પરશોત્તમ રૂપાલાના વિરોધમાં નવી રણનીતિ, 100 ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી નોંધાવશે

રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિયાણી ઉમેદવારી નોંધાવશે 100 જેટલી ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી કરવી પડે ચૂંટણી આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું: તૃપ્તિબા રાઓલ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની નવી રણનીતિ સામે આવી છે. જેમાં રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રાણી ઉમેદવારી નોંધાવશે. તેમાં 100 જેટલી ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી ચૂંટણી કરવી પડે છે. ક્ષત્રિય મહિલાઓએ જણાવ્યું છે કે રાજપૂતો ઇતિહાસ લખતા આવ્યા છે. તથા તૃપ્તિબા રાઓલે જણાવ્યું છે કે આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું. ક્ષત્રાણીઓએ પરશોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી ક્ષત્રાણીઓએ પરશોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી છે. ક્ષત્રિયો દ્વારા કરવામાં આવેલા વિરોધમાં ક્ષત્રિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂપાલાના વાણી વિલાસ સામે નોંધાવેલ ફરિયાદમાં રૂપાલા સામે કોઈ કાર્યવાહી નહિ થતા હવે ક્ષત્રિયાણીની નવી રણનીતિ સામે આવી છે. રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણી પોતાની ઉમેદવારી નોંધાવશે. જો 100 જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે છે. ક્ષત્રિયાણીઓનો આક્રોશ છે કે રાજપૂતો ઇતિહાસ લખતા આવ્યા છે ત્યારે આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ચૂંટણીમાં પણ ઇતિહાસ રચવામાં આવશે. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં ક્ષત્રાણીઓએ પરશોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી છે. તેમાં પોલીસે ક્ષત્રાણીઓને રોકતા રૂપાલાએ સમજાવ્યા હતા. તેમજ ધોળકાના ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર આપ્યું છે. ધોળકા પ્રાંત, મામલતદાર, સહીતના અધિકારીઓને આવેદન પત્ર આપ્યું છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર આપ્યું છે. આખા ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂક્યો છે તાજેતરમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી જેને લઇ આખા ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂક્યો છે. ત્યારે ધોળકામાં રેલી કાઢીને ક્ષત્રિય સમાજે આવેદન આપ્યું છે. મોટી સંખ્યામાં સમાજના લોકો જેમા મહિલાઓ પણ હાજર રહીને આવેદન આપ્યું છે. તેમજ રૂપાલાની ટીકીટ રદ કરવા ચીમકી આપી છે. તેમજ ટીકિટ રદ નહી થાય તો ગામડે ગામડે બેનરો લગાવી રૂપાલાનો વિરોધ કરવામા આવશે તેમ જણાવ્યું છે. તેમજ ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ રૂપાલાને ટીકીટ આપવામા આવશે તો વિરોધ કરવામા આવશે તેમ સમાજના આગેવાનોએ જણાવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં નવી રણનીતિ, 100 ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી નોંધાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિયાણી ઉમેદવારી નોંધાવશે
  • 100 જેટલી ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી કરવી પડે ચૂંટણી
  • આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું: તૃપ્તિબા રાઓલ

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની નવી રણનીતિ સામે આવી છે. જેમાં રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રાણી ઉમેદવારી નોંધાવશે. તેમાં 100 જેટલી ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી ચૂંટણી કરવી પડે છે. ક્ષત્રિય મહિલાઓએ જણાવ્યું છે કે રાજપૂતો ઇતિહાસ લખતા આવ્યા છે. તથા તૃપ્તિબા રાઓલે જણાવ્યું છે કે આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું.

ક્ષત્રાણીઓએ પરશોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી

ક્ષત્રાણીઓએ પરશોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી છે. ક્ષત્રિયો દ્વારા કરવામાં આવેલા વિરોધમાં ક્ષત્રિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂપાલાના વાણી વિલાસ સામે નોંધાવેલ ફરિયાદમાં રૂપાલા સામે કોઈ કાર્યવાહી નહિ થતા હવે ક્ષત્રિયાણીની નવી રણનીતિ સામે આવી છે. રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણી પોતાની ઉમેદવારી નોંધાવશે. જો 100 જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે છે. ક્ષત્રિયાણીઓનો આક્રોશ છે કે રાજપૂતો ઇતિહાસ લખતા આવ્યા છે ત્યારે આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ચૂંટણીમાં પણ ઇતિહાસ રચવામાં આવશે.

રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત

રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં ક્ષત્રાણીઓએ પરશોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી છે. તેમાં પોલીસે ક્ષત્રાણીઓને રોકતા રૂપાલાએ સમજાવ્યા હતા. તેમજ ધોળકાના ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર આપ્યું છે. ધોળકા પ્રાંત, મામલતદાર, સહીતના અધિકારીઓને આવેદન પત્ર આપ્યું છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર આપ્યું છે.

આખા ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂક્યો છે

તાજેતરમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી જેને લઇ આખા ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂક્યો છે. ત્યારે ધોળકામાં રેલી કાઢીને ક્ષત્રિય સમાજે આવેદન આપ્યું છે. મોટી સંખ્યામાં સમાજના લોકો જેમા મહિલાઓ પણ હાજર રહીને આવેદન આપ્યું છે. તેમજ રૂપાલાની ટીકીટ રદ કરવા ચીમકી આપી છે. તેમજ ટીકિટ રદ નહી થાય તો ગામડે ગામડે બેનરો લગાવી રૂપાલાનો વિરોધ કરવામા આવશે તેમ જણાવ્યું છે. તેમજ ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ રૂપાલાને ટીકીટ આપવામા આવશે તો વિરોધ કરવામા આવશે તેમ સમાજના આગેવાનોએ જણાવ્યું છે.