લીંબડી પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારી, 200 મીટર ઘસડતા 2નાં મોત

અંકેવાળિયા અને કારોલ ગામના બાઇકસવાર બન્નેના ઘટના સ્થળે જ મોતલીંબડી ધારાસભ્ય,ડીવાયએસપી,પી.એસ.આઇ.સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, ગણતરીના કલાકોમાં લીબડી પોલીસે આરોપીને ઝડપી લીધોલીંબડી તાલુકાના ભલગામડા અને ઘાઘરેટીયા ગામ વચ્ચેથી બાઇક લઇને જતા સમયે માતેલા સાંઢની જેમ આવતા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇક અડફેટે લેતા બાઇકને 200 મીટર જેટલુ રોડ ઉપર ખસડયા બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો. ઘટનામાં બેના મોત થયા હતા.લીંબડી તાલુકાના ભલગામડાથી ઘાઘરેયટીયા ગામ વચ્ચે અંકેવાળીયા અને કારોલ ગામના બે લોકો બાઇક લઇને પસાર થઇ રહયા હતા. આ સમયે પાછળથી માતેલા સાંઢની જેમ આવતા રેતી ભરેલા ડમ્પરચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. અડફેટે લીધા બાદ ડમ્પર રોકવાના બદલે બાઇકડમ્પર નીચે હોવા છતાય 200 મીટર જેટલુ રોડ ઉપર બાઈકને ઘસેડયું હતુ અને ત્યાર બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકીને ત્યાંથી નાસી છુટયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ આજુબાજુના ગ્રામજનો રાહદારીઓ સહિતનાએ પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસ, ખાણખનીજ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. આ બંન્ને બાઇક સવારના ઘટના સ્થળે જ મોત થયા હોવાથી બંન્નેને પી.એમ.સહિતની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પરીવારજનોએ ડમ્પર ચાલકની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતકની બોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. છેવટે લીંબડી પી.એસ.આઇ.બી.કે.મારૂડા સહિતનાની સમજાવટથી મામલો થાળે પડી પરીવારજનોએ બોડી સ્વીકારી લીધી હતી. પી.એસ.આઈ બી.કે.મારુડા તેમજ તેમની ટીમે ડમ્પરચાલક વનરાજભાઈ મેમકયિાને ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો.માતેલા સાંઢની માફક ફરતા ડમ્પરોથી જોખમ ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો માતેલા સાંઢની જેમ હાઇવે અને રોડ ઉપર ફરતા હોવાના કારણે ચાલકોને કાબુ નહી રહેતો હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે અને અનેક લોકોને મોતને પણ ભેટે છે. ઓવરલોડ રેતી ભરતા હોવાના કારણે રોડ પણ તોડી નાખે છે અને ડ્રાઇવીંગ ઉપર કાબુ રહેતો નથી. બન્ને બાઇક સવારનાં મોત લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના જયંતીભાઇ પુંજાભાઇ રાઠોડ અને એમની સાથે કામ કરતા કારોલ ગામના અરવિંદભાઇ ગોરાભાઇ વાઘેલાના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ બંન્નેના મોત થયા હતા. ધારાસભ્ય, ડીવાયએસપી દોડી આવ્યા ઘટનાની જાણ થતાની સાથે જ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ડીવાયએસપી વિશાલભાઇ રબારી,પી.એસ.આઇ.બી.કે.મારૂડા અને ખાણખનીજની ટીમ સહિતના ઘટના સ્થળે પહોચી ગયા હતા.

લીંબડી પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારી, 200 મીટર ઘસડતા 2નાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંકેવાળિયા અને કારોલ ગામના બાઇકસવાર બન્નેના ઘટના સ્થળે જ મોત
  • લીંબડી ધારાસભ્ય,ડીવાયએસપી,પી.એસ.આઇ.સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા,
  • ગણતરીના કલાકોમાં લીબડી પોલીસે આરોપીને ઝડપી લીધો

લીંબડી તાલુકાના ભલગામડા અને ઘાઘરેટીયા ગામ વચ્ચેથી બાઇક લઇને જતા સમયે માતેલા સાંઢની જેમ આવતા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇક અડફેટે લેતા બાઇકને 200 મીટર જેટલુ રોડ ઉપર ખસડયા બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો. ઘટનામાં બેના મોત થયા હતા.લીંબડી તાલુકાના ભલગામડાથી ઘાઘરેયટીયા ગામ વચ્ચે અંકેવાળીયા અને કારોલ ગામના બે લોકો બાઇક લઇને પસાર થઇ રહયા હતા. આ સમયે પાછળથી માતેલા સાંઢની જેમ આવતા રેતી ભરેલા ડમ્પરચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. અડફેટે લીધા બાદ ડમ્પર રોકવાના બદલે બાઇકડમ્પર નીચે હોવા છતાય 200 મીટર જેટલુ રોડ ઉપર બાઈકને ઘસેડયું હતુ અને ત્યાર બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકીને ત્યાંથી નાસી છુટયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ આજુબાજુના ગ્રામજનો રાહદારીઓ સહિતનાએ પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસ, ખાણખનીજ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. આ બંન્ને બાઇક સવારના ઘટના સ્થળે જ મોત થયા હોવાથી બંન્નેને પી.એમ.સહિતની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પરીવારજનોએ ડમ્પર ચાલકની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતકની બોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. છેવટે લીંબડી પી.એસ.આઇ.બી.કે.મારૂડા સહિતનાની સમજાવટથી મામલો થાળે પડી પરીવારજનોએ બોડી સ્વીકારી લીધી હતી. પી.એસ.આઈ બી.કે.મારુડા તેમજ તેમની ટીમે ડમ્પરચાલક વનરાજભાઈ મેમકયિાને ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો.

માતેલા સાંઢની માફક ફરતા ડમ્પરોથી જોખમ

ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો માતેલા સાંઢની જેમ હાઇવે અને રોડ ઉપર ફરતા હોવાના કારણે ચાલકોને કાબુ નહી રહેતો હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે અને અનેક લોકોને મોતને પણ ભેટે છે. ઓવરલોડ રેતી ભરતા હોવાના કારણે રોડ પણ તોડી નાખે છે અને ડ્રાઇવીંગ ઉપર કાબુ રહેતો નથી.

બન્ને બાઇક સવારનાં મોત

લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના જયંતીભાઇ પુંજાભાઇ રાઠોડ અને એમની સાથે કામ કરતા કારોલ ગામના અરવિંદભાઇ ગોરાભાઇ વાઘેલાના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ બંન્નેના મોત થયા હતા.

ધારાસભ્ય, ડીવાયએસપી દોડી આવ્યા

ઘટનાની જાણ થતાની સાથે જ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ડીવાયએસપી વિશાલભાઇ રબારી,પી.એસ.આઇ.બી.કે.મારૂડા અને ખાણખનીજની ટીમ સહિતના ઘટના સ્થળે પહોચી ગયા હતા.