Gujarat News: ક્ષત્રિય સમાજના અસ્મિતા ધર્મરથનો IG કચ્છે મંગાવ્યો રિપોર્ટ !

ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની માહિતી પોલીસ ભેગી કરશે રથ કેટલા ગામમાં ફર્યો, કોણ આગેવાનો હતા તે માહિતી રખાશે ક્ષત્રિય સમાજ સિવાય કોણે સપોર્ટ કર્યો તેની માહિતી અપાશે ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની માહિતી પોલીસ ભેગી કરશે. તેમાં બોર્ડર રેન્જ IG કચ્છ દ્વારા માહિતી મંગાવાઈ છે. જેમાં રથ કેટલા ગામમાં ફર્યો, કોણ આગેવાનો હતા તે માહિતી એકઠી કરી રિપોર્ટ આપવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મરથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરી રહ્યાં છે. ક્ષત્રિયોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે, ત્યારે આ ધર્મરથની માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ સિવાય કોણે સપોર્ટ કર્યો તેની માહિતી પણ મંગાવામાં આવી છે. જેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની તમામ માહિતી પોલીસ ભેગી કરશે. પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ શરૂ નારી શક્તિનું સન્માન અને પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ શરૂ છે. જેમાં ક્ષત્રિયોએ બનાસકાંઠા અને મોરબીથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે ધર્મરથ નીકળ્યા છે. પરંતુ સુરતમાં ક્ષત્રિયોએ ભાજપનું સમર્થન કર્યું છે. દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં રૂપાલાનો વિરોધ કર્યો પરંતુ ભાજપનું સમર્થન કર્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજે ભાજપનું સમર્થન કર્યું છે. સી.આર.પાટીલે પણ આ સમર્થનનું આવકાર્યું અને કબૂલાત પણ કરી કે રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિયોમાં રોષ છે. જો કે ફરી એકવાર પાટીલે ક્ષત્રિયો માફી આપે તેવી અપીલ કરી હતી. 

Gujarat News: ક્ષત્રિય સમાજના અસ્મિતા ધર્મરથનો IG કચ્છે મંગાવ્યો રિપોર્ટ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની માહિતી પોલીસ ભેગી કરશે
  • રથ કેટલા ગામમાં ફર્યો, કોણ આગેવાનો હતા તે માહિતી રખાશે
  • ક્ષત્રિય સમાજ સિવાય કોણે સપોર્ટ કર્યો તેની માહિતી અપાશે

ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની માહિતી પોલીસ ભેગી કરશે. તેમાં બોર્ડર રેન્જ IG કચ્છ દ્વારા માહિતી મંગાવાઈ છે. જેમાં રથ કેટલા ગામમાં ફર્યો, કોણ આગેવાનો હતા તે માહિતી એકઠી કરી રિપોર્ટ આપવામાં આવ્યો છે.

ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું

ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મરથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરી રહ્યાં છે. ક્ષત્રિયોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે, ત્યારે આ ધર્મરથની માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ સિવાય કોણે સપોર્ટ કર્યો તેની માહિતી પણ મંગાવામાં આવી છે. જેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની તમામ માહિતી પોલીસ ભેગી કરશે.

પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ શરૂ

નારી શક્તિનું સન્માન અને પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ શરૂ છે. જેમાં ક્ષત્રિયોએ બનાસકાંઠા અને મોરબીથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે ધર્મરથ નીકળ્યા છે. પરંતુ સુરતમાં ક્ષત્રિયોએ ભાજપનું સમર્થન કર્યું છે. દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં રૂપાલાનો વિરોધ કર્યો પરંતુ ભાજપનું સમર્થન કર્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજે ભાજપનું સમર્થન કર્યું છે. સી.આર.પાટીલે પણ આ સમર્થનનું આવકાર્યું અને કબૂલાત પણ કરી કે રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિયોમાં રોષ છે. જો કે ફરી એકવાર પાટીલે ક્ષત્રિયો માફી આપે તેવી અપીલ કરી હતી.