સરકારી શાળાથી સિવિલ સર્વિસ સુધી: કોચિંગ ક્લાસ વિના જ UPSC ક્રેક કરી

સફળ ગુજરાતી ઉમેદવારોમાં મૂળ પોરબંદરનો યુવક પણ સમાવિષ્ટ : બેંકની નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરી, પ્રારંભે નિષ્ફળતા અને આંખનાં ઓપરેશન છતાં 5મા પ્રયત્ને મંજિલ હાંસલપોરબંદર, : એક તો, સિવિલ સર્વિસીસમાં ગુજરાતીઓનાં નબળાં પ્રદર્શનની અપાવાતી રહેતી યાદ અને એમાં પણ યુપીએસસી પ્રિપેરેશનના માહોલથી અળગા હોય ત્યારે ઉમેદવારનું પાસ થવું મુશ્કેલ ગણી શકાય. પણ, પોરબંદરના વતની અને હાલ જૂનાગઢ રહેતા પાર્થ યોગેશભાઇ ચાવડા નામના યુવાને સરકારી શાળાથી શરૂ કરેલી સફર કોઈ કોચિંગ ક્લાસ વિના જ સિવિલ સર્વિસીઝ એક્ઝામ ક્રેક કરવાની મંજિલ સુધી પહોંચાડી જાણી છે. સિવિલ સર્વિસીઝમાં ગુજરાતીઓ પાછળ રહી જતા હોવાનું અગાઉનું ચિત્ર હવે બદલાતું ચાલ્યું છે. તાજેતરમાં યુપીએસસી- નવી દિલ્હી દ્વારા લેવાયેલી સિવિલ સવસ એકઝામિનેશન-2023નું અંતિમ પરિણામ જાહેર થયું તેમાં રપ ગુજરાતી યુવાનોએ સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં પાર્થ ચાવડાએ પાંચમા પ્રયાસે યુપીએસસી પરીક્ષા પાસ કરીને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તેણે પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં રામબા શાળામાંથી મેળવ્યા પછી જૂનાગઢની આલ્ફા હાઇસ્કૂલમાંથી માઘ્યમિક શિક્ષણ, બેંગ્લોર અને પુણેમાં કોલેજ અને માસ્ટર ડિગ્રી અભ્યાસ કર્યા તથા બાયોટેકમાં અનુસ્તાનકની ડિગ્રી મેળવી હતી. આઇબીપીએસ બેંક પી.ઓ.ની પરીક્ષા પ્રથમ પ્રયાસે જ પાસ કરીને કેનેડા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી મેળવી હતી પરંતુ ૩ વર્ષ નોકરી કર્યા પછી જીવનમાં કાંઇક અલગ કરવું છે એવી લાગણી થતાં નોકરી છોડી દીધી હતી. 2019થી યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 2019માં યુપીએસસી પરીક્ષા પહેલી વખત આપી પરંતુ નિષ્ફળતા મળી છતાં તૈયારી ચાલુ રાખી હતી. પાંચ વર્ષની સંઘર્ષ યાત્રા બાદ પાર્થ ચાવડાએ 932 મો ક્રમાંક મેળવી પરીક્ષા પાસ કરી છે. અનેક નિષ્ફળતાઓ પછી તેણે આ સિધ્ધિ મેળવી છે. 2020માં ફસ્ટ મેઇન્સ 35 માર્કસથી છૂટી ગયા બાદ 2021માં જીસેટમાં નિષ્ફળતા મળી હતી કારણ કે, તેનું મેથ્સ નબળું હતું. ત્યારબાદ મેથ્સની ચેલેન્જને લઇને બમણી મહેનત કરી તેને ક્રેક કરી હતી.યુવા પેઢીમાં સામાન્ય રીતે એવી માન્યતા જોવા મળે છે કે, યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરવા માટે સારા કોચિંગ કલાસમાં તાલીમ લેવી જરૂરી છે પરંતુ પાર્થ ચાવડાએ કોઇપણ કોચિંગ કલાસમાં તાલીમ લીધી નથી. તેણે કહ્યું, 'મારા પિતા યોગેશભાઇ ચાવડા આદર્શ નિવાસી શાળાના નિવૃત્ત આચાર્ય છે અને જાત મહેનત કરવાની શીખામણ મને ગળથુથીમાંથી જ મળી હતી. યુપીએસસીની સંઘર્ષ યાત્રામાં મારા માતા-પિતા ઉપરાંત મારા ભાઇએ વિશેષ કરીને મોરલ સપોર્ટ પૂરો પાડયો હતો.' વધુ પડતો કોમ્પ્યુટર અને મોબાઇલનો ઉપયોગ ઉપરાંત નિયમિતે રીતે વાંચનને કારણે જમણી આંખમાં તકલીફ થઇ ગઇ હતી તેની તેણે સર્જરી પણ કરાવવી પડી હતી છતાં હિંમત હાર્યા વગર પરીક્ષા કલીયર કરી છે.

સરકારી શાળાથી સિવિલ સર્વિસ સુધી: કોચિંગ ક્લાસ વિના જ UPSC ક્રેક કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સફળ ગુજરાતી ઉમેદવારોમાં મૂળ પોરબંદરનો યુવક પણ સમાવિષ્ટ : બેંકની નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરી, પ્રારંભે નિષ્ફળતા અને આંખનાં ઓપરેશન છતાં 5મા પ્રયત્ને મંજિલ હાંસલ

પોરબંદર, : એક તો, સિવિલ સર્વિસીસમાં ગુજરાતીઓનાં નબળાં પ્રદર્શનની અપાવાતી રહેતી યાદ અને એમાં પણ યુપીએસસી પ્રિપેરેશનના માહોલથી અળગા હોય ત્યારે ઉમેદવારનું પાસ થવું મુશ્કેલ ગણી શકાય. પણ, પોરબંદરના વતની અને હાલ જૂનાગઢ રહેતા પાર્થ યોગેશભાઇ ચાવડા નામના યુવાને સરકારી શાળાથી શરૂ કરેલી સફર કોઈ કોચિંગ ક્લાસ વિના જ સિવિલ સર્વિસીઝ એક્ઝામ ક્રેક કરવાની મંજિલ સુધી પહોંચાડી જાણી છે. 

સિવિલ સર્વિસીઝમાં ગુજરાતીઓ પાછળ રહી જતા હોવાનું અગાઉનું ચિત્ર હવે બદલાતું ચાલ્યું છે. તાજેતરમાં યુપીએસસી- નવી દિલ્હી દ્વારા લેવાયેલી સિવિલ સવસ એકઝામિનેશન-2023નું અંતિમ પરિણામ જાહેર થયું તેમાં રપ ગુજરાતી યુવાનોએ સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં પાર્થ ચાવડાએ પાંચમા પ્રયાસે યુપીએસસી પરીક્ષા પાસ કરીને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તેણે પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં રામબા શાળામાંથી મેળવ્યા પછી જૂનાગઢની આલ્ફા હાઇસ્કૂલમાંથી માઘ્યમિક શિક્ષણ, બેંગ્લોર અને પુણેમાં કોલેજ અને માસ્ટર ડિગ્રી અભ્યાસ કર્યા તથા બાયોટેકમાં અનુસ્તાનકની ડિગ્રી મેળવી હતી. આઇબીપીએસ બેંક પી.ઓ.ની પરીક્ષા પ્રથમ પ્રયાસે જ પાસ કરીને કેનેડા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી મેળવી હતી પરંતુ ૩ વર્ષ નોકરી કર્યા પછી જીવનમાં કાંઇક અલગ કરવું છે એવી લાગણી થતાં નોકરી છોડી દીધી હતી. 2019થી યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 2019માં યુપીએસસી પરીક્ષા પહેલી વખત આપી પરંતુ નિષ્ફળતા મળી છતાં તૈયારી ચાલુ રાખી હતી. પાંચ વર્ષની સંઘર્ષ યાત્રા બાદ પાર્થ ચાવડાએ 932 મો ક્રમાંક મેળવી પરીક્ષા પાસ કરી છે. અનેક નિષ્ફળતાઓ પછી તેણે આ સિધ્ધિ મેળવી છે. 2020માં ફસ્ટ મેઇન્સ 35 માર્કસથી છૂટી ગયા બાદ 2021માં જીસેટમાં નિષ્ફળતા મળી હતી કારણ કે, તેનું મેથ્સ નબળું હતું. ત્યારબાદ મેથ્સની ચેલેન્જને લઇને બમણી મહેનત કરી તેને ક્રેક કરી હતી.

યુવા પેઢીમાં સામાન્ય રીતે એવી માન્યતા જોવા મળે છે કે, યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરવા માટે સારા કોચિંગ કલાસમાં તાલીમ લેવી જરૂરી છે પરંતુ પાર્થ ચાવડાએ કોઇપણ કોચિંગ કલાસમાં તાલીમ લીધી નથી. તેણે કહ્યું, 'મારા પિતા યોગેશભાઇ ચાવડા આદર્શ નિવાસી શાળાના નિવૃત્ત આચાર્ય છે અને જાત મહેનત કરવાની શીખામણ મને ગળથુથીમાંથી જ મળી હતી. યુપીએસસીની સંઘર્ષ યાત્રામાં મારા માતા-પિતા ઉપરાંત મારા ભાઇએ વિશેષ કરીને મોરલ સપોર્ટ પૂરો પાડયો હતો.' વધુ પડતો કોમ્પ્યુટર અને મોબાઇલનો ઉપયોગ ઉપરાંત નિયમિતે રીતે વાંચનને કારણે જમણી આંખમાં તકલીફ થઇ ગઇ હતી તેની તેણે સર્જરી પણ કરાવવી પડી હતી છતાં હિંમત હાર્યા વગર પરીક્ષા કલીયર કરી છે.