ફરિયાદ નોંધાવવા જતા વેપારી પર સણોસરાના પાટિયે હુમલો કરી લૂંટ

જમીન પ્રશ્ને ચાલતી તકરારમાં ફરી ઝગડો થતાંરોકડ રકમ તથા જમીનના દસ્તાવેજ સહિત સાહિત્યની લૂંટ ચલાવતા બે શખ્સો સામે ફરિયાદજામનગર :  ધ્રાલ તાલુકાના સણોસરા ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલા હડમતીયા ગામના અનાજ કરીયાણાના વેપારીને તેના ગામનાજ બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યાની તેમજ તેની પાસેથી રોકડ રકમ તેમજ જમીનના દસ્તાવેજ સહિતના સાહિત્યની લૂંટ ચલાવ્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવાઇ છે, અને આરોપી વચ્ચે જમીનના પ્રશ્ને વાંધો ચાલતો હોવાથી તેની પોલીસમાં ફરિયાદ કરવા જતાં રસ્તામાં આ હુમલો કરાયો હતો.પડધરી તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાનો વેપાર કરતા હસમુખભાઈ શામજીભાઈ ચૌહાણ નામના ૩૮ વર્ષના વેપારી યુવાને ધ્રોલ પોલીસમાં પોતાને ધોકા વડે માર મારી હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતાની પાસેથી રૃપિયા ૩,૩૦૦ની રોકડ રકમ અને જમીનના દસ્તાવેજ સહિતના કાગળોની ફાઈલ વગેરેની લૂંટ ચલાવવા અંગે પડધરીમાં જ રહેતા બે ભાઈઓ મહેશ નાથાભાઈ સોલંકી અને જયંતીભાઈ નાથાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે જમીન બાબતે વાંધો ચાલતો હતો, અને પડધરીની અદાલતમાં કેસ પણ કરેલો છે. જે મામલે ફરિયાદી અને આરોપી વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેની ફરિયાદ નોંધાવવા માટે કરિયાણાના વેપારી પોતાના બાઈક પર પડધરી પોલીસ મથકમાં જઈ રહ્યા હતા.દરમિયાન બંને આરોપી ભાઈઓએ ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા પાસે વેપારીનું બાઈક રોકાવી ધોકા વડે હુમલો કરી ફેક્ચર કરી નાખ્યું હતું, તેમજ તેની પાસેથી રૃપિયા ૩,૩૦૦ ની રોકડ રકમ તથા જે જમીનનો વાંધો ચાલે છે, તે જમીનના દસ્તાવેજો સહિતના સાહિત્ય વગેરેની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. આ હુમલા તથા લૂંટ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદ નોંધાવવા જતા વેપારી પર સણોસરાના પાટિયે હુમલો કરી લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જમીન પ્રશ્ને ચાલતી તકરારમાં ફરી ઝગડો થતાં

રોકડ રકમ તથા જમીનના દસ્તાવેજ સહિત સાહિત્યની લૂંટ ચલાવતા બે શખ્સો સામે ફરિયાદ

જામનગર :  ધ્રાલ તાલુકાના સણોસરા ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલા હડમતીયા ગામના અનાજ કરીયાણાના વેપારીને તેના ગામનાજ બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યાની તેમજ તેની પાસેથી રોકડ રકમ તેમજ જમીનના દસ્તાવેજ સહિતના સાહિત્યની લૂંટ ચલાવ્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવાઇ છે, અને આરોપી વચ્ચે જમીનના પ્રશ્ને વાંધો ચાલતો હોવાથી તેની પોલીસમાં ફરિયાદ કરવા જતાં રસ્તામાં આ હુમલો કરાયો હતો.

પડધરી તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાનો વેપાર કરતા હસમુખભાઈ શામજીભાઈ ચૌહાણ નામના ૩૮ વર્ષના વેપારી યુવાને ધ્રોલ પોલીસમાં પોતાને ધોકા વડે માર મારી હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતાની પાસેથી રૃપિયા ૩,૩૦૦ની રોકડ રકમ અને જમીનના દસ્તાવેજ સહિતના કાગળોની ફાઈલ વગેરેની લૂંટ ચલાવવા અંગે પડધરીમાં જ રહેતા બે ભાઈઓ મહેશ નાથાભાઈ સોલંકી અને જયંતીભાઈ નાથાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે જમીન બાબતે વાંધો ચાલતો હતો, અને પડધરીની અદાલતમાં કેસ પણ કરેલો છે. જે મામલે ફરિયાદી અને આરોપી વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેની ફરિયાદ નોંધાવવા માટે કરિયાણાના વેપારી પોતાના બાઈક પર પડધરી પોલીસ મથકમાં જઈ રહ્યા હતા.

દરમિયાન બંને આરોપી ભાઈઓએ ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા પાસે વેપારીનું બાઈક રોકાવી ધોકા વડે હુમલો કરી ફેક્ચર કરી નાખ્યું હતું, તેમજ તેની પાસેથી રૃપિયા ૩,૩૦૦ ની રોકડ રકમ તથા જે જમીનનો વાંધો ચાલે છે, તે જમીનના દસ્તાવેજો સહિતના સાહિત્ય વગેરેની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. આ હુમલા તથા લૂંટ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેઓની શોધખોળ હાથ ધરી છે.