જાણો બનાસકાંઠા લોકસભા બેઠક પર બહેન VS દીકરીનો સીધો જંગ

બનાસકાંઠા બેઠક પર ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબહેન ચૌધરી બનાસકાંઠા બેઠક પર કોગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર લોકસભામાં આ બેઠક પર 10 વાર કોંગ્રેસે તો 5 વખત ભાજપે મેળવ્યો છે વિજય બનાસકાંઠા લોકસભા બેઠકના 19.53 લાખ મતદારો અગામી 7 મે ના રોજ મતદાન કરશે. ભાજપ એ બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાની પૌત્રી અને ભાજપના અગ્રણી હિતેશ ચૌધરીના પત્ની રેખાબેન ચૌધરીને જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગઈ વખતે 2019 માં બંને ઉમેદવારો ચૌધરી સમાજના હતા પરંતુ આ વખતે ચૌધરી ઉમેદવારની સામે ઠાકોર સમાજના ઉમેદવાર સામસામે છે. હવે સમજીએ વિધાનસભા સીટોનું ગણિત બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના લોકોની 53% પસંદગી ગેનીબેન ઠાકોર છે.બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ કચ્છ મતક્ષેત્રના હાલના સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ એ 2,02,334 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પટેલ જોઈતાભાઈ કાસનાભાઈને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 59 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 24,22,063 છે, જેમાંથી 84.73% ગ્રામીણ વિસ્તારો અને 15.27% શહેરી વિસ્તારો છે. મહત્વનું છે કે લોકસભા 2024ની ચૂંટણી જંગમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીની સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર મેદાને છે. આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે. બનાસાકાંઠા લોકસભા બેઠકનો ઈતિહાસ બનાસકાંઠા લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ 1952થી વાત કરીએ તો 3 ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ 1-1 ટર્મ માટે મળી હતી. બનાસકાંઠા લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4 લાખ 50 હજારથી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે, જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. આ બેઠક કુલ 19.53 લાખ મતદારો છે. જો કે, દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી શકે છે. આ બંને સમાજના 1.75 લાખ મતદારો છે. જાણો ભાજપના ઉમેદવાર રેખા બહેન ચૌધરી વિશે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી ગલ્બાભાઈ ચૌધરીની પૌત્રી છે. ગલ્બાભાઈએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી. રેખા ચૌધરીએ MSC, M.PHILD,PHD ગણિત નું શિક્ષણ મેળવ્યું છે. 44 વર્ષના રેખા ચૌધરી પાલનપુરમાં રહે છે. રેખા ચૌધરી ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી ડો. હિતેશ ચૌધરીના પત્ની છે. ડો. હિતેશભાઈ પાર્ટી માટે કચ્છ જિલ્લાના પ્રભારી, બનાસકાંઠા જિલ્લામાં ભાજપના મહાસચિવ અને રાજ્ય સ્તર પર ગુજરાતમાં યુવા મોર્ચાના ત્રણવાર પદાધિકારી રહી ચૂક્યા છે.ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી શિક્ષણના ક્ષેત્રમાં સક્રિય હતા. તેઓ નોકરી છોડી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રેખા લોકોને કહી રહ્યાં છે કે હું હિન્દી અને અંગ્રેજી જાણું છું.રેખા ચૌધરી પ્રથમવાર ચૂંટણી મેદાનમાં છે.જાણો કોગ્રેસના ઉમેદવાર ગેની બહેન ઠાકોર વિશે ગેનીબેન નાગજીભાઈ ઠાકોર કોંગ્રેસના નેતા છે. તે વાવથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવી 2017માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેને 2012માં વાવથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ હાર મળી હતી. પછી તેમણે વાવ સીટથી 2017માં વિધાનસભા ચૂંટણી લડી અને 6655 મતથી જીત મેળવી હતી. 2022માં તેઓ બીજીવાર ચૂંટાયા હતા. ગેનીબેન પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. બનાસકાંઠા સીટ પર પહેલા કોંગ્રેસનો ગઢ હતોબનાસકાંઠા સીટ પર ભાજપે 2013ની પેટા ચૂંટણીમાં ચોથીવાર જીત મેળવી હતી. ત્યારબાદથી આ સીટ પર ભાજપનો કબજો છે. આ સીટ પર ભાજપે છ વખત જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. 1-1-1 વખત આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને ફરી જનતા દળના ખાતામાં આવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર 3,68,296 મતથી જીત મળી હતી. ભાજપના પરબત પટેલે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ભાજપે હવે નવા ઉમેદવારને ઉતાર્યા છે.બનાસકાંઠા લોકસભા સીટના હાર- જીતની વિગતવર્ષ 2014માં ભાજપ તરફથી ચૌધરી હરીભાઈ ઉમેદવાર હતા અને કોગ્રેસ તરફથી પટેલ જોઈતાભાઈ હતા,તેમાં વર્ષ 2014માં ભાજપના ઉમેદવારનો 5,07,856 મતે વિજય થયો હતો તો કોગ્રેસના ઉમેદાવારને 30,55,22 મતો મળ્યા હતા.વર્ષ 2019માં ભાજપે પરબત પટેલની ટિકીટ આપી હતી તો કોગ્રેસ પરથીભાઈ ભટોરને ટિકીટ આપી હતી,તો વર્ષ 2019માં પટેલ પરબતભાઈનો 6,79,108 મતે વિજય થયો હતો તો બીજી તરફ કોગ્રેસના ઉમેદવાર 31,08,12ના મતે હાર થઈ હતી. ભૌગોલિક રીતે બનાસકાંઠા જીલ્લો ત્રણ ભાગમાં વહેંચાયેલો બનાસકાંઠા જીલ્લાનાં મતદાર અમિત સોલંકીએ જણાવ્યું હતું કે, ભૌગોલિક રીતે બનાસકાંઠા જીલ્લો ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એક સરદહી વિસ્તાર છે, બીજો શહેરી વિસ્તાર છે અને ત્રીજો અતિ પછાત વિસ્તાર એટલે કે એસટી આ ત્રણેય વિસ્તારમાં અલગ અલગ સમાજનાં લોકો વસવાટ કરે છે. અને તે મતો છે તે ધ્રુવીકરણ થયેલા છે.ત્રણેય વિસ્તારમાં અલગ અલગ સમાજનાં લોકો વસવાટ કરેધ્રુવીકરણનાં મતોની વાત કરીએ તો બનાસકાંઠાની મુખ્ય કોમ છે તે ક્ષત્રિય ઠાકોર સમાજ છે જ પ્રથમ ક્રમે આવે છે. જેમના સાડા ચાર લાખ વોટ છે. બીજા સમાજની વાત કરીએ તોએ ચૌધરી સમાજ છે. જે અઢીલાખ મતદારો છે. ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે 87 હજાર વોટર જે નવા મતદારો છે. ત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થવા પામી છે કે આ મતદારો કોને પોતાનો કિંમતી મત આપશે?  

જાણો બનાસકાંઠા લોકસભા બેઠક પર બહેન VS દીકરીનો સીધો જંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠા બેઠક પર ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબહેન ચૌધરી
  • બનાસકાંઠા બેઠક પર કોગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર
  • લોકસભામાં આ બેઠક પર 10 વાર કોંગ્રેસે તો 5 વખત ભાજપે મેળવ્યો છે વિજય

બનાસકાંઠા લોકસભા બેઠકના 19.53 લાખ મતદારો અગામી 7 મે ના રોજ મતદાન કરશે. ભાજપ એ બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાની પૌત્રી અને ભાજપના અગ્રણી હિતેશ ચૌધરીના પત્ની રેખાબેન ચૌધરીને જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગઈ વખતે 2019 માં બંને ઉમેદવારો ચૌધરી સમાજના હતા પરંતુ આ વખતે ચૌધરી ઉમેદવારની સામે ઠાકોર સમાજના ઉમેદવાર સામસામે છે.

હવે સમજીએ વિધાનસભા સીટોનું ગણિત

બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના લોકોની 53% પસંદગી ગેનીબેન ઠાકોર છે.બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ કચ્છ મતક્ષેત્રના હાલના સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ એ 2,02,334 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પટેલ જોઈતાભાઈ કાસનાભાઈને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 59 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 24,22,063 છે, જેમાંથી 84.73% ગ્રામીણ વિસ્તારો અને 15.27% શહેરી વિસ્તારો છે. મહત્વનું છે કે લોકસભા 2024ની ચૂંટણી જંગમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીની સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર મેદાને છે. આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે.

બનાસાકાંઠા લોકસભા બેઠકનો ઈતિહાસ

બનાસકાંઠા લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ 1952થી વાત કરીએ તો 3 ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ 1-1 ટર્મ માટે મળી હતી.

બનાસકાંઠા લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ

બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4 લાખ 50 હજારથી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે, જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. આ બેઠક કુલ 19.53 લાખ મતદારો છે. જો કે, દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી શકે છે. આ બંને સમાજના 1.75 લાખ મતદારો છે.

જાણો ભાજપના ઉમેદવાર રેખા બહેન ચૌધરી વિશે

ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી ગલ્બાભાઈ ચૌધરીની પૌત્રી છે. ગલ્બાભાઈએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી. રેખા ચૌધરીએ MSC, M.PHILD,PHD ગણિત નું શિક્ષણ મેળવ્યું છે. 44 વર્ષના રેખા ચૌધરી પાલનપુરમાં રહે છે. રેખા ચૌધરી ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી ડો. હિતેશ ચૌધરીના પત્ની છે. ડો. હિતેશભાઈ પાર્ટી માટે કચ્છ જિલ્લાના પ્રભારી, બનાસકાંઠા જિલ્લામાં ભાજપના મહાસચિવ અને રાજ્ય સ્તર પર ગુજરાતમાં યુવા મોર્ચાના ત્રણવાર પદાધિકારી રહી ચૂક્યા છે.ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી શિક્ષણના ક્ષેત્રમાં સક્રિય હતા. તેઓ નોકરી છોડી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રેખા લોકોને કહી રહ્યાં છે કે હું હિન્દી અને અંગ્રેજી જાણું છું.રેખા ચૌધરી પ્રથમવાર ચૂંટણી મેદાનમાં છે.


જાણો કોગ્રેસના ઉમેદવાર ગેની બહેન ઠાકોર વિશે

ગેનીબેન નાગજીભાઈ ઠાકોર કોંગ્રેસના નેતા છે. તે વાવથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવી 2017માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેને 2012માં વાવથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ હાર મળી હતી. પછી તેમણે વાવ સીટથી 2017માં વિધાનસભા ચૂંટણી લડી અને 6655 મતથી જીત મેળવી હતી. 2022માં તેઓ બીજીવાર ચૂંટાયા હતા. ગેનીબેન પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.


બનાસકાંઠા સીટ પર પહેલા કોંગ્રેસનો ગઢ હતો

બનાસકાંઠા સીટ પર ભાજપે 2013ની પેટા ચૂંટણીમાં ચોથીવાર જીત મેળવી હતી. ત્યારબાદથી આ સીટ પર ભાજપનો કબજો છે. આ સીટ પર ભાજપે છ વખત જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. 1-1-1 વખત આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને ફરી જનતા દળના ખાતામાં આવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર 3,68,296 મતથી જીત મળી હતી. ભાજપના પરબત પટેલે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ભાજપે હવે નવા ઉમેદવારને ઉતાર્યા છે.

બનાસકાંઠા લોકસભા સીટના હાર- જીતની વિગત

વર્ષ 2014માં ભાજપ તરફથી ચૌધરી હરીભાઈ ઉમેદવાર હતા અને કોગ્રેસ તરફથી પટેલ જોઈતાભાઈ હતા,તેમાં વર્ષ 2014માં ભાજપના ઉમેદવારનો 5,07,856 મતે વિજય થયો હતો તો કોગ્રેસના ઉમેદાવારને 30,55,22 મતો મળ્યા હતા.વર્ષ 2019માં ભાજપે પરબત પટેલની ટિકીટ આપી હતી તો કોગ્રેસ પરથીભાઈ ભટોરને ટિકીટ આપી હતી,તો વર્ષ 2019માં પટેલ પરબતભાઈનો 6,79,108 મતે વિજય થયો હતો તો બીજી તરફ કોગ્રેસના ઉમેદવાર 31,08,12ના મતે હાર થઈ હતી.

ભૌગોલિક રીતે બનાસકાંઠા જીલ્લો ત્રણ ભાગમાં વહેંચાયેલો

બનાસકાંઠા જીલ્લાનાં મતદાર અમિત સોલંકીએ જણાવ્યું હતું કે, ભૌગોલિક રીતે બનાસકાંઠા જીલ્લો ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એક સરદહી વિસ્તાર છે, બીજો શહેરી વિસ્તાર છે અને ત્રીજો અતિ પછાત વિસ્તાર એટલે કે એસટી આ ત્રણેય વિસ્તારમાં અલગ અલગ સમાજનાં લોકો વસવાટ કરે છે. અને તે મતો છે તે ધ્રુવીકરણ થયેલા છે.

ત્રણેય વિસ્તારમાં અલગ અલગ સમાજનાં લોકો વસવાટ કરે

ધ્રુવીકરણનાં મતોની વાત કરીએ તો બનાસકાંઠાની મુખ્ય કોમ છે તે ક્ષત્રિય ઠાકોર સમાજ છે જ પ્રથમ ક્રમે આવે છે. જેમના સાડા ચાર લાખ વોટ છે. બીજા સમાજની વાત કરીએ તોએ ચૌધરી સમાજ છે. જે અઢીલાખ મતદારો છે. ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે 87 હજાર વોટર જે નવા મતદારો છે. ત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થવા પામી છે કે આ મતદારો કોને પોતાનો કિંમતી મત આપશે?