Surat News : પડતર માંગણીઓને લઈ BRTSના કર્મચારી ઉતર્યા હડતાળ પર

સુરતમાં મનપા સંચાલિત BRTSના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર નક્કી કરેલા પગાર કરતાં ઓછો પગાર અપાયાનો આક્ષેપ 22,500ની જગ્યાએ 15,600 પગાર અપાતો હોવાનો આક્ષેપ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મુડમાં છે,ત્યારે આજે BRTS બસના ડ્રાઈવરો પગારને લઈ હડતાળ પર ઉતર્યા છે.જે પગાર નક્કી થયો હતો,તેની સામે ઓછો પગાર મળતો હોવાના આક્ષેપને લઈ હડતાળ પર ઉતર્યા છે,બીજી તરફ એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે,ડ્રાઈવરો પાસે લાઈસન્સ નથી અને બસ હંકારી રહ્યાં છે. ગત મહીને તંત્રએ ફટકાર્યો હતો દંડ અલથાણ ડેપોની 75 સિટીબસના ડ્રાઇવરોએ પગાર મુદ્દે હડતાળ પાડતાં 25 હજાર મુસાફરો અટવાયા હતા. જેને પગલે સિટી લિંકે ડ્રાઇવરો સપ્લાય કરતી ઇવે ટ્રાન્સ એજન્સીને 20 લાખની પેનલ્ટી ફટકારી છે. આ ડેપોની વેસુ, પાંડેસરા, જહાંગીરપુરા વિસ્તાર સહિતના 3 રૂટની સિટીબસો બંધ રહી હતી. એજન્સી દ્વારા ઓવરટાઇમનો પગાર ચૂકવવામાં ન આવતો હોવાની ફરિયાદ સાથે ડ્રાઇવરોએ હડતાળ પાડી હતી. શું હતો વિવાદ સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે, ત્યારે મગોબ ડેપો ખાતે બસ ચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોઇનિંગ વખતે જે પગાર આપવાની વાત કરવામાં આવી હતી. તેના કરતાં અલગ પ્રકારની રકમ ચૂકવવામાં આવતા ડ્રાઇવરોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ડ્રાઈવરોએ 12, 13, 16 અને 19 નંબરના રૂટ પર બસ બંધ કરી દીધી હતી. પહેલા પણ દંડ ફટકાર્યો હતો પાલિકા સંચાલિત સિટી બસના મગોબ ડેપો પર વેતન વધારાની માંગ સાથે ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતરતાં સમગ્ર દિવસ દરમિયાન 92 બસ નિયત રૂટ પર દોડી શકી ન હતી. હડતાળને પગલે સરથાણા- ONGC, જહાંગીરપુરા-કડોદરા, કોસાડ-સચિન અને સ્ટેશનથી કડોદરા રૂટ પર આશરે 30 હજાર મુસાફરો હાલાકીમાં મુકાયા હતા. ટ્રાન્સ્પોર્ટેશન સેવા બાનમાં લેવાના પ્રયાસ મામલે મંગળવારે પાલિકાએ કેટલાક ડ્રાઈવર સામે કાર્યવાહીની તૈયારી દર્શાવી એજન્સી ગ્રીન સેલને 1 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી હતી.

Surat News : પડતર માંગણીઓને લઈ BRTSના કર્મચારી ઉતર્યા હડતાળ પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં મનપા સંચાલિત BRTSના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર
  • નક્કી કરેલા પગાર કરતાં ઓછો પગાર અપાયાનો આક્ષેપ
  • 22,500ની જગ્યાએ 15,600 પગાર અપાતો હોવાનો આક્ષેપ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મુડમાં છે,ત્યારે આજે BRTS બસના ડ્રાઈવરો પગારને લઈ હડતાળ પર ઉતર્યા છે.જે પગાર નક્કી થયો હતો,તેની સામે ઓછો પગાર મળતો હોવાના આક્ષેપને લઈ હડતાળ પર ઉતર્યા છે,બીજી તરફ એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે,ડ્રાઈવરો પાસે લાઈસન્સ નથી અને બસ હંકારી રહ્યાં છે.

ગત મહીને તંત્રએ ફટકાર્યો હતો દંડ

અલથાણ ડેપોની 75 સિટીબસના ડ્રાઇવરોએ પગાર મુદ્દે હડતાળ પાડતાં 25 હજાર મુસાફરો અટવાયા હતા. જેને પગલે સિટી લિંકે ડ્રાઇવરો સપ્લાય કરતી ઇવે ટ્રાન્સ એજન્સીને 20 લાખની પેનલ્ટી ફટકારી છે. આ ડેપોની વેસુ, પાંડેસરા, જહાંગીરપુરા વિસ્તાર સહિતના 3 રૂટની સિટીબસો બંધ રહી હતી. એજન્સી દ્વારા ઓવરટાઇમનો પગાર ચૂકવવામાં ન આવતો હોવાની ફરિયાદ સાથે ડ્રાઇવરોએ હડતાળ પાડી હતી.


શું હતો વિવાદ

સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે, ત્યારે મગોબ ડેપો ખાતે બસ ચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોઇનિંગ વખતે જે પગાર આપવાની વાત કરવામાં આવી હતી. તેના કરતાં અલગ પ્રકારની રકમ ચૂકવવામાં આવતા ડ્રાઇવરોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ડ્રાઈવરોએ 12, 13, 16 અને 19 નંબરના રૂટ પર બસ બંધ કરી દીધી હતી.

પહેલા પણ દંડ ફટકાર્યો હતો

પાલિકા સંચાલિત સિટી બસના મગોબ ડેપો પર વેતન વધારાની માંગ સાથે ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતરતાં સમગ્ર દિવસ દરમિયાન 92 બસ નિયત રૂટ પર દોડી શકી ન હતી. હડતાળને પગલે સરથાણા- ONGC, જહાંગીરપુરા-કડોદરા, કોસાડ-સચિન અને સ્ટેશનથી કડોદરા રૂટ પર આશરે 30 હજાર મુસાફરો હાલાકીમાં મુકાયા હતા. ટ્રાન્સ્પોર્ટેશન સેવા બાનમાં લેવાના પ્રયાસ મામલે મંગળવારે પાલિકાએ કેટલાક ડ્રાઈવર સામે કાર્યવાહીની તૈયારી દર્શાવી એજન્સી ગ્રીન સેલને 1 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી હતી.