માણસામાં યુવકની નજર ચૂકવી ચાર ગઠિયા પાંચ લાખ રૃપિયા લઈ પલાયન

ખાનગી બેન્કમાં નોકરી કરતો યુવક આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ લઇને જતો ત્યારે ભોગ બન્યોમાણસા :  માણસા શહેરમાં આવેલી ખાનગી બેંકમાં નોકરી કરતો યુવક ગઈકાલે સરદાર પટેલ માર્કેટમાં આવેલ આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ રૃપિયા રોકડા લઈ એક્ટિવાની ડીકીમાં મૂકી ગાંધીનગર રોડ પર આવેલ મુક્તાનંદ કોમ્પલેક્ષ પાસે એક્ટિવા મૂક્યું હતું અને જ્યારે તે ડીકીમાંથી પૈસા લેવા માટે ગયો તે વખતે હાઇવે પર બાઈક પર ઉભા રહેલા બે ઈસમોએ તેને બોલાવી સરનામું પૂછવાના બહાને વાતોમાં પરોવી બીજા બાઈક પર આવેલા તેના બે સાગરીતોએ એકટીવામાંથી પાંચ લાખ રૃપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે યુવકે અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા માણસા પોલીસે ગુનો નોંધી  કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.માણસા તાલુકાના લીંબોદરા ગામે ચૌધરી વાસમાં રહેતો અને માણસાની ખાનગી બેંકમાં નોકરી કરતો વિમલેશકુમાર દશરથભાઈ ચૌધરી ગઈકાલે સવારે તેની નોકરી પર હાજર હતો તે દરમિયાન તેના પિતરાઈ ભાઈએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે માણસાના સરદાર પટેલ માર્કેટમાં આવેલ આંગડિયા પેઢીમાં તેના પાંચ લાખ રૃપિયા આવવાના છે જે તું લઈ આવજે તેવું જણાવતા આ યુવક તેનું એકટીવા લઈ બપોરે ત્રણ વાગ્યે સરદાર પટેલ માર્કેટમાં આવેલ આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ રૃપિયા એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ તેના એકટીવાની ડીકીમાં મૂકી તે નોકરીના સ્થળ ઉપર મુકતાનંદ કોમ્પલેક્ષ ગાંધીનગર હાઇવે પર આવ્યો હતો અને એકટીવા મૂકી બેંકમાં ગયા બાદ થોડીવાર પછી તે ડીકીમાં મુકેલ પાંચ લાખ રૃપિયા લેવા માટે ગયો તે વખતે હાઇવે પર એક બાઈક પર બે યુવકો મોઢા પર રૃમાલ બાંધીને આવ્યા હતા અને તેમણે જોરથી બૂમ પાડી આ યુવકને તેમની પાસે બોલાવી નગરપાલિકાનું સરનામું પૂછી વાતોમાં પરોવ્યો હતો તે દરમિયાન પાછળ થી અન્ય એક બાઈક પર મોઢે રૃમાલ બાંધી આવેલા બે ઈસમોએ એક્ટિવાની ડેકીમાંથી પાંચ લાખ રૃપિયાની થેલીની ચોરી કરી પાલન થઈ ગયા હતા તો યુવક જ્યારે એકટીવા પાસે ગયો અને પૈસા ડીકીમાં જણાયા ન હતા. જેથી તેણે આજુબાજુ શોધખોળ કરી બાજુમાં આવેલ એક જગ્યા પર સીસીટીવી કેમેરા ચેક કરતા બે બાઈક પર આવેલા ચાર ઈસમોએ નજર ચૂકવી વાતોમાં પરોવી પાંચ લાખ રૃપિયાની તફડંચી કરી હોવાનો ખ્યાલ આવતા યુવકે અજાણ્યા ચાર ઈસમો  વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.   

માણસામાં યુવકની નજર ચૂકવી ચાર ગઠિયા પાંચ લાખ રૃપિયા લઈ પલાયન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ખાનગી બેન્કમાં નોકરી કરતો યુવક આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ લઇને જતો ત્યારે ભોગ બન્યો

માણસા :  માણસા શહેરમાં આવેલી ખાનગી બેંકમાં નોકરી કરતો યુવક ગઈકાલે સરદાર પટેલ માર્કેટમાં આવેલ આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ રૃપિયા રોકડા લઈ એક્ટિવાની ડીકીમાં મૂકી ગાંધીનગર રોડ પર આવેલ મુક્તાનંદ કોમ્પલેક્ષ પાસે એક્ટિવા મૂક્યું હતું અને જ્યારે તે ડીકીમાંથી પૈસા લેવા માટે ગયો તે વખતે હાઇવે પર બાઈક પર ઉભા રહેલા બે ઈસમોએ તેને બોલાવી સરનામું પૂછવાના બહાને વાતોમાં પરોવી બીજા બાઈક પર આવેલા તેના બે સાગરીતોએ એકટીવામાંથી પાંચ લાખ રૃપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે યુવકે અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા માણસા પોલીસે ગુનો નોંધી  કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના લીંબોદરા ગામે ચૌધરી વાસમાં રહેતો અને માણસાની ખાનગી બેંકમાં નોકરી કરતો વિમલેશકુમાર દશરથભાઈ ચૌધરી ગઈકાલે સવારે તેની નોકરી પર હાજર હતો તે દરમિયાન તેના પિતરાઈ ભાઈએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે માણસાના સરદાર પટેલ માર્કેટમાં આવેલ આંગડિયા પેઢીમાં તેના પાંચ લાખ રૃપિયા આવવાના છે જે તું લઈ આવજે તેવું જણાવતા આ યુવક તેનું એકટીવા લઈ બપોરે ત્રણ વાગ્યે સરદાર પટેલ માર્કેટમાં આવેલ આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ રૃપિયા એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ તેના એકટીવાની ડીકીમાં મૂકી તે નોકરીના સ્થળ ઉપર મુકતાનંદ કોમ્પલેક્ષ ગાંધીનગર હાઇવે પર આવ્યો હતો અને એકટીવા મૂકી બેંકમાં ગયા બાદ થોડીવાર પછી તે ડીકીમાં મુકેલ પાંચ લાખ રૃપિયા લેવા માટે ગયો તે વખતે હાઇવે પર એક બાઈક પર બે યુવકો મોઢા પર રૃમાલ બાંધીને આવ્યા હતા અને તેમણે જોરથી બૂમ પાડી આ યુવકને તેમની પાસે બોલાવી નગરપાલિકાનું સરનામું પૂછી વાતોમાં પરોવ્યો હતો તે દરમિયાન પાછળ થી અન્ય એક બાઈક પર મોઢે રૃમાલ બાંધી આવેલા બે ઈસમોએ એક્ટિવાની ડેકીમાંથી પાંચ લાખ રૃપિયાની થેલીની ચોરી કરી પાલન થઈ ગયા હતા તો યુવક જ્યારે એકટીવા પાસે ગયો અને પૈસા ડીકીમાં જણાયા ન હતા. જેથી તેણે આજુબાજુ શોધખોળ કરી બાજુમાં આવેલ એક જગ્યા પર સીસીટીવી કેમેરા ચેક કરતા બે બાઈક પર આવેલા ચાર ઈસમોએ નજર ચૂકવી વાતોમાં પરોવી પાંચ લાખ રૃપિયાની તફડંચી કરી હોવાનો ખ્યાલ આવતા યુવકે અજાણ્યા ચાર ઈસમો  વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.