ગુજરાતનો દરિયો ડ્રગ્સ વેપારનું માન્ચેસ્ટર બન્યું ? વાંચો Special Story

ગુજરાતમાં ડ્રગ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો 3300 કિલોગ્રામ જથ્થો ઝડપાયો NCB,ATS અને કોસ્ટગાર્ડ સૌથી વધુ ઝડપે છે દરિયાઈ માર્ગે આવતા ડ્રગ્સ ગુજરાતમાં ત્રણ વર્ષમાં 21 હજાર કરોડ રૂપિયાનું 60 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું છેલ્લાં કેટલાક વર્ષોથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના પ્રમાણમાં વધારો થયો છે. સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, 2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં ડ્રગ્સનો કુલ 60 હજાર કિલો જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત 21 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી.જાણો કઈ રીતે ડ્રગ્સ આવે છે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વિવિધ એજન્સીઓએ ડ્રગ્સના મોટા મોટા જથ્થા પકડ્યા છે. આ પૈકી મોટા ભાગની કાર્યવાહી ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં કરાઈ છે. જેમાં, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય કેટલાંક સ્થળો અને દક્ષિણ ગુજરાતનાં સ્થળો સામેલ છે. ગુજરાતમાંથી કોને મોકલાય છે ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાતું ડ્રગ્સ મુખ્યત્વે ઉત્તર ભારત જ પહોંચાડવાનું હોય છે.દરેક વખતે જુદા-જુદા માણસો દ્વારા તેને આગળ પહોંચાડવામાં આવે છે. મુખ્યત્વે આ ડ્રગ્સ પંજાબ અને દિલ્હી જ પહોંચાડવાનું હોય છે,એક વખત ગુજરાતમાં ડ્રગ્સ પહોંચે ત્યાર બાદ તેને ટ્રેન, બસ કે કારમાં ગુજરાતમાંથી બહાર લઈ જવામાં આવે છે. અફીણમાંથી બને છે નશાકારક પદાર્થ વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. જેમાં શુદ્ધિકરણ દ્વારા હેરોઇન સહિતના આદત પડી જાય તેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે. 250 ગ્રામથી વધુનો જથ્થો હોય તો વેપાર માટેનો મનાય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા જો કોઈ વ્યક્તિ પાસેથી પાંચ ગ્રામ સુધીનું હેરોઇન પકડાય તો તેને ઓછો જથ્થો માનવામાં આવે છે. જ્યારે 250 ગ્રામ કે તેથી વધુના જથ્થાને મોટો જથ્થો માની તેમાં વેપારનું તત્ત્વ હોવાનું માનવામાં આવે છે. સત્તાપરિવર્તન ડ્રગ્સનુ મુખ્ય કારણ સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તનને કારણે ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છે કે કેમ તેને નજીકથી જોઈ રહ્યા છે. તાલિબાન માટે અફીણના ખેડૂતો પાસેથી ખંડણી તથા હેરફેર કરનારા પાસેથી રકમની વસૂલાત આવકનો મુખ્ય સ્રોત છે. બહારના દેશો ભારતમાં ઘુસાડે છે ડ્રગ્સ ગુજરાતમાં તાજેતરના સમયમાં જે કોઈ ડ્રગ્સની રિકવરી થઈ છે, તેનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે.વર્ષ 2021માં મુંદ્રા બંદર ખાતેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)દ્વારા લગભગ 21 હજાર કરોડ રૂપિયાની કિંમતનુ ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પડાયુ હતું. વર્ષ 2023માં કચ્છના ગાંધીધામથી 30 કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું.29 એપ્રિલ 2024 પોરબંદરથી ઝડપાયુ ડ્રગ્સ ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપી 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતુ,.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા હતા.સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATSએ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી હતી. 27 એપ્રિલ 2024 ગાંધીનગરથી ઝડપાઈ ડ્રગ્સની ફેકટરી ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી હતી.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ હતી.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. 28 ફેબ્રુઆરી 2024ના દિવસે વેરાવળમાંથી ઝડપાયું ડ્રગ્સ ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. 12 માર્ચ 2024ના દિવસે પણ પોરબંદર ખાતેથી ઝડપાયું ડ્રગ્સ પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ હતી.

ગુજરાતનો દરિયો ડ્રગ્સ વેપારનું માન્ચેસ્ટર બન્યું ? વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં ડ્રગ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો 3300 કિલોગ્રામ જથ્થો ઝડપાયો
  • NCB,ATS અને કોસ્ટગાર્ડ સૌથી વધુ ઝડપે છે દરિયાઈ માર્ગે આવતા ડ્રગ્સ
  • ગુજરાતમાં ત્રણ વર્ષમાં 21 હજાર કરોડ રૂપિયાનું 60 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું

છેલ્લાં કેટલાક વર્ષોથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના પ્રમાણમાં વધારો થયો છે. સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, 2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં ડ્રગ્સનો કુલ 60 હજાર કિલો જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત 21 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી.

જાણો કઈ રીતે ડ્રગ્સ આવે છે ગુજરાતના દરિયાકાંઠે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વિવિધ એજન્સીઓએ ડ્રગ્સના મોટા મોટા જથ્થા પકડ્યા છે. આ પૈકી મોટા ભાગની કાર્યવાહી ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં કરાઈ છે. જેમાં, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય કેટલાંક સ્થળો અને દક્ષિણ ગુજરાતનાં સ્થળો સામેલ છે.

ગુજરાતમાંથી કોને મોકલાય છે ડ્રગ્સ

ગુજરાતમાંથી પકડાતું ડ્રગ્સ મુખ્યત્વે ઉત્તર ભારત જ પહોંચાડવાનું હોય છે.દરેક વખતે જુદા-જુદા માણસો દ્વારા તેને આગળ પહોંચાડવામાં આવે છે. મુખ્યત્વે આ ડ્રગ્સ પંજાબ અને દિલ્હી જ પહોંચાડવાનું હોય છે,એક વખત ગુજરાતમાં ડ્રગ્સ પહોંચે ત્યાર બાદ તેને ટ્રેન, બસ કે કારમાં ગુજરાતમાંથી બહાર લઈ જવામાં આવે છે.

અફીણમાંથી બને છે નશાકારક પદાર્થ

વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. જેમાં શુદ્ધિકરણ દ્વારા હેરોઇન સહિતના આદત પડી જાય તેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે.

250 ગ્રામથી વધુનો જથ્થો હોય તો વેપાર માટેનો મનાય

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા જો કોઈ વ્યક્તિ પાસેથી પાંચ ગ્રામ સુધીનું હેરોઇન પકડાય તો તેને ઓછો જથ્થો માનવામાં આવે છે. જ્યારે 250 ગ્રામ કે તેથી વધુના જથ્થાને મોટો જથ્થો માની તેમાં વેપારનું તત્ત્વ હોવાનું માનવામાં આવે છે.

સત્તાપરિવર્તન ડ્રગ્સનુ મુખ્ય કારણ

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તનને કારણે ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છે કે કેમ તેને નજીકથી જોઈ રહ્યા છે. તાલિબાન માટે અફીણના ખેડૂતો પાસેથી ખંડણી તથા હેરફેર કરનારા પાસેથી રકમની વસૂલાત આવકનો મુખ્ય સ્રોત છે.

બહારના દેશો ભારતમાં ઘુસાડે છે ડ્રગ્સ

ગુજરાતમાં તાજેતરના સમયમાં જે કોઈ ડ્રગ્સની રિકવરી થઈ છે, તેનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે.વર્ષ 2021માં મુંદ્રા બંદર ખાતેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)દ્વારા લગભગ 21 હજાર કરોડ રૂપિયાની કિંમતનુ ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પડાયુ હતું. વર્ષ 2023માં કચ્છના ગાંધીધામથી 30 કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું.

29 એપ્રિલ 2024 પોરબંદરથી ઝડપાયુ ડ્રગ્સ

ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપી 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતુ,.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા હતા.સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATSએ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી હતી.

27 એપ્રિલ 2024 ગાંધીનગરથી ઝડપાઈ ડ્રગ્સની ફેકટરી

ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી હતી.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ હતી.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.

28 ફેબ્રુઆરી 2024ના દિવસે વેરાવળમાંથી ઝડપાયું ડ્રગ્સ

ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

12 માર્ચ 2024ના દિવસે પણ પોરબંદર ખાતેથી ઝડપાયું ડ્રગ્સ

પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ હતી.