Ahmedabad:શહેરમાં ટ્રાફિકને લગતા ગુના એક વર્ષમાં 225 ટકા વધ્યા

સાઇબર ક્રાઇમ-ગુનાખોરીને લઈ પોલીસ કમિ.એ સમીક્ષા કરીસાઇબર ક્રાઇમ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવા તાકીદ પોલીસ માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય શહેરમાં થતી ગુનાખોરી અને પોલીસની કામગીરીના લેખાંજોખાં કરવા માટે ગુરૂવારે બોડકદેવ ખાતે પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઇ હતી, જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરમાં નોંધવામાં આવેલા ગુનાઓની લગતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા માટે પોલીસ કમિશનરે તાકીદ કરી હતી. આ ઉપરાંત એક વર્ષમાં ટ્રાફ્કિને લગતા ગુનાઓમાં 225 ટકા વધારો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી. જેમાં છેલ્લાં એક વર્ષ દરમ્યાન શહેરમાં નોંધાયેલા ગુનાઓને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં શરીર સંબધી ગુનાઓમાં હત્યા, હત્યાની કોશિષ, ઇજા, અપહરણ સહિતના ગુનાઓમાં સરેરાશ ઘટાડો થયો છે. તેમજ ચોરીના ગુનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ, પોલીસ માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો હતો. તેને લઇને વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોની જાગૃતિ ખૂબ જ જરૂરી છે. જ્યારે ટ્રાફ્કિના ગુનાઓમાં થયેલા વધારા અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે અમદાવાદમાં ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન શરૂ થતા ટ્રાફ્કિની નિયમોનો ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ટ્રાફ્કિ વિભાગમાં નોંધવામાં આવતા ગુનાઓમાં 225 ટકાનો વધારો થયો છે.

Ahmedabad:શહેરમાં ટ્રાફિકને લગતા ગુના એક વર્ષમાં 225 ટકા વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાઇબર ક્રાઇમ-ગુનાખોરીને લઈ પોલીસ કમિ.એ સમીક્ષા કરી
  • સાઇબર ક્રાઇમ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવા તાકીદ
  • પોલીસ માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય

શહેરમાં થતી ગુનાખોરી અને પોલીસની કામગીરીના લેખાંજોખાં કરવા માટે ગુરૂવારે બોડકદેવ ખાતે પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઇ હતી, જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરમાં નોંધવામાં આવેલા ગુનાઓની લગતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા માટે પોલીસ કમિશનરે તાકીદ કરી હતી. આ ઉપરાંત એક વર્ષમાં ટ્રાફ્કિને લગતા ગુનાઓમાં 225 ટકા વધારો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી. જેમાં છેલ્લાં એક વર્ષ દરમ્યાન શહેરમાં નોંધાયેલા ગુનાઓને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં શરીર સંબધી ગુનાઓમાં હત્યા, હત્યાની કોશિષ, ઇજા, અપહરણ સહિતના ગુનાઓમાં સરેરાશ ઘટાડો થયો છે. તેમજ ચોરીના ગુનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ, પોલીસ માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો હતો. તેને લઇને વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોની જાગૃતિ ખૂબ જ જરૂરી છે. જ્યારે ટ્રાફ્કિના ગુનાઓમાં થયેલા વધારા અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે અમદાવાદમાં ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન શરૂ થતા ટ્રાફ્કિની નિયમોનો ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ટ્રાફ્કિ વિભાગમાં નોંધવામાં આવતા ગુનાઓમાં 225 ટકાનો વધારો થયો છે.