ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે જુગાર કેસનો ફરાર આરોપી 4 વર્ષે પકડાયો

પેરોલ ફર્લો સ્કવોડની ટીમે હરીપરના પાટિયા પાસેથી દબોચ્યોતા. 30-10-2020ના રોજ પોલીસે દરોડો કરી 2 શખ્સો સાથે 1,20,770ની મતા જપ્ત  મુદ્દામાલ કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીને આધારે તા. 30-10-2020ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે દરોડો કર્યો હતો. જેમાં રિક્ષામાં બેસી વરલી મટકાનો જુગાર રમતા મહેશ ગણપતભાઈ મોરી અને રાજેશ રતીલાલ સાવરીયાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 13,770, રૂપીયા 7 હજારના ર મોબાઈલ ફોન અને રૂપીયા 1 લાખની રિક્ષા સહિત રૂપીયા 1,20,770નો મુદ્દામાલ કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કેસના તપાસ અધિકારી એએસઆઈ નીકુલસીંહ ઝાલાની તપાસમાં આ બન્ને શખ્સો મોબાઈલ વડે અમદાવાદના મહાદેવનગરમાં આવેલા તેજેન્દ્ર ક્રીસ્ટલ ફલેટમાં રહેતા મુકેશ નટવરભાઈ પટેલ સાથે જુગાર રમતા હોવાની હકિકત સામે આવી હતી. ત્યારથી આ શખ્સ પોલીસ પકડથી દુર હતો. આ દરમિયાન સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના ધવલભાઈ પટેલને આ શખ્સ હરીપરના પાટીયા પાસે હોવાની બાતમી મળી હતી. આથી પીએસઆઈ જે.વાય.પઠાણ, શકતીસીંહ, હરદીપસીંહ સહિતનાઓએ વોચ રાખી ચાર વર્ષથી ફરાર આરોપી મુકેશ પટેલને ઝડપી લીધો હતો. અને તેને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે જુગાર કેસનો ફરાર આરોપી 4 વર્ષે પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેરોલ ફર્લો સ્કવોડની ટીમે હરીપરના પાટિયા પાસેથી દબોચ્યો
  • તા. 30-10-2020ના રોજ પોલીસે દરોડો કરી 2 શખ્સો સાથે 1,20,770ની મતા જપ્ત
  •  મુદ્દામાલ કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીને આધારે તા. 30-10-2020ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે દરોડો કર્યો હતો. જેમાં રિક્ષામાં બેસી વરલી મટકાનો જુગાર રમતા મહેશ ગણપતભાઈ મોરી અને રાજેશ રતીલાલ સાવરીયાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 13,770, રૂપીયા 7 હજારના ર મોબાઈલ ફોન અને રૂપીયા 1 લાખની રિક્ષા સહિત રૂપીયા 1,20,770નો મુદ્દામાલ કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસના તપાસ અધિકારી એએસઆઈ નીકુલસીંહ ઝાલાની તપાસમાં આ બન્ને શખ્સો મોબાઈલ વડે અમદાવાદના મહાદેવનગરમાં આવેલા તેજેન્દ્ર ક્રીસ્ટલ ફલેટમાં રહેતા મુકેશ નટવરભાઈ પટેલ સાથે જુગાર રમતા હોવાની હકિકત સામે આવી હતી. ત્યારથી આ શખ્સ પોલીસ પકડથી દુર હતો. આ દરમિયાન સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના ધવલભાઈ પટેલને આ શખ્સ હરીપરના પાટીયા પાસે હોવાની બાતમી મળી હતી. આથી પીએસઆઈ જે.વાય.પઠાણ, શકતીસીંહ, હરદીપસીંહ સહિતનાઓએ વોચ રાખી ચાર વર્ષથી ફરાર આરોપી મુકેશ પટેલને ઝડપી લીધો હતો. અને તેને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.