ડાકોર પાલિકાના અમૃત સરોવર યોજનાના કામમાં ગેરરીતિના આક્ષેપ

- સાડા ચાર કરોડના કામોમાં વેઠ ઉતારાઇ- તળાવના કામમાં યોગ્ય દેખરેખ રાખવા અને કામ ગુણવત્તાયુક્ત કરાવવા માંગડાકોર : ડાકોર નગર પાલિકાનું અમૃત સરોવરનું કામ ગાયોના વાળે જવાના રસ્તાપર મોખા તલાવડીમાં કરવામાં આવી રહ્યું છે. જે યોજના ગત વર્ષે સરકારે ડાકોર નગરપાલિકાના કરેલા ઠરાવને ધ્યાને રાખી સાડાચાર કરોડ મંજુર કરવા આવ્યું હતું. અને જેનું ટેન્ડર મહેસાણાની કનુભાઈ જે પટેલ  એજન્સીને લાગ્યું હતું અને એજન્સીએ કામ ચાલુ ઘણા લાંબા સમય પછી ચાલુ કર્યું હતું.જેનું ખાતમહુર્ત ડાકોરના ચીફ ઓફિસર અને ધારાસભ્યએ કર્યું હતું. ડાકોર નગરપાલિકાના વિકાસનું આ પહેલું કામ ડાકોર નગરજનોના હિતાર્થએ કરવામાં આવી રહ્યું હતું .ડાકોરના રહીશોના જણાવ્યા પ્રમાણે ડાકોરમાં છેલ્લા ૨૫ વષથી રોડ રસ્તા પેવરબ્લોક સિવાયના કોઈ કામો ડાકોરવાસીઓના  આરોગ્ય અને તદુરસ્તી માટે કરવામાં આવ્યા નહતા.  ચૂંટાયેલા સભ્યોને શહેરીજનોએ રજૂઆત કરતા આખરે ડાકોર નગરજનો બાળ ઉધાન ગાર્ડન, વોકવે અને સ્વીમિંગ ના કામો કારોબારી સમિતિમાં ઠરાવ કરી કામ સોંપવામ આવ્યું હતું. જે કામ નું સુપરવિઝન અને જવાબદારી ડાકોર નગર પાલિકા એન્જીનીયર ને સોંપવામાં આવી હતી.કનુભાઈ જે પટેલ નામની એજન્સીએ તલાવડી ખાલી કરી કામ શરૂ કર્યા બાદ ડાકોર નગરપાલીકાના ચીફ ઓફિસરે કામની ગુણવત્તા બરોબર ન હોવાની લેખીત નોટિસ કરી હતી.  અને સ્ટ્રકચર ડિઝાઇન બરોબર ન હોવાનું નોટિસમાં જણાવ્યું હતું . અને એજન્સી ના કોન્ટ્રકક્ટરને મળવા બોલાવ્યો હતો. પછી અચાનક કામ ચાલુ પણ થઈ ગયું હતું અને ચીફ ઓફિસરે એજન્સી ને રૂપિયા ૬૪ લાખ નો ચેક પણ કાઢી આપ્યો હોવાની ચર્ચાઓએ ડાકોર નગરજનો તર્કવિતર્ક મૂકી દીધા છે.હાલ જે કામ કનુભાઈ જે પટેલ નામની એજન્સી ડાકોરમાં કરી રહી છે તે કામમાં એજન્સીએ જે બ્લોક તળાવની સાઈડો માં લગાવ્યા હતા તે બ્લોક ની નીચે પીસીસી કરવામાં આવ્યું નહતું. અને જે બીમ બનવવામાં આવ્યા હતા તે બીમ પણ ત્રાંસા ભર્યા હોવાનું દેખાઈ આવતા ગાયોનાવાળા રોડ પર વાક કરવા જતા ડાકોર વાસીઓ માં ચર્ચાઈ રહ્યું હતું કે ડાયરેક્ટ જમીન પર તલાવડીની ફરતે ચોંટાડવામાં આવેલા બ્લોક કેવીરીતે ચોટશે અને જો તેમાં પાણી ભરવામાં આવશે તો બ્લોક ઉખડી જશે તેવી વાતોએ જોર પકડયું હતું આમ ડાકોર નગર વાસીઓની સુવિધાઓ માટે ૨૫ વર્ષે એક કામ કરવામાં આવ્યું તેમાંય ગેરરીતિ થઈ રહી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા હતા  આ બાબતે ડાકોર નગર પાલિકાના ચીફ ઓફિસર ગણાત્રા ને પૂછતાં તેવો જણાવ્યું હતું કે ફરિયાદ સાચી છે પરંતુ  એજન્સી ના ટેન્ડર માં પીસીસી નું કામ લખેલ નથી માટે અને એન્જીનીયર એ ટેન્ડર માં પીસીસી કામ લીધું નથી  માટે અમારે નીયમ મુજબ  એજન્સી નું કામ અટકાવાય તેમ નથી અને ચીફ ઓફિસરે આપેલ નોટિસ ની માંગણી ડાકોર નગરપાલિકા ના એન્જીનીયર અધિકારી પાસે કરતા તેવો એ નોટિસ આપવાની વાત ને ફગાવી દીધી હતી.

ડાકોર પાલિકાના અમૃત સરોવર યોજનાના કામમાં ગેરરીતિના આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સાડા ચાર કરોડના કામોમાં વેઠ ઉતારાઇ

- તળાવના કામમાં યોગ્ય દેખરેખ રાખવા અને કામ ગુણવત્તાયુક્ત કરાવવા માંગ

ડાકોર : ડાકોર નગર પાલિકાનું અમૃત સરોવરનું કામ ગાયોના વાળે જવાના રસ્તાપર મોખા તલાવડીમાં કરવામાં આવી રહ્યું છે. જે યોજના ગત વર્ષે સરકારે ડાકોર નગરપાલિકાના કરેલા ઠરાવને ધ્યાને રાખી સાડાચાર કરોડ મંજુર કરવા આવ્યું હતું. અને જેનું ટેન્ડર મહેસાણાની કનુભાઈ જે પટેલ  એજન્સીને લાગ્યું હતું અને એજન્સીએ કામ ચાલુ ઘણા લાંબા સમય પછી ચાલુ કર્યું હતું.

જેનું ખાતમહુર્ત ડાકોરના ચીફ ઓફિસર અને ધારાસભ્યએ કર્યું હતું. ડાકોર નગરપાલિકાના વિકાસનું આ પહેલું કામ ડાકોર નગરજનોના હિતાર્થએ કરવામાં આવી રહ્યું હતું .

ડાકોરના રહીશોના જણાવ્યા પ્રમાણે ડાકોરમાં છેલ્લા ૨૫ વષથી રોડ રસ્તા પેવરબ્લોક સિવાયના કોઈ કામો ડાકોરવાસીઓના  આરોગ્ય અને તદુરસ્તી માટે કરવામાં આવ્યા નહતા.  ચૂંટાયેલા સભ્યોને શહેરીજનોએ રજૂઆત કરતા આખરે ડાકોર નગરજનો બાળ ઉધાન ગાર્ડન, વોકવે અને સ્વીમિંગ ના કામો કારોબારી સમિતિમાં ઠરાવ કરી કામ સોંપવામ આવ્યું હતું. જે કામ નું સુપરવિઝન અને જવાબદારી ડાકોર નગર પાલિકા એન્જીનીયર ને સોંપવામાં આવી હતી.

કનુભાઈ જે પટેલ નામની એજન્સીએ તલાવડી ખાલી કરી કામ શરૂ કર્યા બાદ ડાકોર નગરપાલીકાના ચીફ ઓફિસરે કામની ગુણવત્તા બરોબર ન હોવાની લેખીત નોટિસ કરી હતી.  અને સ્ટ્રકચર ડિઝાઇન બરોબર ન હોવાનું નોટિસમાં જણાવ્યું હતું . અને એજન્સી ના કોન્ટ્રકક્ટરને મળવા બોલાવ્યો હતો. પછી અચાનક કામ ચાલુ પણ થઈ ગયું હતું અને ચીફ ઓફિસરે એજન્સી ને રૂપિયા ૬૪ લાખ નો ચેક પણ કાઢી આપ્યો હોવાની ચર્ચાઓએ ડાકોર નગરજનો તર્કવિતર્ક મૂકી દીધા છે.હાલ જે કામ કનુભાઈ જે પટેલ નામની એજન્સી ડાકોરમાં કરી રહી છે તે કામમાં એજન્સીએ જે બ્લોક તળાવની સાઈડો માં લગાવ્યા હતા તે બ્લોક ની નીચે પીસીસી કરવામાં આવ્યું નહતું. અને જે બીમ બનવવામાં આવ્યા હતા તે બીમ પણ ત્રાંસા ભર્યા હોવાનું દેખાઈ આવતા ગાયોનાવાળા રોડ પર વાક કરવા જતા ડાકોર વાસીઓ માં ચર્ચાઈ રહ્યું હતું કે ડાયરેક્ટ જમીન પર તલાવડીની ફરતે ચોંટાડવામાં આવેલા બ્લોક કેવીરીતે ચોટશે અને જો તેમાં પાણી ભરવામાં આવશે તો બ્લોક ઉખડી જશે તેવી વાતોએ જોર પકડયું હતું આમ ડાકોર નગર વાસીઓની સુવિધાઓ માટે ૨૫ વર્ષે એક કામ કરવામાં આવ્યું તેમાંય ગેરરીતિ થઈ રહી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા હતા  આ બાબતે ડાકોર નગર પાલિકાના ચીફ ઓફિસર ગણાત્રા ને પૂછતાં તેવો જણાવ્યું હતું કે ફરિયાદ સાચી છે પરંતુ  એજન્સી ના ટેન્ડર માં પીસીસી નું કામ લખેલ નથી માટે અને એન્જીનીયર એ ટેન્ડર માં પીસીસી કામ લીધું નથી  માટે અમારે નીયમ મુજબ  એજન્સી નું કામ અટકાવાય તેમ નથી અને ચીફ ઓફિસરે આપેલ નોટિસ ની માંગણી ડાકોર નગરપાલિકા ના એન્જીનીયર અધિકારી પાસે કરતા તેવો એ નોટિસ આપવાની વાત ને ફગાવી દીધી હતી.