વડોદરાનું ટ્રાફિક મેનેજમેન્ટ 18મી સદીનું : ફતેગંજ બ્રિજ પર બંધ ટ્રક હટાવવામાં 24 કલાક લાગ્યા

વડોદરા : શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા એરપોર્ટથી અક્ષર ચોક સુધીના માર્ગ પર રોજના લાખો વાહનો અવર જવર કરે છે. આ માર્ગ ઉપર ફતેગંજ બ્રિજ ઉપર ૨૪ કલાકથી એક ટ્રક બંધ પડયો છે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ છે. બ્રિજ ઉપરથી એક ટ્રક હટાવવા માટે ૨૪ કલાકનો સમય લાગે તે બાબત વડોદરાના ટ્રાફિક મેનેજમેન્ટની અણઆવડ બતાવી રહી છે.વડોદરામાં ટ્રાફિક નિયમનના નામે માત્ર ટુ વ્હિલર્સ ઉપર જ એક્શન લેવામા આવે છે. હેવી અને કોમર્સિયલ વાહનોને જાણે કોઇ નિયમ કાનૂન લાગુ પડતા ન હોય તે રીતે દોડતા નજરે પડે છે. ફતેગંજ ઓવરબ્રિજ પર શુક્રવારે સાંજે શાસ્ત્રી બ્રિજ તરફથી આવતા એક ટ્રકની એક્સલ તુટી જતાં બંધ પડી ગયો છે. આ ટ્રકને શનિવારની સાંજ સુધી હટાવવામાં આવ્યો નથી.ટ્રાફિક બ્રિજ નીચેથી ડાયવર્ટ કરાયો જ્યાં કોન્ક્રિટ મિક્સ અને કપચીના ઢગલા હોવાથી વાહનોમાં પંક્ચર પડયાશહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ મુખ્યમાર્ગ ઉપર ગેંડા સર્કલથી ફતેગંજ થઇને વુડા સર્કલ સુધી દર કલાકે હજારો વાહનોની અવર જવર જોવા મળે છે.તેવી સ્થિતિમાં ફતેગંજ બ્રિજ પર ટ્રક બંધ પડી ગયો હોવાથી શાસ્ત્રી બ્રિજ તરફથી આવતા ટ્રાફિકને બ્રિજની નીચે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે ટ્રક શુક્રવારની સાંજે બંધ પડયો છે અને તેને હટાવવા માટે યોગ્ય મશીનરીના અભાવે અથવા તો ટ્રાફિક મેનેજમેન્ટમાં નિષ્કાળજીના કારણે કામગીરી કરવામાં આવી નથી. શનિવારે સાંજે એક ક્રેન દ્વારા ટ્રકને હટાવવાની કામગીરી શરૃ કરાઇ હતી. બ્રિજની એક તરફનો માર્ગ ૨૪ કલાકથી બંધ હોવાથી બ્રિજની નીચે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે.એક તરફ ફતંગંજ બ્રિજની નીચેના માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ વધી ગયુ છે બીજી તરફ આ માર્ગ ઉપરથી પસાર થતાં કોન્ક્રિટ મિક્સચરોએ સિમેન્ટ કોન્ક્રિટ મિક્સ અને કપચની ઠેર ઠેર ઠગલા કરી દીધા છે તેના કારણે ટુ વ્હિલ અને ફોર વ્હિલ વાહનોમાં પંક્ચર પડી જાય અને રોડ ઉપર જ વાહન બ્રેક ડાઉન થતા ટ્રાફિકમાં વધુ સમસ્યા ઉભી થઇ રહી છે.

વડોદરાનું ટ્રાફિક મેનેજમેન્ટ 18મી સદીનું : ફતેગંજ બ્રિજ પર બંધ ટ્રક હટાવવામાં 24 કલાક લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા એરપોર્ટથી અક્ષર ચોક સુધીના માર્ગ પર રોજના લાખો વાહનો અવર જવર કરે છે. આ માર્ગ ઉપર ફતેગંજ બ્રિજ ઉપર ૨૪ કલાકથી એક ટ્રક બંધ પડયો છે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ છે. બ્રિજ ઉપરથી એક ટ્રક હટાવવા માટે ૨૪ કલાકનો સમય લાગે તે બાબત વડોદરાના ટ્રાફિક મેનેજમેન્ટની અણઆવડ બતાવી રહી છે.

વડોદરામાં ટ્રાફિક નિયમનના નામે માત્ર ટુ વ્હિલર્સ ઉપર જ એક્શન લેવામા આવે છે. હેવી અને કોમર્સિયલ વાહનોને જાણે કોઇ નિયમ કાનૂન લાગુ પડતા ન હોય તે રીતે દોડતા નજરે પડે છે. ફતેગંજ ઓવરબ્રિજ પર શુક્રવારે સાંજે શાસ્ત્રી બ્રિજ તરફથી આવતા એક ટ્રકની એક્સલ તુટી જતાં બંધ પડી ગયો છે. આ ટ્રકને શનિવારની સાંજ સુધી હટાવવામાં આવ્યો નથી.


ટ્રાફિક બ્રિજ નીચેથી ડાયવર્ટ કરાયો જ્યાં કોન્ક્રિટ મિક્સ અને કપચીના ઢગલા હોવાથી વાહનોમાં પંક્ચર પડયા

શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ મુખ્યમાર્ગ ઉપર ગેંડા સર્કલથી ફતેગંજ થઇને વુડા સર્કલ સુધી દર કલાકે હજારો વાહનોની અવર જવર જોવા મળે છે.તેવી સ્થિતિમાં ફતેગંજ બ્રિજ પર ટ્રક બંધ પડી ગયો હોવાથી શાસ્ત્રી બ્રિજ તરફથી આવતા ટ્રાફિકને બ્રિજની નીચે ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

આશ્ચર્ય એ વાતનું છે કે ટ્રક શુક્રવારની સાંજે બંધ પડયો છે અને તેને હટાવવા માટે યોગ્ય મશીનરીના અભાવે અથવા તો ટ્રાફિક મેનેજમેન્ટમાં નિષ્કાળજીના કારણે કામગીરી કરવામાં આવી નથી. શનિવારે સાંજે એક ક્રેન દ્વારા ટ્રકને હટાવવાની કામગીરી શરૃ કરાઇ હતી. બ્રિજની એક તરફનો માર્ગ ૨૪ કલાકથી બંધ હોવાથી બ્રિજની નીચે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે.

એક તરફ ફતંગંજ બ્રિજની નીચેના માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ વધી ગયુ છે બીજી તરફ આ માર્ગ ઉપરથી પસાર થતાં કોન્ક્રિટ મિક્સચરોએ સિમેન્ટ કોન્ક્રિટ મિક્સ અને કપચની ઠેર ઠેર ઠગલા કરી દીધા છે તેના કારણે ટુ વ્હિલ અને ફોર વ્હિલ વાહનોમાં પંક્ચર પડી જાય અને રોડ ઉપર જ વાહન બ્રેક ડાઉન થતા ટ્રાફિકમાં વધુ સમસ્યા ઉભી થઇ રહી છે.