અમદાવાદ શહેરમાં ત્રણ માસમાં એક હજાર મોબાઈલ ફોન ચોરાયા

માત્ર 92 જ ફોન સાઇબર ક્રાઈમે પરત કર્યાંદરરોજ સરેરાશ 15થી વધુ મોબાઇલની ચોરી અને ગુમ થાય છે હાલમાં પોલીસે આની પાછળ કઇ ગેંગ સંકળાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી ત્રણ મહિનામાં કુલ 1000 જેટલા મોબાઇલ ફોન ચોરી અને ગુમ થયાની ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોધાઇ હતી. ત્યારે ટેકનિકલ એનાલિસિસ કરીને સાયબર ક્રાઇમે માત્ર રૂ. 9.20 લાખના 92 મોબાઇલ જ રીકવર કરી શકી છે. ત્યારે બીજા મોબાઇલ અંગે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ રિકવર કરેલ મોબાઇલ માલિકોને પરત કર્યા હતા. હાલમાં પોલીસે આની પાછળ કઇ ગેંગ સંકળાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ અનેક મોબાઇલ ચોરી અને ગુમ થવાની ઘટના બનતી હોય છે. સાયબર ક્રાઇમે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવી હતી. જેમાંથી સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલીસીસના આધારે 92 મોબાઇલ રિકવર કર્યા હતા. તેમજ પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ રિકવર કરેલા મોબાઇલ ફેન માલિકોનો સંપર્ક કરીને પરત કર્યા હતા. મોટા ભાગના મોબાઇલ જેમની પાસેથી મળી આવ્યા તેમાં મુખ્ય કારણ મેડિકલ ઇમરજન્સીના નામે મોબાઇલ વેચી નાખતો હોવાનું સામે આવ્યુ છે. એટલે ચોર ચોરી કર્યા બાદ ગરીબી જેવા બહાના બતાવીને મોબાઇલ વેચી નાખે છે. ત્યારે શહેરમાં દરરોજ સરેરાશ 15થી વધુ મોબાઇલ ફેન ચોરી અને ગુમ થવાની ઘટનાઓ બને છે. હાલમાં આ અંગે સાઇબર ક્રાઇમે આની પાછળ કઇ મોબાઇલચોરી ગેંગ સક્રિય છે તે અંગે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં ત્રણ માસમાં એક હજાર મોબાઈલ ફોન ચોરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માત્ર 92 જ ફોન સાઇબર ક્રાઈમે પરત કર્યાં
  • દરરોજ સરેરાશ 15થી વધુ મોબાઇલની ચોરી અને ગુમ થાય છે
  • હાલમાં પોલીસે આની પાછળ કઇ ગેંગ સંકળાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી

શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી ત્રણ મહિનામાં કુલ 1000 જેટલા મોબાઇલ ફોન ચોરી અને ગુમ થયાની ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોધાઇ હતી. ત્યારે ટેકનિકલ એનાલિસિસ કરીને સાયબર ક્રાઇમે માત્ર રૂ. 9.20 લાખના 92 મોબાઇલ જ રીકવર કરી શકી છે. ત્યારે બીજા મોબાઇલ અંગે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ રિકવર કરેલ મોબાઇલ માલિકોને પરત કર્યા હતા. હાલમાં પોલીસે આની પાછળ કઇ ગેંગ સંકળાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ અનેક મોબાઇલ ચોરી અને ગુમ થવાની ઘટના બનતી હોય છે. સાયબર ક્રાઇમે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવી હતી. જેમાંથી સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલીસીસના આધારે 92 મોબાઇલ રિકવર કર્યા હતા. તેમજ પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ રિકવર કરેલા મોબાઇલ ફેન માલિકોનો સંપર્ક કરીને પરત કર્યા હતા. મોટા ભાગના મોબાઇલ જેમની પાસેથી મળી આવ્યા તેમાં મુખ્ય કારણ મેડિકલ ઇમરજન્સીના નામે મોબાઇલ વેચી નાખતો હોવાનું સામે આવ્યુ છે. એટલે ચોર ચોરી કર્યા બાદ ગરીબી જેવા બહાના બતાવીને મોબાઇલ વેચી નાખે છે. ત્યારે શહેરમાં દરરોજ સરેરાશ 15થી વધુ મોબાઇલ ફેન ચોરી અને ગુમ થવાની ઘટનાઓ બને છે. હાલમાં આ અંગે સાઇબર ક્રાઇમે આની પાછળ કઇ મોબાઇલચોરી ગેંગ સક્રિય છે તે અંગે તપાસ શરૂ કરી છે.