ષની ટોપઓફ વર્કની ટ્રેનિંગ આપીશું,યુવાન એક વર્ષ સુધી સરકાર પાસેથી નોકરીની ગેરન્ટી માંગી શકશે,સ્નાતક યુવાનોને એક વર્ષ સુધી એપ્રેન્ટિસ આપીશુ.કોરોડો યુવાનોને મહિને આઠ હજાર રુપિયા અને ટ્રેનિંગ મળશે.

ખેડૂતોને થોડો ફાયદો મળે છે એ પણ બંધ કરવા માંગે છે : રાહુલ ગાંધી

ભાજપના લોકો કહે છે કે અમે અનામત ખતમ કરી દઇશું. ખેડૂતોને થોડો ફાયદો મળે છે એ આ લોકો બંધ કરવા માંગે છે. અનામતનો મતલબ છે દેશમાં ગરીબોની ભાગીદારી હોય, દેશમાં જે સત્તા છે, ધન છે એેને અન્યાય વગર વેચવામાં આવે.