વાંકાનેરના ઢુવા નજીક આર્થિક સંકડામણથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મુકતાં મોત

મોરબી જિલ્લામાં આપઘાત, અપમૃત્યુના 5  બનાવ : રાણેકપર ગામે વૃધ્ધનો, મોરબીમાં યુવાનનો આપઘાત: તળાવીયા શનાળા ગામે ઉપરથી પટકાતા મહિલાનું મોત, છતર નજીક દાઝી જતા પરિણીતાનું મૃત્યુમોરબી, : મોરબી જિલ્લામાં આપઘાત અપમૃત્યુના ૫ બનાવો નોંધાયા છે. વાંકાનેર તાલુકાના ઢુવા નજીક રેલ્વે ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા ૬૨ વર્ષિય વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મોરબીના લીલાપર કેનાલ રોડ પર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ૨૬ વર્ષીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું. તળાવીયા શનાળા ગામની સીમમાં ઓરડી પર કામ કરવા ચડેલ મહિલા નીચે પડી જતા ઈજા પહોંચતા મોત થયું હતું. ટંકારા તાલુકાના છતર ગામ નજીક આવેલ કારખાનામાં રસોઈ બનાવતા દાઝી ગયેલ ૩૦ વર્ષીય પરિણીતાને સારવાર દરમિયાન મોત થયું હતું.મૂળ માટેલ અને હાલ ઢુવા ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાળું ભીમજીભાઈ મકવાણા (ઉ.વ. 38) નામના યુવાન કોઈ કામધંધો કરતા ના હોય અને આર્થિક સંકડામણને કારણે ઘર કંકાશ રહેતો હોય. જેથી કંટાળી જઈને રેલ્વે ટ્રેક પર ટ્રેન આવતા પડતું મુક્તા યુવાનનું મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના રાણેકપર ગામના રહેવાસી શનાભાઈ ગણેશભાઈ ઉડેચા (ઉ.વ. 62) નામના વૃદ્ધે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે. મૂળ યુપીના વતની અને હાલ લીલાપર કેનાલ રોડ પર આવેલ મહષ ટેક્સ ટાઈલ્સ નામના કારખાનામાં રહીને મજુરી કરતા નરેન્દ્ર અતારસિંહ રાજપૂત (ઉ.વ. 26) નામના યુવાને પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.તળાવીયા શનાળા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સંગીતાબેન વિખલાભાઈ બામણીયા (ઉ.વ. 30) નામની મહિલા રાત્રીના ઓરડીમાં ઉપર કામ કરવા ચડી હતી અને કોઈ કારણોસર ઓરડી પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.  છતર ગામ નજીક પુલીકર પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરતી રાધિકાબેન ગુડુભાઈ રાજભર (ઉ.વ. 30) નામની પરિણીતા રસોઈ બનાવતી વેળાએ પોતે પહેરેલ કપડે દાઝી જતા આખા શરીરે દાઝી ગઈ હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક પરિણીતાનો લગ્નગાળો 6 વર્ષનો હોય અને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના ઢુવા નજીક આર્થિક સંકડામણથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મુકતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મોરબી જિલ્લામાં આપઘાત, અપમૃત્યુના 5  બનાવ : રાણેકપર ગામે વૃધ્ધનો, મોરબીમાં યુવાનનો આપઘાત: તળાવીયા શનાળા ગામે ઉપરથી પટકાતા મહિલાનું મોત, છતર નજીક દાઝી જતા પરિણીતાનું મૃત્યુ

મોરબી, : મોરબી જિલ્લામાં આપઘાત અપમૃત્યુના ૫ બનાવો નોંધાયા છે. વાંકાનેર તાલુકાના ઢુવા નજીક રેલ્વે ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા ૬૨ વર્ષિય વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મોરબીના લીલાપર કેનાલ રોડ પર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ૨૬ વર્ષીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું. તળાવીયા શનાળા ગામની સીમમાં ઓરડી પર કામ કરવા ચડેલ મહિલા નીચે પડી જતા ઈજા પહોંચતા મોત થયું હતું. ટંકારા તાલુકાના છતર ગામ નજીક આવેલ કારખાનામાં રસોઈ બનાવતા દાઝી ગયેલ ૩૦ વર્ષીય પરિણીતાને સારવાર દરમિયાન મોત થયું હતું.

મૂળ માટેલ અને હાલ ઢુવા ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાળું ભીમજીભાઈ મકવાણા (ઉ.વ. 38) નામના યુવાન કોઈ કામધંધો કરતા ના હોય અને આર્થિક સંકડામણને કારણે ઘર કંકાશ રહેતો હોય. જેથી કંટાળી જઈને રેલ્વે ટ્રેક પર ટ્રેન આવતા પડતું મુક્તા યુવાનનું મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના રાણેકપર ગામના રહેવાસી શનાભાઈ ગણેશભાઈ ઉડેચા (ઉ.વ. 62) નામના વૃદ્ધે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે. મૂળ યુપીના વતની અને હાલ લીલાપર કેનાલ રોડ પર આવેલ મહષ ટેક્સ ટાઈલ્સ નામના કારખાનામાં રહીને મજુરી કરતા નરેન્દ્ર અતારસિંહ રાજપૂત (ઉ.વ. 26) નામના યુવાને પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

તળાવીયા શનાળા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સંગીતાબેન વિખલાભાઈ બામણીયા (ઉ.વ. 30) નામની મહિલા રાત્રીના ઓરડીમાં ઉપર કામ કરવા ચડી હતી અને કોઈ કારણોસર ઓરડી પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.  છતર ગામ નજીક પુલીકર પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરતી રાધિકાબેન ગુડુભાઈ રાજભર (ઉ.વ. 30) નામની પરિણીતા રસોઈ બનાવતી વેળાએ પોતે પહેરેલ કપડે દાઝી જતા આખા શરીરે દાઝી ગઈ હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક પરિણીતાનો લગ્નગાળો 6 વર્ષનો હોય અને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.