Sabarkantha Election Result: શોભનાબેન બારૈયાએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી હરાવ્યા

સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાની જીત પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી હરાવ્યા હતા સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ બેઠક પર ભાજપે ઉમેદવાર પણ બદલવો પડ્યો હતો અને પુરુષને બદલે મહિલા ઉમેદવારને મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. તુષાર ચૌધરી સામે ભાજપે સરકારી પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને મેદાને ઉચાર્યા હતા. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારે રસાકસી બાદ શોભનાબેન બારૈયાએ ભાજપના વિશ્વાસને જીતમાં ફેરવ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર 63.56 ટકા મતદાન થયું હતું. ભાજપના શોભનાબેન બારૈયાને દોઢ લાખથી વધુ મતોથી વિજય મેળવ્યો છે. શું હતો શોભના બેન સામે પડકાર ભાજપે સાબરકાઠા બેઠક ભિખાજી ઠાકોરની ટિકિટ કાપીને શોભનાબેન બારૈયાને આપી હતી. ત્યારબાદ તેમનો ભાજપના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો. કાર્યકરોનું કહેવું હતું કે શોભના બેન બારૈયા કોગ્રેસમાંથી ભાજપમાં જોડ્યા છે તેથી અમને તેમના પર વિશ્વાસ નથી. જો કે તેઓ કાર્યકર્તાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા અને આદીવાસી વિસ્તારના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીને માત આપી હતી. કેટલુ થયું હતુ મતદાન સાબરકાંઠા લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થયું હતું. સાબરકાંઠામાં કુલ 63.56 ટકા મતદાન થયું હતું. જેમાં બાયડ વિધાનસભા બેઠક પર 58.51 ટકા, ભિલોડામાં 59.59 ટકા, હિંમતનગરમાં 65.31 ટકા, ઇડરમાં 66.68 ટકા, ખેડબ્રહ્મામાં 71.39 ટકા, મોડાસામાં 61.13 ટકા અને પ્રાંતિજમાં 61.60 ટકા મતદાન થયું હતું. સાબરકાંઠા બેઠકનું ગણિત સાબરકાંઠા બેઠક આમ તો કૉંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી રહી છે. અહીં 17 વાર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાંથી માત્ર ચાર વાર ભાજપનો વિજય થયો છે. જ્યારે સાત વખત કૉંગ્રેસનો વિજય થયો છે. જોકે, 2009, 2014 અને 2019 એમ સતત ત્રણ ટર્મ જીતીને ભાજપે અહીંથી જીતની હેટ્રિક મારી છે. 2019માં શું પરિણામ આવ્યું? 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપ સિંહ રાઠોડ કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ ઠાકોર સામે 2,68,987 મતોથી જીત્યા હતા. દીપસિંહને 57.62 ટકા અને રાજેન્દ્રસિંહ ઠાકોરને 35.54 ટકા મત મળ્યા હતા.

Sabarkantha Election Result: શોભનાબેન બારૈયાએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી હરાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી
  • સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાની જીત
  • પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી હરાવ્યા હતા

સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ બેઠક પર ભાજપે ઉમેદવાર પણ બદલવો પડ્યો હતો અને પુરુષને બદલે મહિલા ઉમેદવારને મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. તુષાર ચૌધરી સામે ભાજપે સરકારી પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને મેદાને ઉચાર્યા હતા.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારે રસાકસી બાદ શોભનાબેન બારૈયાએ ભાજપના વિશ્વાસને જીતમાં ફેરવ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર 63.56 ટકા મતદાન થયું હતું. ભાજપના શોભનાબેન બારૈયાને દોઢ લાખથી વધુ મતોથી વિજય મેળવ્યો છે.

શું હતો શોભના બેન સામે પડકાર

ભાજપે સાબરકાઠા બેઠક ભિખાજી ઠાકોરની ટિકિટ કાપીને શોભનાબેન બારૈયાને આપી હતી. ત્યારબાદ તેમનો ભાજપના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો. કાર્યકરોનું કહેવું હતું કે શોભના બેન બારૈયા કોગ્રેસમાંથી ભાજપમાં જોડ્યા છે તેથી અમને તેમના પર વિશ્વાસ નથી. જો કે તેઓ કાર્યકર્તાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા અને આદીવાસી વિસ્તારના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીને માત આપી હતી.

કેટલુ થયું હતુ મતદાન

સાબરકાંઠા લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થયું હતું. સાબરકાંઠામાં કુલ 63.56 ટકા મતદાન થયું હતું. જેમાં બાયડ વિધાનસભા બેઠક પર 58.51 ટકા, ભિલોડામાં 59.59 ટકા, હિંમતનગરમાં 65.31 ટકા, ઇડરમાં 66.68 ટકા, ખેડબ્રહ્મામાં 71.39 ટકા, મોડાસામાં 61.13 ટકા અને પ્રાંતિજમાં 61.60 ટકા મતદાન થયું હતું.

સાબરકાંઠા બેઠકનું ગણિત

સાબરકાંઠા બેઠક આમ તો કૉંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી રહી છે. અહીં 17 વાર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાંથી માત્ર ચાર વાર ભાજપનો વિજય થયો છે. જ્યારે સાત વખત કૉંગ્રેસનો વિજય થયો છે. જોકે, 2009, 2014 અને 2019 એમ સતત ત્રણ ટર્મ જીતીને ભાજપે અહીંથી જીતની હેટ્રિક મારી છે.

2019માં શું પરિણામ આવ્યું?

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપ સિંહ રાઠોડ કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ ઠાકોર સામે 2,68,987 મતોથી જીત્યા હતા. દીપસિંહને 57.62 ટકા અને રાજેન્દ્રસિંહ ઠાકોરને 35.54 ટકા મત મળ્યા હતા.