RTOમાં જૂના વાહનના ટ્રાન્સફરની 10 હજાર અરજી પેન્ડિંગ

સર્વરમાં એરરને લીધે છ દિવસથી E-KYC ન થતાં હાલાકીરાજ્યની તમામ RTOમાં સર્જાયેલી સમસ્યાથી અરજદારો હેરાન થયા છ દિવસથી ઓનલાઇન પુરાવા જોઇ શકાતા નથી એટલે અરજીઓનો ભરાવ અમદાવાદ સહિત રાજ્યની 38 આરટીઓમાં ટેક્નિકલ એરરના લીધે છ દિવસથી E -KYC નહીં થતાં જૂના વાહનના ટ્રાન્સફર સહિતની અંદાજે દસ હજાર અરજીઓનો ભરાવ થઇ ગયો છે. અમદાવાદની ત્રણેય આરટીઓમાં રોજની 300થી 350 અરજીઓ ફેસલેસથી આવે છે. વાહનવ્યવહાર વિભાગના સર્વરમાં ટેક્નિકલ એરરના લીધે વાહન માલિકો આરટીઓના ધક્કા ખાવા મજબૂર છે. અરજદારોએ કહ્યું કે, વાહનવ્યવહાર વિભાગે ઓનલાઇન પ્રક્રિયા કરી દીધી છે. પરંતુ ગમે ત્યારે સર્વર ડાઉન થઇ જાય ત્યારે સ્થાનિક અધિકારીઓ ટેકનીકલ એરર હોવાનું જણાવી હાથ ઊંચા કરી દે છે. પરિણામે અરજદારને જ પરેશાની ભોગવવી પડે છે. જૂના વાહનના ટ્રાન્સફર સહિત લોન દાખલ કરવી, લોન કેન્સલ કરવી, ડુપ્લિકેટ આરસીબૂકની કામગીરી માટે ફેસલેસથી અરજી કરાયા બાદ આરટીઓ અધિકારીઓ ઓનલાઇન ઈ-KYC કરતાં હોય છે. જેમાં વાહનના વેચાણમાં વેચનાર અને લેનારના પુરાવા સહિત લોન દાખલ, લોન કેન્સલ કરવાની અરજીઓમાં બેંકના લેટર સહિત તમામ પ્રકારના પુરાવાની ઓનલાઇન ચકાસણી કરતાં હોય છે. પરંતુ છેલ્લા છ દિવસથી ઓનલાઇન પુરાવા જોઇ શકાતા નથી એટલે અરજીઓનો ભરાવ થતો જાય છે. સમગ્ર રાજ્યમાં કામગીરી બંધ છે. જેના લીધે વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા અટકી ગઇ છે. વાહન ટ્રાન્સફર નહીં થવાના લીધે રસ્તા પર કોઇ દુર્ઘટના સર્જાય ત્યારે ઘણી ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઇ શકે છે. જેને લઇને વાહન ચાલકો ચિંતામાં આવી ગયા છે. આ અંગે વાહનવ્યવહાર વિભાગના ઓએસડીનો સંપર્ક કરતાં તેઓએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી તેમ જ મેસેજનો પણ જવાબ આપ્યો ન હતો.

RTOમાં જૂના વાહનના ટ્રાન્સફરની 10 હજાર અરજી પેન્ડિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સર્વરમાં એરરને લીધે છ દિવસથી E-KYC ન થતાં હાલાકી
  • રાજ્યની તમામ RTOમાં સર્જાયેલી સમસ્યાથી અરજદારો હેરાન થયા
  • છ દિવસથી ઓનલાઇન પુરાવા જોઇ શકાતા નથી એટલે અરજીઓનો ભરાવ

અમદાવાદ સહિત રાજ્યની 38 આરટીઓમાં ટેક્નિકલ એરરના લીધે છ દિવસથી E -KYC નહીં થતાં જૂના વાહનના ટ્રાન્સફર સહિતની અંદાજે દસ હજાર અરજીઓનો ભરાવ થઇ ગયો છે. અમદાવાદની ત્રણેય આરટીઓમાં રોજની 300થી 350 અરજીઓ ફેસલેસથી આવે છે. વાહનવ્યવહાર વિભાગના સર્વરમાં ટેક્નિકલ એરરના લીધે વાહન માલિકો આરટીઓના ધક્કા ખાવા મજબૂર છે.

અરજદારોએ કહ્યું કે, વાહનવ્યવહાર વિભાગે ઓનલાઇન પ્રક્રિયા કરી દીધી છે. પરંતુ ગમે ત્યારે સર્વર ડાઉન થઇ જાય ત્યારે સ્થાનિક અધિકારીઓ ટેકનીકલ એરર હોવાનું જણાવી હાથ ઊંચા કરી દે છે. પરિણામે અરજદારને જ પરેશાની ભોગવવી પડે છે. જૂના વાહનના ટ્રાન્સફર સહિત લોન દાખલ કરવી, લોન કેન્સલ કરવી, ડુપ્લિકેટ આરસીબૂકની કામગીરી માટે ફેસલેસથી અરજી કરાયા બાદ આરટીઓ અધિકારીઓ ઓનલાઇન ઈ-KYC કરતાં હોય છે. જેમાં વાહનના વેચાણમાં વેચનાર અને લેનારના પુરાવા સહિત લોન દાખલ, લોન કેન્સલ કરવાની અરજીઓમાં બેંકના લેટર સહિત તમામ પ્રકારના પુરાવાની ઓનલાઇન ચકાસણી કરતાં હોય છે. પરંતુ છેલ્લા છ દિવસથી ઓનલાઇન પુરાવા જોઇ શકાતા નથી એટલે અરજીઓનો ભરાવ થતો જાય છે. સમગ્ર રાજ્યમાં કામગીરી બંધ છે. જેના લીધે વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા અટકી ગઇ છે. વાહન ટ્રાન્સફર નહીં થવાના લીધે રસ્તા પર કોઇ દુર્ઘટના સર્જાય ત્યારે ઘણી ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઇ શકે છે. જેને લઇને વાહન ચાલકો ચિંતામાં આવી ગયા છે. આ અંગે વાહનવ્યવહાર વિભાગના ઓએસડીનો સંપર્ક કરતાં તેઓએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી તેમ જ મેસેજનો પણ જવાબ આપ્યો ન હતો.