Rajkot :રવિવારની રજામાં પણ મનપા કચેરી ધમધમતી રહી, કમિશનર સહિતના અધિકારીઓ હાજર

HCમાં જવાબો રજૂ કરવાના હોવાથી અધિકારીઓની દોડધામઆગામી તા.6ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણી થશે કમિશનર દ્વારા સીલ કામગીરી મામલે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ યોજવામાં આવી  રાજકોટના ટી.આર.પી. આગકાંડની દુર્ઘટના પછીના આ સતત બીજા રવિવારે મહાપાલિકા કચેરીમાં રજાના દિવસે કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. કમિશનર તેમજ ત્રણે ડી.એમ.સી. સહિતના અધિકારીઓ હાજર રહેતા અન્ય બ્રાંચોમાં પણ કામગીરી ચાલુ રહી હતી. જો કે, ટી.પી., ફાયર અને મહેકમ વિભાગ દ્વારા સતત રિપોર્ટ તૈયાર કરવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમાટ જોવા મળી રહ્યોછે. આજે પણ આ ત્રણે શાખા ચાલુ રહી હતી.  ટી.પી.ઓ. તરીકે શુક્રવારે સાંજે પંડયા હાજર થયા બાદ આજે તેઓ પણ ટી.પી. શાખામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત કમિશનર દેવાંગ દેસાઈ અને અન્ય અધિકારીઓ પણ કચેરીએ આવ્યા હતા અને વિવિધ કામગીરીમાં વ્યસ્ત રહ્યાની વિગતો પ્રાપ્ત થાય છે. કમિશનર દ્વારા સીલ કામગીરી મામલે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ યોજવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી સતત ટીમો ફિલ્ડમાં દોડીને ફાયર એન.ઓ.સી. ન હોય તેવી મિલકતોને સીલ મારી રહી છે. હોસ્પિટલ, સ્કૂલ, હોટલ,રેસ્ટોરંટ, પેટ્રોલપંપ, વ્યાપારિક સંકુલો, પ્લે હાઉસને સીલ કરવામાં આવી રહ્યા છે. જેની પણ વિગતો અંગે ચર્ચા વિચારણા થઈ હતી. આગકાંડ બાદ ઉભી થયેલી સ્થિતિમાં સતત વિવિધ અહેવાલો અલગ અલગ સરકારી કચેરીઓમાંથી માંગવામાં આવી રહ્યા છે. તપાસનીશ ટીમો પણ મહાપાલિકા કચેરીએ ગમે ત્યારે આવતી હોવાથી તેને પણ વિગતો આપવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટની ટીમો આવીને અલગ અલગ શાખાના 45 કર્મચારી, અધિકારીઓના વિવિઘ વિગતો લઈ ગઈ છે. સાગઠીયા અનેખેરની ચેમ્બરને પણ ચેક કરીને કેટલુંક સાહિત્ય અગાઉ લઈ જવાયું છે. આગામી તા.6ના રોજ હાઈકોર્ટમાં આ પ્રકરણે સુનાવણી આગળ ધપવાની છે ત્યારે આજે અલગ અલગ શાખાઓ અને અધિકારીઓ દ્વારા વિવિધ રિપોર્ટ તૈયાર કરીને તેના પુરાવા સાથે ફાઈલો તૈયાર થઈ રહી છે.

Rajkot :રવિવારની રજામાં પણ મનપા કચેરી ધમધમતી રહી, કમિશનર સહિતના અધિકારીઓ હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • HCમાં જવાબો રજૂ કરવાના હોવાથી અધિકારીઓની દોડધામ
  • આગામી તા.6ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણી થશે
  • કમિશનર દ્વારા સીલ કામગીરી મામલે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ યોજવામાં આવી

 રાજકોટના ટી.આર.પી. આગકાંડની દુર્ઘટના પછીના આ સતત બીજા રવિવારે મહાપાલિકા કચેરીમાં રજાના દિવસે કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. કમિશનર તેમજ ત્રણે ડી.એમ.સી. સહિતના અધિકારીઓ હાજર રહેતા અન્ય બ્રાંચોમાં પણ કામગીરી ચાલુ રહી હતી. જો કે, ટી.પી., ફાયર અને મહેકમ વિભાગ દ્વારા સતત રિપોર્ટ તૈયાર કરવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમાટ જોવા મળી રહ્યોછે. આજે પણ આ ત્રણે શાખા ચાલુ રહી હતી.

 ટી.પી.ઓ. તરીકે શુક્રવારે સાંજે પંડયા હાજર થયા બાદ આજે તેઓ પણ ટી.પી. શાખામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત કમિશનર દેવાંગ દેસાઈ અને અન્ય અધિકારીઓ પણ કચેરીએ આવ્યા હતા અને વિવિધ કામગીરીમાં વ્યસ્ત રહ્યાની વિગતો પ્રાપ્ત થાય છે. કમિશનર દ્વારા સીલ કામગીરી મામલે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ યોજવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી સતત ટીમો ફિલ્ડમાં દોડીને ફાયર એન.ઓ.સી. ન હોય તેવી મિલકતોને સીલ મારી રહી છે. હોસ્પિટલ, સ્કૂલ, હોટલ,રેસ્ટોરંટ, પેટ્રોલપંપ, વ્યાપારિક સંકુલો, પ્લે હાઉસને સીલ કરવામાં આવી રહ્યા છે. જેની પણ વિગતો અંગે ચર્ચા વિચારણા થઈ હતી. આગકાંડ બાદ ઉભી થયેલી સ્થિતિમાં સતત વિવિધ અહેવાલો અલગ અલગ સરકારી કચેરીઓમાંથી માંગવામાં આવી રહ્યા છે. તપાસનીશ ટીમો પણ મહાપાલિકા કચેરીએ ગમે ત્યારે આવતી હોવાથી તેને પણ વિગતો આપવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટની ટીમો આવીને અલગ અલગ શાખાના 45 કર્મચારી, અધિકારીઓના વિવિઘ વિગતો લઈ ગઈ છે. સાગઠીયા અનેખેરની ચેમ્બરને પણ ચેક કરીને કેટલુંક સાહિત્ય અગાઉ લઈ જવાયું છે. આગામી તા.6ના રોજ હાઈકોર્ટમાં આ પ્રકરણે સુનાવણી આગળ ધપવાની છે ત્યારે આજે અલગ અલગ શાખાઓ અને અધિકારીઓ દ્વારા વિવિધ રિપોર્ટ તૈયાર કરીને તેના પુરાવા સાથે ફાઈલો તૈયાર થઈ રહી છે.