AMC ફૂડ વિભાગે 1.2 7 કરોડનો દંડ કર્યો: 5 69 એકમોને નોટિસ

બરફના ગોળા, શરબત, શેરડીના રસ, પાણીપૂરીની લારીઓમાં ચેકિંગનો પ્રારંભજાન્યુ.થી તા.12 એપ્રિલના સમયગાળામાં 861 સેમ્પલ લીધા : 22 નમૂના અપ્રમાણિત કુલ 569 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા તા. 1 જાન્યુઆરી, 2024 થી તા.12 એપ્રિલ, 2024 સુધીના સમયગાળા દરમિયાન 4,3 59 હોટલો, રેસ્ટોરેન્ટ, સહિત ધંધાકીય એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 569 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આ સમયગાળામાં રૂ. 15 લાખ, 58 હજાર દંડ અને રૂ.1 કરોડ, 12 લાખ લાયસન્સ ફી સહિત કુલ રૂ.1 કરોડ, 27 લાખથી વધુ રકમ વસૂલ કરી છે. ફૂડ વિભાગ દ્વારા 861 શંકાસ્પદ નમૂના લેવામાં વ્યા છે અને તે પૈકી 22 ખાદ્ય સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા છે અને 197 સેમ્પલના પરિણામો હજુ આવવાના બાકી છે. ફૂડ વિભાગે 5,410 કિલો અને 4,795 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો અને 8 એકમોને સીલ કર્યા હતા. જ્યારે9 ,695 એકમોને નવા લાયસન્સ ઈસ્યુ કર્યા છે અને એક જ તેલમાં વારંવાર ફાફડા, ભજિયા, ફરસાણ તળીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા એકમોમાં 2,790 કેસ કર્યા હતા. AMCફૂડ વિભાગ દ્વારા ઉનાળામાં બરફના ગોળા, આઈસ્ક્રીમ પાર્લર, જ્યુસ સેન્ટર, શેરડીના રસના સંચા, પાણીપુરીની લારીઓ, વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. AMC ફુડ વિભાગ દ્વારા ચાલુ વર્ષે તા.12 એપ્રિલ સુધીમાં મીઠાઈના 32,દૂધ અને દૂધની બનાવટોના108,સહિત કુલ 861 સેમ્પલ લીધા હતા અને તે પૈકી દૂધ અને દૂધની બનાવાટોના 8, મસાલાના12,મીઠાઈ અને બેકરી પ્રોડક્ટ્સના 1-1 સહિત 22 સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા હતા. ફૂડ વિભાગે સાડા ત્રણ મહિનાનું સરવૈયું જાહેર કર્યું તાજેતરમાં રીવ્યુ મીટિંગમાં AMC કમિશનર એમ. થેન્નારસને, ઉનાળાના પ્રારંભમાં જ શહેરમાં કમળો, કોલેરા, ઝાડા- ઉલટી સહિત પાણીજન્ય રોગચાળો, ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને પાણીમાં પોલ્યુશનની ફરિયાદોને કારણે હેલ્થ- ફુડ વિભાગના અધિકારીઓને ખાણીપીણીના એકમો, બરફના કારખાના, બરફના ગોળાની લારીઓ, આઈસ્ક્રીમ પાર્લરો, જ્યુસ સેન્ટરોમાં ચેકિંગ કરવા અને પગલાં લેવાની કરેલી તાકીદને પગલે AMC ફુડ વિભાગ દ્વારા છેલ્લાં સાડા ત્રણ મહિનાની કામગીરીનું સરવૈયું જારી કર્યું હોવાનું AMC વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

AMC ફૂડ વિભાગે 1.2 7 કરોડનો દંડ કર્યો: 5 69 એકમોને નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બરફના ગોળા, શરબત, શેરડીના રસ, પાણીપૂરીની લારીઓમાં ચેકિંગનો પ્રારંભ
  • જાન્યુ.થી તા.12 એપ્રિલના સમયગાળામાં 861 સેમ્પલ લીધા : 22 નમૂના અપ્રમાણિત
  • કુલ 569 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા તા. 1 જાન્યુઆરી, 2024 થી તા.12 એપ્રિલ, 2024 સુધીના સમયગાળા દરમિયાન 4,3 59 હોટલો, રેસ્ટોરેન્ટ, સહિત ધંધાકીય એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 569 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આ સમયગાળામાં રૂ. 15 લાખ, 58 હજાર દંડ અને રૂ.1 કરોડ, 12 લાખ લાયસન્સ ફી સહિત કુલ રૂ.1 કરોડ, 27 લાખથી વધુ રકમ વસૂલ કરી છે. ફૂડ વિભાગ દ્વારા 861 શંકાસ્પદ નમૂના લેવામાં વ્યા છે અને તે પૈકી 22 ખાદ્ય સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા છે અને 197 સેમ્પલના પરિણામો હજુ આવવાના બાકી છે. ફૂડ વિભાગે 5,410 કિલો અને 4,795 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો અને 8 એકમોને સીલ કર્યા હતા. જ્યારે9 ,695 એકમોને નવા લાયસન્સ ઈસ્યુ કર્યા છે અને એક જ તેલમાં વારંવાર ફાફડા, ભજિયા, ફરસાણ તળીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા એકમોમાં 2,790 કેસ કર્યા હતા. AMCફૂડ વિભાગ દ્વારા ઉનાળામાં બરફના ગોળા, આઈસ્ક્રીમ પાર્લર, જ્યુસ સેન્ટર, શેરડીના રસના સંચા, પાણીપુરીની લારીઓ, વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. AMC ફુડ વિભાગ દ્વારા ચાલુ વર્ષે તા.12 એપ્રિલ સુધીમાં મીઠાઈના 32,દૂધ અને દૂધની બનાવટોના108,સહિત કુલ 861 સેમ્પલ લીધા હતા અને તે પૈકી દૂધ અને દૂધની બનાવાટોના 8, મસાલાના12,મીઠાઈ અને બેકરી પ્રોડક્ટ્સના 1-1 સહિત 22 સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા હતા.

ફૂડ વિભાગે સાડા ત્રણ મહિનાનું સરવૈયું જાહેર કર્યું

તાજેતરમાં રીવ્યુ મીટિંગમાં AMC કમિશનર એમ. થેન્નારસને, ઉનાળાના પ્રારંભમાં જ શહેરમાં કમળો, કોલેરા, ઝાડા- ઉલટી સહિત પાણીજન્ય રોગચાળો, ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને પાણીમાં પોલ્યુશનની ફરિયાદોને કારણે હેલ્થ- ફુડ વિભાગના અધિકારીઓને ખાણીપીણીના એકમો, બરફના કારખાના, બરફના ગોળાની લારીઓ, આઈસ્ક્રીમ પાર્લરો, જ્યુસ સેન્ટરોમાં ચેકિંગ કરવા અને પગલાં લેવાની કરેલી તાકીદને પગલે AMC ફુડ વિભાગ દ્વારા છેલ્લાં સાડા ત્રણ મહિનાની કામગીરીનું સરવૈયું જારી કર્યું હોવાનું AMC વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.