પતિના બીજી સ્ત્રી સાથે આડા સંબંધનો વિરોધ કરતાં મારઝૂડથી કંટાળી પત્નીનો આપાઘાત

અમદાવાદ,રવિવારવટવામાં પ્રેમલગ્નનો દોઢ વર્ષમાં જ કરુણ અંજામ આવ્યો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરેલું કંકાસ તથા પતિના બીજી સ્ત્રી સાથેના આડા સંબંધના કારણે પતિ અને સસરા મારઝૂડ કરતા હતા. જેથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સસરા નશો કરીને મારતા હતા, મહિલાને પિયરમાં જવા દેતા ન હતા કંટાળીને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું ઃ પોલીસે પતિ, સસરા સામે ગુનો નોંધ્યોદાણીલીમડામાં રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઇ તથા વેવાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૨૦ વર્ષની દિકરીએ દોઢ વર્ષ પહેલા આરોપી પતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના સુધી રીતે સારી રીતે રાખી હતી બાદમાં પતિના અન્ય બીજી સ્ત્રી સાથે આડા સંબંધની તેમની દિકરીને જાણ થતાં તે પતિને આ સંબંધ ના રાખવા માટે કહેતી હતી તો પતિ તેને મારઝૂડ કરતો હતો એટલું જ નહી સસરા પણ નશો કરતા હોવાથી તે પણ તેમની દિકરીને મારતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.પતિ માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો ફરિયાદીની મૃતક દિકરીને પિયરમાં પણ મોકલતો ન હતો અગાઉ બિમાર પડી ત્યારે ચાર મહિના પિયરમાં રહી હતી બાદમાં સમાધાન કરીને સાસરીમાં મોકલી હતી તો પણ ત્રાસ આપતા હતા જેથી આખરે કંટાળીને ફરિયાદીની દિકરીએ તા.૧૬ના રોજ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે વટવા પોલીસે પતિ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિના બીજી સ્ત્રી સાથે આડા સંબંધનો વિરોધ કરતાં મારઝૂડથી કંટાળી પત્નીનો આપાઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

વટવામાં પ્રેમલગ્નનો દોઢ વર્ષમાં જ કરુણ અંજામ આવ્યો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરેલું કંકાસ તથા પતિના બીજી સ્ત્રી સાથેના આડા સંબંધના કારણે પતિ અને સસરા મારઝૂડ કરતા હતા. જેથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સસરા નશો કરીને મારતા હતા, મહિલાને પિયરમાં જવા દેતા ન હતા કંટાળીને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું ઃ પોલીસે પતિ, સસરા સામે ગુનો નોંધ્યો

દાણીલીમડામાં રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઇ તથા વેવાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૨૦ વર્ષની દિકરીએ દોઢ વર્ષ પહેલા આરોપી પતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના સુધી રીતે સારી રીતે રાખી હતી બાદમાં પતિના અન્ય બીજી સ્ત્રી સાથે આડા સંબંધની તેમની દિકરીને જાણ થતાં તે પતિને આ સંબંધ ના રાખવા માટે કહેતી હતી તો પતિ તેને મારઝૂડ કરતો હતો એટલું જ નહી સસરા પણ નશો કરતા હોવાથી તે પણ તેમની દિકરીને મારતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

પતિ માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો ફરિયાદીની મૃતક દિકરીને પિયરમાં પણ મોકલતો ન હતો અગાઉ બિમાર પડી ત્યારે ચાર મહિના પિયરમાં રહી હતી બાદમાં સમાધાન કરીને સાસરીમાં મોકલી હતી તો પણ ત્રાસ આપતા હતા જેથી આખરે કંટાળીને ફરિયાદીની દિકરીએ તા.૧૬ના રોજ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે વટવા પોલીસે પતિ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.