ગોહિલવાડમાં નવા ઘંઉના ભાવ સિઝનની શરૂઆતથી જ ઉંચા રહ્યા

- ઘંઉના ઉંચા ભાવથી કિચન બજેટ વધી જશે- અલગ-અલગ ભારે અને મધ્યમ ગુણવત્તાવાળા ઘંઉના ભાવમાં મણદીઠ રૂા 20 થી વધુનો વધારો ઝીંકાયોભાવનગર : ગોહિલવાડમાં છેલ્લા પખવાડિયાથી બારમાસી નવા ઘંઉ અને મસાલાની સીઝન જામી રહેલ છે. મસાલાની સાથોસાથ નવા ઘંઉના ભાવ સિઝનની શરૂઆતથી જ આસમાનને આંબેલા રહ્યા છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે અલગ અલગ ભારે અને મધ્યમ ગુણવત્તાવાળા ઘંઉના ભાવમાં કિલોએ રૂા બે અને મણદીઠ રૂા ૨૦ આસપાસનો ભાવ વધારો થયો છે તેમ છતાં તેની ડિમાન્ડમાં ઘટાડો થયો નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બારમાસી નવા ઘંઉના ભાવ સિઝનની શરૂઆતથી જ ઉંચા રહેતા મધ્યમવર્ગીય પરિવારોએ જે તે સમયે હાલ પુરતુ ઘંઉ ખરીદવાનું મુલત્વી રાખ્યુ હતુ. છેલ્લા વર્ષો કરતા આ વર્ષે ઉંચા ભાવ હોવાથી વિક્રેતાઓ અને ગૃહિણીઓમાં દેકારો જોવા મળ્યો હતો.તેમ છતાં શહેરની દાણાપીઠ, યાર્ડ, મોલ તેમજ બ્રાન્ડેડ શોરૂમ સહિતના સ્થળોએ ગૃહિણીઓ સહિત ગ્રાહકો દ્વારા ઘંઉના ભાવ સંબંધિત સતત પુછપરછ અને ખરીદી થઈ રહેલ છે. અગાઉની તુલનામાં હવે તો વિવિધ જ્ઞાાતિ, સમાજ અને મંડળો દ્વારા પણ મરચુ, ધાણાજીરૂ સહિતના મસાલાની સાથોસાથ ઘંઉનું પણ સેવાકીય ભાવનાથી સામુહિક રીતે રાહત દરે વેચાણની પ્રક્રિયા શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છાસવારે હવામાનમાં આવતો પલ્ટો અને અવારનવાર માવઠાના આક્રમણ વચ્ચે ઘંઉનું ઉત્પાદન ધાર્યા કરતા ઓછુ થયુ હોવાને લીધે તેના ભાવ ઉંચા જણાઈ રહ્યા છે. આ અગાઉ રાજયભરમાં વિઘે ૪૫ મણ ઘંઉ ઉગતા હતા તેની સામે માવઠુ સહિતના કુદરતી અને અકુદરતી કારણોવશાત ઘંઉના ઉત્પાદનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજયના કેટલાક જિલ્લાઓમાં તેનુ વાવેતર મોડુ થયુ હતુ.તેમજ નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં કેનાલમાં પાણી છોડવા સહિતના કારણોથી તેમજ અમદાવાદ જિલ્લાના ભાલ પંથકમાં ગરમીનું પ્રમાણ વધતા ભાલીયા ઘંઉના ઉત્પાદનમાં ઘટ પડી હતી. તેમજ મહુવા સહિતના માર્કેટીંગ યાર્ડોમાં પણ ઘંઉની આવક નહિવત રહેલ છે. તા.૬ એપ્રિલને શનિવારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ઘંઉ ટુકડાના ૯૪૦ કટાઓનું વેચાણ થયુ હતુ. જેના ઉંચા ૬૩૮ ભાવ બોલાયા હતા. હાલ સ્થાનિક બજારમાં રોયલ એમ.પી. શરબતી ઘંઉ રૂા ૩૧૦૦ આસપાસ, ગોલ્ડન સ્ટોન રૂા ૪૮૦૦, એમ.પી.શરબતી ઘંઉ રૂા ૩૮૦૦, દેશી ટુકડા ઘંઉ રૂા ૩૩૦૦, અમરેલીના ટુકડા ઘંઉ રૂા ૩૦૫૦ અને એમ.પી. સોનેરી ટુકડા રૂા ૩૪૦૦ આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે. જેમાં આ ઉપરાંત યુધ્ધ અને પ્રતિબંધોની સ્થિતીમાં પણ ઘંઉના ઉત્પાદન અને નિકાસ પર પણ તેની માઠી અસર થઈ છે. ભાવનગર સહિત જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં હાલ ઘંઉની આવક પ્રમાણમાં પાંખી રહેતા આ વખતે ગોહિલવાડ સહિત રાજયમાં ઘંઉનું ઉત્પાદન ઓછુ થયુ હોવાનુ ખેડૂતોએ જણાવ્યુ હતુ.સીઝનના આરંભથી જ ઘંઉના મણે રૂા ૫૫૦ થી ૬૦૦ નો ભાવ ખુલતા મધ્યમવર્ગની કઠણાઈ વધી રહી છે આ સાથે તેઓનું ઘંઉ ભરવાનું બજેટ વધારવાનો વખત આવશે. છેલ્લા બે વર્ષથી ઘંઉના ભાવ ઉંચા નવા ઘંઉના સીઝન ખુલતામાં જ મણે રૂા ૨૦ થી ૨૫ ની તેજી આવી છે. આમ પણ છેલ્લા બે વર્ષથી ઘંઉના ભાવ ઘણા ઉંચા રહેવા છતા વેચવાલી આવતી નથી. તેજી છતાં ઘંઉના વાવેતરમાં આ વર્ષે રાજયમાં ૨૦ ટકા ઘટાડો થયો છે. વાવેતર ઓછા થયા બાદ ઉતારા પણ ઈયળોના ઉપદ્રવને લીધે ઓછા મળ્યા છે.તેથી સીઝનના આરંભે ઘંઉના ભાવ ઉંચા રહ્યા છે. 

ગોહિલવાડમાં નવા ઘંઉના ભાવ સિઝનની શરૂઆતથી જ ઉંચા રહ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઘંઉના ઉંચા ભાવથી કિચન બજેટ વધી જશે

- અલગ-અલગ ભારે અને મધ્યમ ગુણવત્તાવાળા ઘંઉના ભાવમાં મણદીઠ રૂા 20 થી વધુનો વધારો ઝીંકાયો

ભાવનગર : ગોહિલવાડમાં છેલ્લા પખવાડિયાથી બારમાસી નવા ઘંઉ અને મસાલાની સીઝન જામી રહેલ છે. મસાલાની સાથોસાથ નવા ઘંઉના ભાવ સિઝનની શરૂઆતથી જ આસમાનને આંબેલા રહ્યા છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે અલગ અલગ ભારે અને મધ્યમ ગુણવત્તાવાળા ઘંઉના ભાવમાં કિલોએ રૂા બે અને મણદીઠ રૂા ૨૦ આસપાસનો ભાવ વધારો થયો છે તેમ છતાં તેની ડિમાન્ડમાં ઘટાડો થયો નથી. 

ગત વર્ષની જેમ આ વર્ષે પણ બારમાસી નવા ઘંઉના ભાવ સિઝનની શરૂઆતથી જ ઉંચા રહેતા મધ્યમવર્ગીય પરિવારોએ જે તે સમયે હાલ પુરતુ ઘંઉ ખરીદવાનું મુલત્વી રાખ્યુ હતુ. છેલ્લા વર્ષો કરતા આ વર્ષે ઉંચા ભાવ હોવાથી વિક્રેતાઓ અને ગૃહિણીઓમાં દેકારો જોવા મળ્યો હતો.તેમ છતાં શહેરની દાણાપીઠ, યાર્ડ, મોલ તેમજ બ્રાન્ડેડ શોરૂમ સહિતના સ્થળોએ ગૃહિણીઓ સહિત ગ્રાહકો દ્વારા ઘંઉના ભાવ સંબંધિત સતત પુછપરછ અને ખરીદી થઈ રહેલ છે. અગાઉની તુલનામાં હવે તો વિવિધ જ્ઞાાતિ, સમાજ અને મંડળો દ્વારા પણ મરચુ, ધાણાજીરૂ સહિતના મસાલાની સાથોસાથ ઘંઉનું પણ સેવાકીય ભાવનાથી સામુહિક રીતે રાહત દરે વેચાણની પ્રક્રિયા શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છાસવારે હવામાનમાં આવતો પલ્ટો અને અવારનવાર માવઠાના આક્રમણ વચ્ચે ઘંઉનું ઉત્પાદન ધાર્યા કરતા ઓછુ થયુ હોવાને લીધે તેના ભાવ ઉંચા જણાઈ રહ્યા છે. આ અગાઉ રાજયભરમાં વિઘે ૪૫ મણ ઘંઉ ઉગતા હતા તેની સામે માવઠુ સહિતના કુદરતી અને અકુદરતી કારણોવશાત ઘંઉના ઉત્પાદનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજયના કેટલાક જિલ્લાઓમાં તેનુ વાવેતર મોડુ થયુ હતુ.તેમજ નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં કેનાલમાં પાણી છોડવા સહિતના કારણોથી તેમજ અમદાવાદ જિલ્લાના ભાલ પંથકમાં ગરમીનું પ્રમાણ વધતા ભાલીયા ઘંઉના ઉત્પાદનમાં ઘટ પડી હતી. તેમજ મહુવા સહિતના માર્કેટીંગ યાર્ડોમાં પણ ઘંઉની આવક નહિવત રહેલ છે. તા.૬ એપ્રિલને શનિવારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ઘંઉ ટુકડાના ૯૪૦ કટાઓનું વેચાણ થયુ હતુ. જેના ઉંચા ૬૩૮ ભાવ બોલાયા હતા. હાલ સ્થાનિક બજારમાં રોયલ એમ.પી. શરબતી ઘંઉ રૂા ૩૧૦૦ આસપાસ, ગોલ્ડન સ્ટોન રૂા ૪૮૦૦, એમ.પી.શરબતી ઘંઉ રૂા ૩૮૦૦, દેશી ટુકડા ઘંઉ રૂા ૩૩૦૦, અમરેલીના ટુકડા ઘંઉ રૂા ૩૦૫૦ અને એમ.પી. સોનેરી ટુકડા રૂા ૩૪૦૦ આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે. જેમાં આ ઉપરાંત યુધ્ધ અને પ્રતિબંધોની સ્થિતીમાં પણ ઘંઉના ઉત્પાદન અને નિકાસ પર પણ તેની માઠી અસર થઈ છે. ભાવનગર સહિત જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં હાલ ઘંઉની આવક પ્રમાણમાં પાંખી રહેતા આ વખતે ગોહિલવાડ સહિત રાજયમાં ઘંઉનું ઉત્પાદન ઓછુ થયુ હોવાનુ ખેડૂતોએ જણાવ્યુ હતુ.સીઝનના આરંભથી જ ઘંઉના મણે રૂા ૫૫૦ થી ૬૦૦ નો ભાવ ખુલતા મધ્યમવર્ગની કઠણાઈ વધી રહી છે આ સાથે તેઓનું ઘંઉ ભરવાનું બજેટ વધારવાનો વખત આવશે. 

છેલ્લા બે વર્ષથી ઘંઉના ભાવ ઉંચા 

નવા ઘંઉના સીઝન ખુલતામાં જ મણે રૂા ૨૦ થી ૨૫ ની તેજી આવી છે. આમ પણ છેલ્લા બે વર્ષથી ઘંઉના ભાવ ઘણા ઉંચા રહેવા છતા વેચવાલી આવતી નથી. તેજી છતાં ઘંઉના વાવેતરમાં આ વર્ષે રાજયમાં ૨૦ ટકા ઘટાડો થયો છે. વાવેતર ઓછા થયા બાદ ઉતારા પણ ઈયળોના ઉપદ્રવને લીધે ઓછા મળ્યા છે.તેથી સીઝનના આરંભે ઘંઉના ભાવ ઉંચા રહ્યા છે.