Gujarat News: ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી

અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વીડિયો વાયરલ અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હતા ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી સામે આવી છે. જેમાં અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વીડિયો વાયરલ થયો છે. તેમાં નારણ કાછડિયા જણાવે છે કે અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હતા. ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપે અમરેલીની જનતા સાથે દ્રોહ કર્યો છે.હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે, આવામાં હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો છે. અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા હતા. હવે કાછડિયા દ્વારા પક્ષ સામે ઉભરો ઠાલવીને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જેમાં પક્ષ પલટો કરીને આવતા નેતાઓને ટિકિટ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે સવાલ ઉઠાવ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર ભાજપના જ બીજા દિગ્ગજ નેતાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમરેલી ભાજપમાં નવાજૂની થવાના એંધાણ મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પ્રદેશ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે સી.આર.પાટીલના નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ નામ લીધા સિવાય પાટીલ પર આરોપ લગાવ્યા હતા. તેમણે ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.

Gujarat News: ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વીડિયો વાયરલ
  • અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હતા
  • ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી

ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી સામે આવી છે. જેમાં અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વીડિયો વાયરલ થયો છે. તેમાં નારણ કાછડિયા જણાવે છે કે અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હતા. ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપે અમરેલીની જનતા સાથે દ્રોહ કર્યો છે.

હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો

ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે, આવામાં હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો છે. અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા હતા. હવે કાછડિયા દ્વારા પક્ષ સામે ઉભરો ઠાલવીને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જેમાં પક્ષ પલટો કરીને આવતા નેતાઓને ટિકિટ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે સવાલ ઉઠાવ્યા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર ભાજપના જ બીજા દિગ્ગજ નેતાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમરેલી ભાજપમાં નવાજૂની થવાના એંધાણ મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પ્રદેશ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે સી.આર.પાટીલના નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ નામ લીધા સિવાય પાટીલ પર આરોપ લગાવ્યા હતા. તેમણે ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.