Rajkot TRP GameZone: CM ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ

મુખ્યમંત્રીએ ગિરિરાજ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી CM કલેક્ટર ઓફિસે કરી શકે છે સમીક્ષા બેઠક ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોત રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર ઓફિસની મુલાકાત કરીને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે. તેમજ કલેક્ટર ઓફિસે સમીક્ષા બેઠક કરી શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી CM ભૂપેન્દ્ર પટેલ સાથે હાજર રહ્યાં છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિરાજ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી છે.  ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોત રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોતના થયા છે. આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. હવે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ તપાસ કરવાનો નિર્ણય કરાયો છે. ડીએનએ ટેસ્ટ કર્યા પછી જ મૃતદેહોની ઓળખ થઈ શકશે. રાજકોટમાં સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ કરતા પણ મોટો અગ્નિકાંડ સામે આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. રાજકોટમાં 5 વર્ષ બાદ તક્ષશિલાથી પણ મોટો અગ્નિકાંડ સામે આવ્યો છે. TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે, આપણે ભૂતકાળની ઘટનાઓથી કઈ શિખ્યા નથી. આગકાંડ બાદ ગેમઝોનના સંચાલકો ફરાર થઈ ગયા છે. આ ગેમ ઝોનમાં 30-40નો સ્ટાફ હતો જે તમામ હાલ ફરાર છે. તો બીજી તરફ મૃતદેહો એ હદે બળી ગયા છે કે, DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ થશે. યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમ ઝોનના સંચાલકો હોવાની માહિતી સામે આવી રહી છે. ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ ફરાર હોવાની માહિતી સામે આવી છે. જો કે તેને જગ્યા ભાડે આપી હતી તેવી માહિતી સામે આવી છે. પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હાલમાં રાજકોટના તમામ ગેમઝોન બંધ કરવા આદેશ અપાય છે. ફાયર સેફ્ટી સહિતના તમામ બાબતે તમામ ગેમ ઝોનની તપાસ થશે ત્યાર બાદ જ ચાલું કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, 'ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.' નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.

Rajkot TRP GameZone: CM ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુખ્યમંત્રીએ ગિરિરાજ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી
  • CM કલેક્ટર ઓફિસે કરી શકે છે સમીક્ષા બેઠક
  • ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોત

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર ઓફિસની મુલાકાત કરીને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે. તેમજ કલેક્ટર ઓફિસે સમીક્ષા બેઠક કરી શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી CM ભૂપેન્દ્ર પટેલ સાથે હાજર રહ્યાં છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિરાજ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી છે.

 ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોત

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોતના થયા છે. આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. હવે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ તપાસ કરવાનો નિર્ણય કરાયો છે. ડીએનએ ટેસ્ટ કર્યા પછી જ મૃતદેહોની ઓળખ થઈ શકશે. રાજકોટમાં સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ કરતા પણ મોટો અગ્નિકાંડ સામે આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. રાજકોટમાં 5 વર્ષ બાદ તક્ષશિલાથી પણ મોટો અગ્નિકાંડ સામે આવ્યો છે.

TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી

TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે, આપણે ભૂતકાળની ઘટનાઓથી કઈ શિખ્યા નથી. આગકાંડ બાદ ગેમઝોનના સંચાલકો ફરાર થઈ ગયા છે. આ ગેમ ઝોનમાં 30-40નો સ્ટાફ હતો જે તમામ હાલ ફરાર છે. તો બીજી તરફ મૃતદેહો એ હદે બળી ગયા છે કે, DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ થશે. યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમ ઝોનના સંચાલકો હોવાની માહિતી સામે આવી રહી છે. ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ ફરાર હોવાની માહિતી સામે આવી છે. જો કે તેને જગ્યા ભાડે આપી હતી તેવી માહિતી સામે આવી છે.

પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હાલમાં રાજકોટના તમામ ગેમઝોન બંધ કરવા આદેશ અપાય છે. ફાયર સેફ્ટી સહિતના તમામ બાબતે તમામ ગેમ ઝોનની તપાસ થશે ત્યાર બાદ જ ચાલું કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, 'ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.' નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.