Ahmedabad કોંગ્રેસ SC સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

હિતેન્દ્ર પીઠડીયાએ પત્નીને આપી હતી ધમકી પત્નીએ પરસ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા કરી હતી પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ કોંગ્રેસ એસસી સેલના નેતા હિતેન્દ્ર પીઠડીયા સામે તેમની પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,પીઠડીયાના અન્ય સ્ત્રી સાથેના સંબધની શંકાને લઈ પતી-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો તો પીઠડીયાએ તેની પત્નીને ધમકી આપી હતી જેને લઈ પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પીઠડીયા અન્ય સ્ત્રી સાથે વાતચીત કરતા હતા, ત્યારે તેમની પત્નીએ ટોક્યા હતા. પત્નીએ ટોકતા પીઠડીયાએ પત્નીને જે થાય તે કરી લે, હું તને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી હતી. પત્ની સાથે ઝઘડો કર્યો કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડીયા સામે તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ અન્ય સ્ત્રી સાથે વાતચીત કરતા હતા, જેથી તેમને તેમના સાસુ-સસરાને જાણ કરી હતી. 8 જૂને સવારે પીઠડીયા ફોન પર કોઈ સ્ત્રી સાથે વાતચીત કરતા હતા. ત્યારે પત્નીએ કહ્યું કે, તમે કેમ અન્ય સ્ત્રી સાથે વાત કરો છો? જેથી પીઠડીયા ઉશ્કેરાઈ ગયા અને બોલાચાલી કરી ઝગડો કરવા લાગ્યા હતા. વીડિયો કોલથી વાત કરતા હતા પીઠડીયા પત્નીએ કહ્યું કે, તમે વારંવાર કોઈ મહિલા સાથે ફોન પર વીડિયો કોલથી વાત કરો છો, તે બંધ કરી દો. જેથી પીઠડીયા કહ્યું કે, હું વાત બંધ નહિ કરું, તારાથી જે થાય તે કરી લે અને હું તને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી તેમની પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. પીઠડીયાની પત્નીએ પીઠડીયા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે. મહિલાનો વાંધાજનક ફોટો કર્યો હતો પોસ્ટ હિતેન્દ્ર પીઠડીયાએ મહિલાને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા માટે વાંઘાજનક ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ કરવાથી અમદાવાદ સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી હતી. જેમાં કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડીયાની રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.આ કોંગ્રેસી નેતાએ મહિલા સાથે રામ મંદિરના પૂજારીનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે બાદ સાયબર ક્રાઇમ હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.   

Ahmedabad કોંગ્રેસ SC સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિતેન્દ્ર પીઠડીયાએ પત્નીને આપી હતી ધમકી
  • પત્નીએ પરસ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા કરી હતી
  • પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

કોંગ્રેસ એસસી સેલના નેતા હિતેન્દ્ર પીઠડીયા સામે તેમની પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,પીઠડીયાના અન્ય સ્ત્રી સાથેના સંબધની શંકાને લઈ પતી-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો તો પીઠડીયાએ તેની પત્નીને ધમકી આપી હતી જેને લઈ પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પીઠડીયા અન્ય સ્ત્રી સાથે વાતચીત કરતા હતા, ત્યારે તેમની પત્નીએ ટોક્યા હતા. પત્નીએ ટોકતા પીઠડીયાએ પત્નીને જે થાય તે કરી લે, હું તને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી હતી.

પત્ની સાથે ઝઘડો કર્યો

કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડીયા સામે તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ અન્ય સ્ત્રી સાથે વાતચીત કરતા હતા, જેથી તેમને તેમના સાસુ-સસરાને જાણ કરી હતી. 8 જૂને સવારે પીઠડીયા ફોન પર કોઈ સ્ત્રી સાથે વાતચીત કરતા હતા. ત્યારે પત્નીએ કહ્યું કે, તમે કેમ અન્ય સ્ત્રી સાથે વાત કરો છો? જેથી પીઠડીયા ઉશ્કેરાઈ ગયા અને બોલાચાલી કરી ઝગડો કરવા લાગ્યા હતા.

વીડિયો કોલથી વાત કરતા હતા પીઠડીયા

પત્નીએ કહ્યું કે, તમે વારંવાર કોઈ મહિલા સાથે ફોન પર વીડિયો કોલથી વાત કરો છો, તે બંધ કરી દો. જેથી પીઠડીયા કહ્યું કે, હું વાત બંધ નહિ કરું, તારાથી જે થાય તે કરી લે અને હું તને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી તેમની પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. પીઠડીયાની પત્નીએ પીઠડીયા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

મહિલાનો વાંધાજનક ફોટો કર્યો હતો પોસ્ટ

હિતેન્દ્ર પીઠડીયાએ મહિલાને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા માટે વાંઘાજનક ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ કરવાથી અમદાવાદ સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી હતી. જેમાં કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડીયાની રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.આ કોંગ્રેસી નેતાએ મહિલા સાથે રામ મંદિરના પૂજારીનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે બાદ સાયબર ક્રાઇમ હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.