Gujarat Monsoon: રાજ્યમાં અત્યારે કુલ 30 માર્ગો બંધ કરાયા, જનજીવન અસ્તવ્યસ્ત

પંચાયત હસ્તકના 12 માર્ગ બંધ પોરબંદરમાં બે માર્ગ બંધ કરાયા રાજકોટ, અમરેલીમાં 1-1 માર્ગ બંધ ગુજરાત રાજ્યમાં વરસાદના પગલે 30 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં બે સ્ટેટ હાઇવે તેમજ 26 પંચાયત અને અન્ય 2 અન્ય માર્ગો સહિત 30 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. પંચાયત હસ્તકના 12 માર્ગ, અન્ય બે માર્ગ બંધ પંચાયત હસ્તકના 12 માર્ગ, અન્ય બે માર્ગ બંધ છે. તેમજ સુરતમાં 6, પોરબંદરમાં બે માર્ગ બંધ કરાયા છે. તથા રાજકોટ, અમરેલીમાં 1-1 માર્ગ બંધ છે. તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર 1-1 માર્ગ બંધ છે. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. સવારે 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 35 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે. અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જુનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે. અવિરત વરસાદથી પાણી ભરાયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેથી ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.

Gujarat Monsoon: રાજ્યમાં અત્યારે કુલ 30 માર્ગો બંધ કરાયા, જનજીવન અસ્તવ્યસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પંચાયત હસ્તકના 12 માર્ગ બંધ
  • પોરબંદરમાં બે માર્ગ બંધ કરાયા
  • રાજકોટ, અમરેલીમાં 1-1 માર્ગ બંધ

ગુજરાત રાજ્યમાં વરસાદના પગલે 30 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં બે સ્ટેટ હાઇવે તેમજ 26 પંચાયત અને અન્ય 2 અન્ય માર્ગો સહિત 30 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.

પંચાયત હસ્તકના 12 માર્ગ, અન્ય બે માર્ગ બંધ

પંચાયત હસ્તકના 12 માર્ગ, અન્ય બે માર્ગ બંધ છે. તેમજ સુરતમાં 6, પોરબંદરમાં બે માર્ગ બંધ કરાયા છે. તથા રાજકોટ, અમરેલીમાં 1-1 માર્ગ બંધ છે. તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર 1-1 માર્ગ બંધ છે. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. સવારે 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 35 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે. અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.

નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ

જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જુનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે. અવિરત વરસાદથી પાણી ભરાયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેથી ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.