Bhavnagar News : બોરતળાવ પોલીસ મથક વિસ્તારના 4 શખ્સોની પાસા કરાઈ

સમીર સુમાર,અકરમ ઉર્ફે ભોપો સુમાર,કાંતિ બારૈયા અને ઈરફાન સુમાર ને પાસા હેઠળ જેલ હવાલે કરાયા ભાવનગરમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલા હતા શખ્સો પોલીસને ખબર પડતા અટકાયત કરી જેલ હવાલે કર્યા ભાવનગર પોલીસે વર્ષ 2020ની સાલથી દેશી-ઈંગ્લીશ દારૂનો ગેરકાયદે વેપલો સંગ્રહ કે હેરાફેરી સબબ ઝડપાયેલા ચાર બુટલેગરો અને મારામારી મિલ્કત નો નુકશાન સહિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટને પાસાની દરખાસ્ત મોકલી હતી જે મંજૂર થતા છ આરોપીઓને રાજ્યના અલગ અલગ શહેરોમાં આવેલી જેલોમાં પાસા હેઠળ મોકલી આપ્યાં છે.અમદાવાદની સાબરમતી જેલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, ભુજની ખાસ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આરોપીઓને મોકલવામાં આવ્યા છે. શું છે PASAનો કાયદો PASA (Prevention of Anti-Social Activities) એટલે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ. વારંવાર ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા શખ્સો સામે કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા સંજોગોમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. બુટલેગરભયજનક શખ્સ, મિલ્કત પચાવી પાડનાર અનૈતિક વેપાર, ઔષદ્ય ગુનેગાર, ક્રુર શખ્સ, જુગારનો અડ્ડો ચલાવનાર, સંગ્રહખોરી અને કાળાબજાર કરનાર, સાયબર ક્રાઈમ કરનાર આરોપી અને રીઢા વ્યાજખોર સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવે છે. એક વર્ષ સુધીની જેલ પાસા હેઠળ આરોપીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખવાની જોગવાઈ છે. PASAના હુકમની બજવણી થયાના બે સપ્તાહમાં આરોપી ગૃહ વિભાગ માં હુકમ રદ્દ કરવા અરજી કરી શકે છે. પાસા સલાહકાર બોર્ડ ને સરકારે અટકાયતની તારીખથી 3 સપ્તાહમાં કેસ સમીક્ષા અંગે મોકલવાનો રહે છે અને પાસા બોર્ડે 7 સપ્તાહમાં સહ અભિપ્રાય મોકલવો પડે છે અથવા તો રજૂઆત તથ્યો આધારે આરોપીને મુક્ત કરવાનો હોય છે. PASA બોર્ડ તરફથી આરોપીને રાહત ના મળે તો ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. વર્ષ 2020માં ગૃહ વિભાગે શું ફેરફાર કર્યો ? PASA કાયદામાં ગૃહ વિભાગે 3 સપ્ટેમ્બર 2020થી કેટલાંક ફેરફાર અને ઉમેરો કર્યા છે. જેમાં શિક્ષાપાત્ર સાયબર ક્રાઈમ કરનાર આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ કરી.ભયજનકની શ્રેણીમાં ભારતીય દંડ સંહિતાના પ્રકરણ 8 અને 22 હેઠળના ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો.નાણાં ધીરધાર સંબંધી ગુનો કરનાર કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે.જાતીય ગુનો કરનારની શ્રેણીમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 376 તથા પોક્સો એક્ટ હેઠળના ગુના કરનારા શખ્સની અટકાયત કરવાની જોગવાઈ કરાઈ છે. અત્રે નોંધનીય છે કે, જુગારનો અડ્ડો ચલાવનાર ને છેલ્લાં 3 વર્ષમાં સજા થઈ હોય તેવી જોગવાઈ હતી તને રદ કરાઈ છે એટલે કે, તેની સામે PASAનું શસ્ત્ર ઉગામી નહીં શકાય.

Bhavnagar News : બોરતળાવ પોલીસ મથક વિસ્તારના 4 શખ્સોની પાસા કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમીર સુમાર,અકરમ ઉર્ફે ભોપો સુમાર,કાંતિ બારૈયા અને ઈરફાન સુમાર ને પાસા હેઠળ જેલ હવાલે કરાયા
  • ભાવનગરમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલા હતા શખ્સો
  • પોલીસને ખબર પડતા અટકાયત કરી જેલ હવાલે કર્યા

ભાવનગર પોલીસે વર્ષ 2020ની સાલથી દેશી-ઈંગ્લીશ દારૂનો ગેરકાયદે વેપલો સંગ્રહ કે હેરાફેરી સબબ ઝડપાયેલા ચાર બુટલેગરો અને મારામારી મિલ્કત નો નુકશાન સહિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટને પાસાની દરખાસ્ત મોકલી હતી જે મંજૂર થતા છ આરોપીઓને રાજ્યના અલગ અલગ શહેરોમાં આવેલી જેલોમાં પાસા હેઠળ મોકલી આપ્યાં છે.અમદાવાદની સાબરમતી જેલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, ભુજની ખાસ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આરોપીઓને મોકલવામાં આવ્યા છે.

શું છે PASAનો કાયદો

PASA (Prevention of Anti-Social Activities) એટલે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ. વારંવાર ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા શખ્સો સામે કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા સંજોગોમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. બુટલેગરભયજનક શખ્સ, મિલ્કત પચાવી પાડનાર અનૈતિક વેપાર, ઔષદ્ય ગુનેગાર, ક્રુર શખ્સ, જુગારનો અડ્ડો ચલાવનાર, સંગ્રહખોરી અને કાળાબજાર કરનાર, સાયબર ક્રાઈમ કરનાર આરોપી અને રીઢા વ્યાજખોર સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવે છે.

એક વર્ષ સુધીની જેલ

પાસા હેઠળ આરોપીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખવાની જોગવાઈ છે. PASAના હુકમની બજવણી થયાના બે સપ્તાહમાં આરોપી ગૃહ વિભાગ માં હુકમ રદ્દ કરવા અરજી કરી શકે છે. પાસા સલાહકાર બોર્ડ ને સરકારે અટકાયતની તારીખથી 3 સપ્તાહમાં કેસ સમીક્ષા અંગે મોકલવાનો રહે છે અને પાસા બોર્ડે 7 સપ્તાહમાં સહ અભિપ્રાય મોકલવો પડે છે અથવા તો રજૂઆત તથ્યો આધારે આરોપીને મુક્ત કરવાનો હોય છે. PASA બોર્ડ તરફથી આરોપીને રાહત ના મળે તો ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે.

વર્ષ 2020માં ગૃહ વિભાગે શું ફેરફાર કર્યો ?

PASA કાયદામાં ગૃહ વિભાગે 3 સપ્ટેમ્બર 2020થી કેટલાંક ફેરફાર અને ઉમેરો કર્યા છે. જેમાં શિક્ષાપાત્ર સાયબર ક્રાઈમ કરનાર આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ કરી.ભયજનકની શ્રેણીમાં ભારતીય દંડ સંહિતાના પ્રકરણ 8 અને 22 હેઠળના ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો.નાણાં ધીરધાર સંબંધી ગુનો કરનાર કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે.જાતીય ગુનો કરનારની શ્રેણીમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 376 તથા પોક્સો એક્ટ હેઠળના ગુના કરનારા શખ્સની અટકાયત કરવાની જોગવાઈ કરાઈ છે. અત્રે નોંધનીય છે કે, જુગારનો અડ્ડો ચલાવનાર ને છેલ્લાં 3 વર્ષમાં સજા થઈ હોય તેવી જોગવાઈ હતી તને રદ કરાઈ છે એટલે કે, તેની સામે PASAનું શસ્ત્ર ઉગામી નહીં શકાય.