Jamnagar News: જામનગરની સભા પહેલા પીએમ મોદીની જામસાહેબ સાથે મુલાકાત

જામસાહેબની આ પાઘડી મારા માટે પ્રસાદ છેજામસાહેબ પાઘડી પહેરાવે પછી કંઇ બાકી ન રહેજામસાહેબનો પ્રેમ મારા માટે ખુબ મહત્વનો છેઆજે, આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ એક કુલ ત્રણ જાહેરસભાઓ સંબોધી હતી. તો હવે, પીએમ મોદી આજની પોતાની ચોથી અને ગુજરાત પ્રવાસની છઠ્ઠી અને અંતિમ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. જામનગરમાં સભા સ્થળ પર પહોંચતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામસાહેબ સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીની જામસાહેબ સાથે મુલાકાત જામનગરની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ આજે જામસાહેબને મળવા પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી જામનગરના પાયલોટ બંગલો ખાતે પહોંચ્યા છે. હાલ અત્યારે પીએમ મોદી જામસાહેબ સાથે તેમના શરુ સેક્સન ખાતે બંગલે ચર્ચા કરી હતી. તો જામસાહેબની મુલાકાતને લઈને પીએમ મોદીએ ટ્વિટ પણ કર્યું હતું. ટ્વિટ કરતાં પીએમ મોદીએ લખ્યું કે જામનગર પહોંચતાની સાથે જ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના નિવાસસ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી. તેમની સાથેની ચર્ચા અદભૂત રહી. તેમની સાથેની મુલાકાત હંમેશા આનંદદાયક હોય છે. તેની હૂંફ અને શાણપણ અનુકરણીય છે. સંબોધનમાં પણ કર્યો મુલાકાતનો ઉલ્લેખ તો જામસાહેબ સાથેની મુલાકાતનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પણ કર્યો. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરી તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સભા પહેલા જામસાહેબ સાથે મુલાકાત કરી. જામસાહેબની પાઘડી મારા માટે આશીર્વાદ છે. જામસાહેબે પાઘડી પહેરાવી પછી કઈ બાકી ન રહે. જામસાહેબનો પ્રેમ મારા માટે ખુબ મહત્વનો છે. જામસાહેબ વિજય ભવ કહે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે.  

Jamnagar News: જામનગરની સભા પહેલા પીએમ મોદીની જામસાહેબ સાથે મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામસાહેબની આ પાઘડી મારા માટે પ્રસાદ છે
  • જામસાહેબ પાઘડી પહેરાવે પછી કંઇ બાકી ન રહે
  • જામસાહેબનો પ્રેમ મારા માટે ખુબ મહત્વનો છે

આજે, આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ એક કુલ ત્રણ જાહેરસભાઓ સંબોધી હતી. તો હવે, પીએમ મોદી આજની પોતાની ચોથી અને ગુજરાત પ્રવાસની છઠ્ઠી અને અંતિમ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. જામનગરમાં સભા સ્થળ પર પહોંચતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામસાહેબ સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા હતા. 


પીએમ મોદીની જામસાહેબ સાથે મુલાકાત 

જામનગરની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ આજે જામસાહેબને મળવા પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી જામનગરના પાયલોટ બંગલો ખાતે પહોંચ્યા છે. હાલ અત્યારે પીએમ મોદી જામસાહેબ સાથે તેમના શરુ સેક્સન ખાતે બંગલે ચર્ચા કરી હતી. તો જામસાહેબની મુલાકાતને લઈને પીએમ મોદીએ ટ્વિટ પણ કર્યું હતું.

ટ્વિટ કરતાં પીએમ મોદીએ લખ્યું કે જામનગર પહોંચતાની સાથે જ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના નિવાસસ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી. તેમની સાથેની ચર્ચા અદભૂત રહી. તેમની સાથેની મુલાકાત હંમેશા આનંદદાયક હોય છે. તેની હૂંફ અને શાણપણ અનુકરણીય છે. 

સંબોધનમાં પણ કર્યો મુલાકાતનો ઉલ્લેખ 

તો જામસાહેબ સાથેની મુલાકાતનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પણ કર્યો. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરી તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સભા પહેલા જામસાહેબ સાથે મુલાકાત કરી. જામસાહેબની પાઘડી મારા માટે આશીર્વાદ છે. જામસાહેબે પાઘડી પહેરાવી પછી કઈ બાકી ન રહે. જામસાહેબનો પ્રેમ મારા માટે ખુબ મહત્વનો છે. જામસાહેબ વિજય ભવ કહે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે.