Jamnagarના કાલાવડમાં ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું,વાહનવ્યવહાર ખોરવાયો

માછરડાથી નવાગામ સુધીનો વાહનવ્યવહાર ખોરવાયો મકરણી સણોસરાથી કાલાવડનો વાહનવ્યવહાર ખોરવાયો કાલાવડ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદજામનગરના કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિરેક વરસાદ પડી રહયો છે, કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, ઉમરાળા, જામવાળી, હકુમતી, સરવાણીયા, માછરડા, મોટી વાવડી સહિત ગ્રામ્ય પંથકમાં ગત રાતથી ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.વાહન વ્યવહારને મોટી અસર સ્થાનિક નદીમાં પૂર આવતા આસપાસના ગામોમાં વાહન વ્યવહારને અસર થઈ છે.જેમાં માછરડાથી નવાગામ સુધીનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે,બીજી બાજુ વાત કરવામાં આવે તો મકરણી, સણોસરાથી કાલાવડ તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.સૌરાષ્ટ્રમાં આજે સવારથી મેઘ તાંડવ શરૂ થયું છે. જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ થયો છે. જામજોધપુરમાં આવેલ સોગઠી ડેમ ઓવરફ્લો થયો હતો. જામનગરમાં અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતાં. તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતાં. સવારથી વરસાદનો માહોલ હવામાન વિભાગની આગાહીને લઇને આજે જામનગર, દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી મંડાણ જોવા મળ્યા હતા. જેને પરિણામે વાતાવરણ ઠંડુગાર થયું હતું.જામનગર જિલ્લામાં આજે સવારથી મેઘમહેર થઈ રહી છે. જેને લઈને શહેરીજનોના હૈયા પુલકીત થયા છે. ત્યારે 6 થી 10 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં સવા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જ્યારે કાલાવડ તાલુકાની વાત કરીએ તો સવા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદી વાતાવરણને લઈ હાલારમાં આબુ લેજો માહોલ સર્જાયો હતો. જાણો આજે કયા કરાઈ ભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી,બનાસકાંઠા, પાટણ,પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,ડાંગ, રાજકોટ, અમરેલી,ભાવનગર, મોરબી, ગીર સોમનાથ,સુરેન્દ્રનગર, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Jamnagarના કાલાવડમાં ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું,વાહનવ્યવહાર ખોરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માછરડાથી નવાગામ સુધીનો વાહનવ્યવહાર ખોરવાયો
  • મકરણી સણોસરાથી કાલાવડનો વાહનવ્યવહાર ખોરવાયો
  • કાલાવડ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ

જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિરેક વરસાદ પડી રહયો છે, કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, ઉમરાળા, જામવાળી, હકુમતી, સરવાણીયા, માછરડા, મોટી વાવડી સહિત ગ્રામ્ય પંથકમાં ગત રાતથી ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

વાહન વ્યવહારને મોટી અસર

સ્થાનિક નદીમાં પૂર આવતા આસપાસના ગામોમાં વાહન વ્યવહારને અસર થઈ છે.જેમાં માછરડાથી નવાગામ સુધીનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે,બીજી બાજુ વાત કરવામાં આવે તો મકરણી, સણોસરાથી કાલાવડ તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.સૌરાષ્ટ્રમાં આજે સવારથી મેઘ તાંડવ શરૂ થયું છે. જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ થયો છે. જામજોધપુરમાં આવેલ સોગઠી ડેમ ઓવરફ્લો થયો હતો. જામનગરમાં અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતાં. તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતાં.


સવારથી વરસાદનો માહોલ

હવામાન વિભાગની આગાહીને લઇને આજે જામનગર, દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી મંડાણ જોવા મળ્યા હતા. જેને પરિણામે વાતાવરણ ઠંડુગાર થયું હતું.જામનગર જિલ્લામાં આજે સવારથી મેઘમહેર થઈ રહી છે. જેને લઈને શહેરીજનોના હૈયા પુલકીત થયા છે. ત્યારે 6 થી 10 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં સવા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જ્યારે કાલાવડ તાલુકાની વાત કરીએ તો સવા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદી વાતાવરણને લઈ હાલારમાં આબુ લેજો માહોલ સર્જાયો હતો.


જાણો આજે કયા કરાઈ ભારે વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી,બનાસકાંઠા, પાટણ,પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,ડાંગ, રાજકોટ, અમરેલી,ભાવનગર, મોરબી, ગીર સોમનાથ,સુરેન્દ્રનગર, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.