સ્માર્ટ વીજ મીટરનો લોકો વિરોધ કરે છે પણ નેતાઓ તેમને સમર્થન આપતા નથી

વડોદરાઃ રવિવારની રજાના દિવસે અંગ દઝાડતી ગરમીમાં પણ વડોદરામાં લોકોએ સ્માર્ટ વીજ મીટર સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.ફતેગંજના સદર બજાર વિસ્તારમાં લોકોના ટોળાએ એકઠા થઈને મીટર લગાવવાના વિરોધમાં નારાબાજી કરી હતી.સ્થાનિક લોકોનુ કહેવુ હતુ કે, સ્માર્ટ મીટર હટાવવા માટે અરજી આપી છે પણ કોઈ જવાબ મળ્યો નથી.દર બે દિવસે ૫૦૦ રુપિયાનુ રિચાર્જ કરવાનો વારો આવી રહ્યો છે.જે લોકો પાસે સ્માર્ટ ફોન નથી તેમણે શું સ્માર્ટ મીટર માટે નવા સ્માર્ટ ફોન પણ ખરીદવા પડશે?જેટલુ કમાઈએ છે તેટલુ તો સ્માર્ટ વીજ મીટરમાં બિલ ભરવામાં જાય છે.અન્ય એક મહિલાએ કહ્યુ હતુ કે, અમારી જાણ બહાર જ મીટર લગાવીને કહેવામાં આવ્યુ હતુ કે, તમારુ બિલ ઓછુ આવશે.ઘરે કોઈ હતુ પણ નહીં અને મીટર લગાવીને વીજ કંપનીની ટીમ જતી રહી હતી.વીજ કંપનીને લોકોના આક્રોશના કારણે ગભરાઈને સ્માર્ટ મીટરો નાંખવાની કામગીરી બંધ કરી છે.જો જૂના અને નવા મીટરનુ બિલ એકસરખુ જ આવતુ હોય તો નવા મીટર લગાવો છો જ મું કામ, જૂના મીટરમાં શું ખરાબી છે?જો આવા મીટર લગાવવા હોય તો વીજળી ફ્રી કરી નાંખો...બીજા રાજયોમાં વીજળી ફ્રી જ મળે છે.લોકોનો આટલો વિરોધ છે પણ તેમના સમર્થનમાં નેતાઓ બહાર આવી રહ્યા નથી.સ્માર્ટ મીટરનું એ ટૂ ઝેડ...ના નામેવીજ કંપનીએ ગ્રાહકોને ઈ-મેઈલ પર ઈ- બૂકલેટ મોકલવાની શરુ કરી મધ્ય ગુજરાત વીજ કંપનીએ લોકોના આક્રોશને જોતા હાલમાં સ્માર્ટ મીટર લગાવવા પર અનિશ્ચિત મુદત માટે રોક લગાવી છે.હવે  વીજ કંપનીના અધિકારીઓ રહેણાંક વિસ્તારોમાં જઈને પહેલા સ્માર્ટ મીટર અંગે જાણકારી પૂરી પાડશે અને એ પછી જ સ્માર્ટ મીટર લગાવવા માટે આગળ કાર્યવાહી કરવામા આવશે.તેની સાથે સાથે હવે વીજ કંપનીએ ગ્રાહકોના રજિસ્ટર્ડ ઈ મેઈલ પર સ્માર્ટ મીટરનુ એ ટૂ ઝેડ...શિર્ષક હેઠળ નવ પાનની એક ઈ બૂકલેટ મોકલવાનુ શરુ કર્યુ છે.જેમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ પાછલી બાકી રકમની ગણતરી કેવી રીતે થાય છે, સ્માર્ટ મીટરમાં બિલની ગણતરી કેવી રીતે થાય છે, રિચાર્જ કરાવવા માટેના ધારાધોરણ શું છે, સ્માર્ટ મીટરના ફાયદા શું છે, મોબાઈલ એપ ડાઉનલોડ કેવી રીતે કરવાની અને વીજ જોડાણ કયા સંજોગોમાં કપાઈ શકે છે તેવી તમામ જાણકારી પૂરી પાડવામાં આવી છે.

સ્માર્ટ વીજ મીટરનો લોકો વિરોધ કરે છે પણ નેતાઓ તેમને સમર્થન આપતા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ રવિવારની રજાના દિવસે અંગ દઝાડતી ગરમીમાં પણ વડોદરામાં લોકોએ સ્માર્ટ વીજ મીટર સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.ફતેગંજના સદર બજાર વિસ્તારમાં લોકોના ટોળાએ એકઠા થઈને મીટર લગાવવાના વિરોધમાં નારાબાજી કરી હતી.

સ્થાનિક લોકોનુ કહેવુ હતુ કે, સ્માર્ટ મીટર હટાવવા માટે અરજી આપી છે પણ કોઈ જવાબ મળ્યો નથી.દર બે દિવસે ૫૦૦ રુપિયાનુ રિચાર્જ કરવાનો વારો આવી રહ્યો છે.જે લોકો પાસે સ્માર્ટ ફોન નથી તેમણે શું સ્માર્ટ મીટર માટે નવા સ્માર્ટ ફોન પણ ખરીદવા પડશે?જેટલુ કમાઈએ છે તેટલુ તો સ્માર્ટ વીજ મીટરમાં બિલ ભરવામાં જાય છે.

અન્ય એક મહિલાએ કહ્યુ હતુ કે, અમારી જાણ બહાર જ મીટર લગાવીને કહેવામાં આવ્યુ હતુ કે, તમારુ બિલ ઓછુ આવશે.ઘરે કોઈ હતુ પણ નહીં અને મીટર લગાવીને વીજ કંપનીની ટીમ જતી રહી હતી.વીજ કંપનીને લોકોના આક્રોશના કારણે ગભરાઈને સ્માર્ટ મીટરો નાંખવાની કામગીરી બંધ કરી છે.જો જૂના અને નવા મીટરનુ બિલ એકસરખુ જ આવતુ હોય તો નવા મીટર લગાવો છો જ મું કામ, જૂના મીટરમાં શું ખરાબી છે?જો આવા મીટર લગાવવા હોય તો વીજળી ફ્રી કરી નાંખો...બીજા રાજયોમાં વીજળી ફ્રી જ મળે છે.લોકોનો આટલો વિરોધ છે પણ તેમના સમર્થનમાં નેતાઓ બહાર આવી રહ્યા નથી.

સ્માર્ટ મીટરનું એ ટૂ ઝેડ...ના નામે

વીજ કંપનીએ ગ્રાહકોને ઈ-મેઈલ પર ઈ- બૂકલેટ મોકલવાની શરુ કરી 

મધ્ય ગુજરાત વીજ કંપનીએ લોકોના આક્રોશને જોતા હાલમાં સ્માર્ટ મીટર લગાવવા પર અનિશ્ચિત મુદત માટે રોક લગાવી છે.હવે  વીજ કંપનીના અધિકારીઓ રહેણાંક વિસ્તારોમાં જઈને પહેલા સ્માર્ટ મીટર અંગે જાણકારી પૂરી પાડશે અને એ પછી જ સ્માર્ટ મીટર લગાવવા માટે આગળ કાર્યવાહી કરવામા આવશે.તેની સાથે સાથે હવે વીજ કંપનીએ ગ્રાહકોના રજિસ્ટર્ડ ઈ મેઈલ પર સ્માર્ટ મીટરનુ એ ટૂ ઝેડ...શિર્ષક હેઠળ નવ પાનની એક ઈ બૂકલેટ મોકલવાનુ શરુ કર્યુ છે.જેમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ પાછલી બાકી રકમની ગણતરી કેવી રીતે થાય છે, સ્માર્ટ મીટરમાં બિલની ગણતરી કેવી રીતે થાય છે, રિચાર્જ કરાવવા માટેના ધારાધોરણ શું છે, સ્માર્ટ મીટરના ફાયદા શું છે, મોબાઈલ એપ ડાઉનલોડ કેવી રીતે કરવાની અને વીજ જોડાણ કયા સંજોગોમાં કપાઈ શકે છે તેવી તમામ જાણકારી પૂરી પાડવામાં આવી છે.