Anand: ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, "કોંગ્રેસની રાજનીતિ સમાજોને વહેંચવાની"

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસેગુજરાતમાં રાજનાથસિંહે કર્યો પ્રચંડ ચૂંટણી પ્રચાર રાજનાથસિંહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાનકેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના એક દિવસના ભાજપના ચૂંટણી પ્રચાર પ્રવાસે છે. સંરક્ષણ મંત્રી અમદાવાદમાં બે અલગ અલગ કાર્યક્રમો, આણંદ અને ભાવનગરમાં સંવાદ અને પ્રચારસભાઓ કરી છે. તેવામાં આણંદના ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ કહેતા અમારી સરકાર બનાવો અમે ગરીબી દૂર કરીશું પણ કોઈએ ગરીબી દૂર ન કરી. એ કામ ભાજપે કર્યું.ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર કર્યા પ્રહારઆણંદના ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આજે ભારતનો દુનિયામાં ડંકો વાગે છે. પહેલા ભારતીય અર્થતંત્ર 11માં નંબરે હતી તે 8 વર્ષમાં 5માં નંબરે પહોંચી ગયું છે. 2027 સુધીમાં ભારત અમેરિકા, ચીન બાદ ત્રીજા નંબરે પહોંચી ગયું અને 2047 સુધીમાં ભારત વિકસિત ભારત હશે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ કહેતા અમારી સરકાર બનાવો અમે ગરીબી દૂર કરીશું પણ કોઈએ ગરીબી દૂર ન કરી. એ કામ ભાજપ સરકારે કર્યું છે. પાર્ટીમાં કોઈ વ્યક્તિ ખોટો હોઈ શકે પણ પાર્ટી ક્યારેય ખોટી નથી. અમારી કથની અને કરણીમાં કોઈ અંતર નથી. દેશમાં તીન તલાક દૂર કરવાની અમે વાતો કરતા ત્યારે અમારા પર સાંપ્રદાયિકતાના આરોપ લાગતા. પણ દરેક ધર્મના લોકો અમારા માટે પરિવાર છે. પાડોશી દેશોને ખબર પડી ગઈ છે કે ભારત આ પાર પણ મારી શકે અને સરહદની પેલે પાર જઈને પણ મારી શકે છે. રાહુલ ગાંધી પર રાજનાથસિંહના પ્રહાર રાહુલ ગાંધી પર રાજનાથ સિંહે નિશાન સાધતા કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છુ કે અમારા રાજા મહારાજાઓએ રજવાડાઓનો વિલય કરી દીધો હતો. કોંગ્રેસની રાજનીતિ સમાજોને વહેંચવાની.અમદાવાદમાં રાજનાથસિંહનું નિવેદનઅમદાવાદમાં રાજનાથસિંહે અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કરી હતી,અને લોકોને PM મોદીના કરેલા કામોને લઈ ચિતાર આપ્યો હતો.રાજનાથસિંહે કહ્યું કે ભારત કયારે ઝુકયુ નથી અને ઝુકશે પણ નહી,આપણે આશા રાખીએ છીએ કે,પાડોશી દેશો સાથે આપણે સારા સબંધો ઈચ્છીએ,વર્ષ 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 11 માં સ્થાને હતુ,હવે ભારતીય અર્થ વ્યવસ્થામા ત્રીજા સ્થાને છે,મોદી સરકારે 8 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને ભારતમાંથી ગરીબી દૂર કરવામાં અમને સફળતા મળી છે.અમે 10 વર્ષની ઉપલબ્ધિઓ પર લડી રહ્યા છીએ,વિકસિત ભારતની પીએમ મોદી પાક્કી ગેરન્ટી છે.2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીની મજબૂતીનુ પ્રમાણ છે,અમેરિકાના રાજદૂતે પણ ભારતના વખાણ કર્યા છે,દેશની ટોચ કંપનીના CEO ભારતીય છે અને ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે.આજે રક્ષા ક્ષેત્રે 21 હજાર કરોડની નિકાસ ભારતે કરી છે. હું માનું છું કે વર્ષ 2070 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. અમે ન્યાય અને માનવતાના આધારે રાજનીતિ કરનારા લોકો છીએ. રાજનાથસિંહે કોગ્રેસને લીધી આડાહાથે આજે અમદાવાદમાં રાજનાથસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કોગ્રેસ પર ચાબખા માર્યા હતા,રાજનાથસિંહે કહ્યું કે,કોગ્રેસ પાસે નીતિ, નિયત અને નેતા નથી સાથે સાથે કોગ્રેસે ઈમરન્સી લાદીને પાપ કર્યુ છે,દેશમાં લોકતંત્ર ખતરામાં હોવાનુ કોગ્રેસ કહી રહી છે.કોગ્રેસનુ ઘોષણાપત્ર વિભાજનકારી છે સાથે સાથે કોગ્રેસે 90 વાર રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે,કોગ્રેસ ભષ્ટ્રાચાર સામેની કાર્યવાહીની ટીકા કરે છે,આપણે જ કોગ્રેસને સમાપ્ત કરવી પડશે.ઈન્ડિયા ગઠબંધન હતાશ છે. રાજા મહારાજા પર બોલ્યા રાજનાથસિંહ રાહુલ ગાંધીએ ગઈકાલે રાજા-રજવાડા પર નિવેદન આપ્યું હતું કે રાજા-રજવાડાઓએ જમીનો પડાવી લીધી છે,તેની સામે રાજનાથસિંહે જવાબ આપ્યો છે કે,સરદાર પટેલની અપીલને લઈ રાજાઓએ રજવાડા આપ્યા છે. નિમુબેન બાંભણિયાનો કરશે પ્રચાર રાજનાથસિંહ ભાવનગર-બોટાદ લોકસભા બેઠક માટે રાજકીય પક્ષો પોતાનો પ્રચાર-પ્રસાર જોરશોરથી કરી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ભાવનગરના આંગણે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની પ્રચાર કરશે,

Anand: ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, "કોંગ્રેસની રાજનીતિ સમાજોને વહેંચવાની"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે
  • ગુજરાતમાં રાજનાથસિંહે કર્યો પ્રચંડ ચૂંટણી પ્રચાર 
  • રાજનાથસિંહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના એક દિવસના ભાજપના ચૂંટણી પ્રચાર પ્રવાસે છે. સંરક્ષણ મંત્રી અમદાવાદમાં બે અલગ અલગ કાર્યક્રમો, આણંદ અને ભાવનગરમાં સંવાદ અને પ્રચારસભાઓ કરી છે. તેવામાં આણંદના ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ કહેતા અમારી સરકાર બનાવો અમે ગરીબી દૂર કરીશું પણ કોઈએ ગરીબી દૂર ન કરી. એ કામ ભાજપે કર્યું.

ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આણંદના ખંભાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આજે ભારતનો દુનિયામાં ડંકો વાગે છે. પહેલા ભારતીય અર્થતંત્ર 11માં નંબરે હતી તે 8 વર્ષમાં 5માં નંબરે પહોંચી ગયું છે. 2027 સુધીમાં ભારત અમેરિકા, ચીન બાદ ત્રીજા નંબરે પહોંચી ગયું અને 2047 સુધીમાં ભારત વિકસિત ભારત હશે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ કહેતા અમારી સરકાર બનાવો અમે ગરીબી દૂર કરીશું પણ કોઈએ ગરીબી દૂર ન કરી. એ કામ ભાજપ સરકારે કર્યું છે. પાર્ટીમાં કોઈ વ્યક્તિ ખોટો હોઈ શકે પણ પાર્ટી ક્યારેય ખોટી નથી. અમારી કથની અને કરણીમાં કોઈ અંતર નથી. દેશમાં તીન તલાક દૂર કરવાની અમે વાતો કરતા ત્યારે અમારા પર સાંપ્રદાયિકતાના આરોપ લાગતા. પણ દરેક ધર્મના લોકો અમારા માટે પરિવાર છે. પાડોશી દેશોને ખબર પડી ગઈ છે કે ભારત આ પાર પણ મારી શકે અને સરહદની પેલે પાર જઈને પણ મારી શકે છે. 

રાહુલ ગાંધી પર રાજનાથસિંહના પ્રહાર

રાહુલ ગાંધી પર રાજનાથ સિંહે નિશાન સાધતા કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છુ કે અમારા રાજા મહારાજાઓએ રજવાડાઓનો વિલય કરી દીધો હતો. કોંગ્રેસની રાજનીતિ સમાજોને વહેંચવાની.

અમદાવાદમાં રાજનાથસિંહનું નિવેદન

અમદાવાદમાં રાજનાથસિંહે અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કરી હતી,અને લોકોને PM મોદીના કરેલા કામોને લઈ ચિતાર આપ્યો હતો.રાજનાથસિંહે કહ્યું કે ભારત કયારે ઝુકયુ નથી અને ઝુકશે પણ નહી,આપણે આશા રાખીએ છીએ કે,પાડોશી દેશો સાથે આપણે સારા સબંધો ઈચ્છીએ,વર્ષ 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 11 માં સ્થાને હતુ,હવે ભારતીય અર્થ વ્યવસ્થામા ત્રીજા સ્થાને છે,મોદી સરકારે 8 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને ભારતમાંથી ગરીબી દૂર કરવામાં અમને સફળતા મળી છે.અમે 10 વર્ષની ઉપલબ્ધિઓ પર લડી રહ્યા છીએ,વિકસિત ભારતની પીએમ મોદી પાક્કી ગેરન્ટી છે.2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીની મજબૂતીનુ પ્રમાણ છે,અમેરિકાના રાજદૂતે પણ ભારતના વખાણ કર્યા છે,દેશની ટોચ કંપનીના CEO ભારતીય છે અને ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે.આજે રક્ષા ક્ષેત્રે 21 હજાર કરોડની નિકાસ ભારતે કરી છે. હું માનું છું કે વર્ષ 2070 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. અમે ન્યાય અને માનવતાના આધારે રાજનીતિ કરનારા લોકો છીએ.

રાજનાથસિંહે કોગ્રેસને લીધી આડાહાથે

આજે અમદાવાદમાં રાજનાથસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કોગ્રેસ પર ચાબખા માર્યા હતા,રાજનાથસિંહે કહ્યું કે,કોગ્રેસ પાસે નીતિ, નિયત અને નેતા નથી સાથે સાથે કોગ્રેસે ઈમરન્સી લાદીને પાપ કર્યુ છે,દેશમાં લોકતંત્ર ખતરામાં હોવાનુ કોગ્રેસ કહી રહી છે.કોગ્રેસનુ ઘોષણાપત્ર વિભાજનકારી છે સાથે સાથે કોગ્રેસે 90 વાર રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે,કોગ્રેસ ભષ્ટ્રાચાર સામેની કાર્યવાહીની ટીકા કરે છે,આપણે જ કોગ્રેસને સમાપ્ત કરવી પડશે.ઈન્ડિયા ગઠબંધન હતાશ છે.

રાજા મહારાજા પર બોલ્યા રાજનાથસિંહ

રાહુલ ગાંધીએ ગઈકાલે રાજા-રજવાડા પર નિવેદન આપ્યું હતું કે રાજા-રજવાડાઓએ જમીનો પડાવી લીધી છે,તેની સામે રાજનાથસિંહે જવાબ આપ્યો છે કે,સરદાર પટેલની અપીલને લઈ રાજાઓએ રજવાડા આપ્યા છે.

નિમુબેન બાંભણિયાનો કરશે પ્રચાર રાજનાથસિંહ

ભાવનગર-બોટાદ લોકસભા બેઠક માટે રાજકીય પક્ષો પોતાનો પ્રચાર-પ્રસાર જોરશોરથી કરી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ભાવનગરના આંગણે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની પ્રચાર કરશે,