Ahmedabad: કેશવબાગથી જજિસ બંગલા રોડ 38 કરોડના ખર્ચે 'આઇકોનિક' બનશે

ડેકોરેટિવ અને તદ્દન નવી સ્ટ્રીટ લાઈટ્સથી નવો લૂક અને નવો ટચ અપાશેસેન્ટ્રલ વર્જ બનશે તેમાં ઓક્ટાગોનલ પોલ્સ મુકાશે ફૂટપાથ પર પોસ્ટ ટોપ ફિટિંગના ડિઝાઈનર પોલ હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તર- પશ્ચીમ ઝોનમાં કેશવબાગથી જજિસ બંગલા સુધીના રોડને રૂ. 38 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ હેતુસર ટેન્ડર પ્રોસેસ કરવામાં આવી છે. કેશવબાગથી જજિસ બંગલો રોડ પર ડેકોરેટિવ સાઈટ તૈયાર કરાશે અને બ્યુટીફિકેશન કરવામાં આવશે તેમજ રોડ સાઈડ અને ફુટપાથ પર બેન્ચીસ મૂકવામાં આવશે. કેશવબાગથી જજિસ બંગલા સુધીના રોડ પર ડેકોરેટિવ અને નવી સ્ટ્રીટ લાઈટ નાંખવામાં આવશે તેમજ આ રોડ પરના સેન્ટ્રલ વર્જ તૈયાર કરાશે અને સેન્ટ્રલ વર્જમાં ઓક્ટાગોનલ પોલ્સ મૂકવામાં આવશે અને ફુટપાથ પર પોસ્ટ ટોપ ફિટિંગ સાથેના પોલ્સ ઉભા કરવામાં આવશે. શહેરના ઉત્તર- પશ્ચીમ ઝોનમાં આવેલા કેશવબાગથી જજિસ બંગલા રોડ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાંચથી છ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માટે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. છસ્ઝ્ર દ્વારા સૌપ્રથમ એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના VVIP રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો હતો અને રાજપથ ક્લબના રેડને રૂ. 4. 75 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો હતો. હવે કેશવબાગથી જજિસ બંગલા સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે.

Ahmedabad: કેશવબાગથી જજિસ બંગલા રોડ 38 કરોડના ખર્ચે 'આઇકોનિક' બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડેકોરેટિવ અને તદ્દન નવી સ્ટ્રીટ લાઈટ્સથી નવો લૂક અને નવો ટચ અપાશે
  • સેન્ટ્રલ વર્જ બનશે તેમાં ઓક્ટાગોનલ પોલ્સ મુકાશે
  • ફૂટપાથ પર પોસ્ટ ટોપ ફિટિંગના ડિઝાઈનર પોલ હશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તર- પશ્ચીમ ઝોનમાં કેશવબાગથી જજિસ બંગલા સુધીના રોડને રૂ. 38 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ હેતુસર ટેન્ડર પ્રોસેસ કરવામાં આવી છે. કેશવબાગથી જજિસ બંગલો રોડ પર ડેકોરેટિવ સાઈટ તૈયાર કરાશે અને બ્યુટીફિકેશન કરવામાં આવશે તેમજ રોડ સાઈડ અને ફુટપાથ પર બેન્ચીસ મૂકવામાં આવશે. કેશવબાગથી જજિસ બંગલા સુધીના રોડ પર ડેકોરેટિવ અને નવી સ્ટ્રીટ લાઈટ નાંખવામાં આવશે તેમજ આ રોડ પરના સેન્ટ્રલ વર્જ તૈયાર કરાશે અને સેન્ટ્રલ વર્જમાં ઓક્ટાગોનલ પોલ્સ મૂકવામાં આવશે અને ફુટપાથ પર પોસ્ટ ટોપ ફિટિંગ સાથેના પોલ્સ ઉભા કરવામાં આવશે. શહેરના ઉત્તર- પશ્ચીમ ઝોનમાં આવેલા કેશવબાગથી જજિસ બંગલા રોડ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાંચથી છ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માટે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. છસ્ઝ્ર દ્વારા સૌપ્રથમ એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના VVIP રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો હતો અને રાજપથ ક્લબના રેડને રૂ. 4. 75 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો હતો. હવે કેશવબાગથી જજિસ બંગલા સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે.