NAFEDમાં બિનહરીફ થયા બાદ Mohan Kundariyaને મૌખિક મેન્ડેટ મળ્યાનો દાવો

તમામે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતોઃ કુંડારિયા બિનહરીફ ચૂંટણી કરવાનું નક્કી થયું હતુઃ કુંડારિયા ચૂંટણી અંગે પાર્ટીએ નક્કી કર્યું તે મુજબ થયું : કુંડારિયા નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ થયા બાદ તેમણે મિડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી,જેમાં તેમણે અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી,કુંડારિયાનું કહેવું છે કે,ચૂંટણીમાં જો મને મેન્ડેડ ન મળ્યું હોઈ તો હું ચૂંટણી લડયો ન હોત,મારા સિવાયના અન્ય આગેવાનોએ ફોર્મ પરત ખેંચ્યા હતા અને આ સંસ્થાના 21 સદસ્યો આખા ભારતમાંથી આવે છે. મેન્ડેડને લઈ પાર્ટી નિર્ણય કરે છે મેન્ડેડ હોવું જોઈએ કે ન હોવું જોઈએ તે પાર્ટી નક્કી કરે છે,હું પાર્ટીની સાથે અને પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું,નાફેડ બંધ કરવાની ફાઈલ કોંગ્રેસના સમયમાં આવી હતી.નાફેડમાં વલ્લભ પટેલ, રમણીક ધામી સહિતાનાનું યોગદાન છે.વિઠ્ઠલભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ સહકારી સંસ્થાના અગ્રણી છે.મગનભાઈ પણ અમારી પાર્ટીના છે અને હું પણ. આ બેઠક ઉપર ખેડૂતોની બેઠક છે આ સંસ્થા 21 સદસ્યો આખા ભારતમાંથી આવે છે.જેઠાભાઈ ભરવાડ તે પણ બિનહરીફ થાય છે.સૌરાષ્ટ્રના મતદારો માટે વલ્લભ ભાઇ પટેલ અને આ સહકારી સંસ્થા છે જેને પણ ફોર્મ ભર્યા હતા તેઓએ દિલથી મારા માટે ફોર્મ પરત ખેંચ્યા છે.આ સંસ્થામાં 2 પ્રતિનિધિ જેમાં એક જેઠાભાઈ ભરવાડ અને બીજો હું છું.હાલ ચૂંટણીમાં કોઈ પાસે સમય ન હતો જેથી ઇફ્કો માટે સાથે બેસીને વાત થઈ શકી ન હતી જેથી આ થયું છે.હું મંત્રી હતો ત્યારે પીએમ મોદીને મળીને આ સંસ્થા બંધ ન થાય તે માટે રજૂઆત કરી અને નાફેડ ચાલુ રહ્યું.આજે નાફેડ નફામાં આવ્યું છે,પાર્ટીએ નક્કી કરેલું કે મોહનભાઈ લડશે અને બધા એક સાથે દિલ્હી ગયા અને પાર્ટીનાં આદેશ મુજબ બધાએ ફોર્મ મારી સર્થનમાં ખેંચી લીધા અને બેઠક બિનહરીફ થઇ.ગુજરાત બીજ નિગમના ચેરમેનપદે પણ રહ્યા હતા પાંચ ટર્મ સુધી ધારાસભ્ય એવા કુંડારિયાએ વર્ષ 2001- '02 ની મુખ્ય પ્રધાન તરીકેની સૌપ્રથમ કેબિનેટમાં ગ્રામીણ વિકાસનો સ્વતંત્ર પ્રભાર સંભાળ્યો હતો. વર્ષ 2011- '12 દરમિયાન તેમને ફરીથી આ જવાબદારી મળી હતી. આ પહેલાં વર્ષ 1998-2001 દરમિયાન તેઓ ગુજરાત બીજ નિગમના ચેરમેનપદે પણ રહ્યા હતા. પરંપરાગત રીતે ટંકારા વિધાનસભા બેઠક મોહનભાઈ કુંડારિયાનો ગઢ રહી છે. 1983થી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે. કુંડારિયાને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બનાવવામાં આવ્યા મે-2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી કેબિનેટનું ગઠન થયું એ પછી નવેમ્બર મહિનામાં તેમણે કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું ત્યારે કુંડારિયાને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બનાવવામાં આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન જ આ મંત્રાલયને કૃષિ અને કૃષક કલ્યાણ વિભાગ એવું નામ આપવામાં આવ્યું. તેઓ જુલાઈ-2016 સુધી આ પદ ઉપર રહ્યા હતા. એ પછી તેઓ કેન્દ્ર સરકારની અનેક સમિતિના સભ્યપદે પણ રહ્યા હતા. ગ્રાન્ટ વાપરવામાં કુંડરિયા નબળા તેવો રિપોર્ટ તાજેતરમાં 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતી એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ ના કર્યો હોવાનું ADR ના રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતના 26 સાંસદોએ કંજુસાઈ દર્શાવતા તેમને મળતી કુલ રકમના માત્ર 49.77 ટકા ફંડ જ વાપરી શક્યા છે. 26 પૈકી રાજકોટના સાંસદ રહેલ મોહન કુંડરિયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી નબળા પુરવાર થયા છે. તેમણે 17 કરોડ માથી માત્ર 5 કરોડની ગ્રાન્ટ જ વિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટમાંથી વાપર્યા છે.

NAFEDમાં બિનહરીફ થયા બાદ Mohan Kundariyaને મૌખિક મેન્ડેટ મળ્યાનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તમામે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતોઃ કુંડારિયા
  • બિનહરીફ ચૂંટણી કરવાનું નક્કી થયું હતુઃ કુંડારિયા
  • ચૂંટણી અંગે પાર્ટીએ નક્કી કર્યું તે મુજબ થયું : કુંડારિયા

નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ થયા બાદ તેમણે મિડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી,જેમાં તેમણે અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી,કુંડારિયાનું કહેવું છે કે,ચૂંટણીમાં જો મને મેન્ડેડ ન મળ્યું હોઈ તો હું ચૂંટણી લડયો ન હોત,મારા સિવાયના અન્ય આગેવાનોએ ફોર્મ પરત ખેંચ્યા હતા અને આ સંસ્થાના 21 સદસ્યો આખા ભારતમાંથી આવે છે.

મેન્ડેડને લઈ પાર્ટી નિર્ણય કરે છે

મેન્ડેડ હોવું જોઈએ કે ન હોવું જોઈએ તે પાર્ટી નક્કી કરે છે,હું પાર્ટીની સાથે અને પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું,નાફેડ બંધ કરવાની ફાઈલ કોંગ્રેસના સમયમાં આવી હતી.નાફેડમાં વલ્લભ પટેલ, રમણીક ધામી સહિતાનાનું યોગદાન છે.વિઠ્ઠલભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ સહકારી સંસ્થાના અગ્રણી છે.મગનભાઈ પણ અમારી પાર્ટીના છે અને હું પણ.

આ બેઠક ઉપર ખેડૂતોની બેઠક છે

આ સંસ્થા 21 સદસ્યો આખા ભારતમાંથી આવે છે.જેઠાભાઈ ભરવાડ તે પણ બિનહરીફ થાય છે.સૌરાષ્ટ્રના મતદારો માટે વલ્લભ ભાઇ પટેલ અને આ સહકારી સંસ્થા છે જેને પણ ફોર્મ ભર્યા હતા તેઓએ દિલથી મારા માટે ફોર્મ પરત ખેંચ્યા છે.આ સંસ્થામાં 2 પ્રતિનિધિ જેમાં એક જેઠાભાઈ ભરવાડ અને બીજો હું છું.હાલ ચૂંટણીમાં કોઈ પાસે સમય ન હતો જેથી ઇફ્કો માટે સાથે બેસીને વાત થઈ શકી ન હતી જેથી આ થયું છે.હું મંત્રી હતો ત્યારે પીએમ મોદીને મળીને આ સંસ્થા બંધ ન થાય તે માટે રજૂઆત કરી અને નાફેડ ચાલુ રહ્યું.આજે નાફેડ નફામાં આવ્યું છે,પાર્ટીએ નક્કી કરેલું કે મોહનભાઈ લડશે અને બધા એક સાથે દિલ્હી ગયા અને પાર્ટીનાં આદેશ મુજબ બધાએ ફોર્મ મારી સર્થનમાં ખેંચી લીધા અને બેઠક બિનહરીફ થઇ.

ગુજરાત બીજ નિગમના ચેરમેનપદે પણ રહ્યા હતા

પાંચ ટર્મ સુધી ધારાસભ્ય એવા કુંડારિયાએ વર્ષ 2001- '02 ની મુખ્ય પ્રધાન તરીકેની સૌપ્રથમ કેબિનેટમાં ગ્રામીણ વિકાસનો સ્વતંત્ર પ્રભાર સંભાળ્યો હતો. વર્ષ 2011- '12 દરમિયાન તેમને ફરીથી આ જવાબદારી મળી હતી. આ પહેલાં વર્ષ 1998-2001 દરમિયાન તેઓ ગુજરાત બીજ નિગમના ચેરમેનપદે પણ રહ્યા હતા. પરંપરાગત રીતે ટંકારા વિધાનસભા બેઠક મોહનભાઈ કુંડારિયાનો ગઢ રહી છે. 1983થી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે.

કુંડારિયાને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બનાવવામાં આવ્યા

મે-2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી કેબિનેટનું ગઠન થયું એ પછી નવેમ્બર મહિનામાં તેમણે કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું ત્યારે કુંડારિયાને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બનાવવામાં આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન જ આ મંત્રાલયને કૃષિ અને કૃષક કલ્યાણ વિભાગ એવું નામ આપવામાં આવ્યું. તેઓ જુલાઈ-2016 સુધી આ પદ ઉપર રહ્યા હતા. એ પછી તેઓ કેન્દ્ર સરકારની અનેક સમિતિના સભ્યપદે પણ રહ્યા હતા.

ગ્રાન્ટ વાપરવામાં કુંડરિયા નબળા તેવો રિપોર્ટ

તાજેતરમાં 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતી એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ ના કર્યો હોવાનું ADR ના રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતના 26 સાંસદોએ કંજુસાઈ દર્શાવતા તેમને મળતી કુલ રકમના માત્ર 49.77 ટકા ફંડ જ વાપરી શક્યા છે. 26 પૈકી રાજકોટના સાંસદ રહેલ મોહન કુંડરિયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી નબળા પુરવાર થયા છે. તેમણે 17 કરોડ માથી માત્ર 5 કરોડની ગ્રાન્ટ જ વિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટમાંથી વાપર્યા છે.