Weather: અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો

અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટુંવરસાદને લીધે વાતાવરણમાં ઠંડક અનુભવાઈકાળઝાળ ગરમી વચ્ચે વરસાદે લોકોને રાહત અપાવીમુંબઈમાં ચોમાસાની આગમનની સાથે ગુજરાતના ઘણા વિસ્તારમાં ચોમાસાએ છડી પોકારી છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. જેથી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માટે વરસાદી ઝાપટું આશીર્વાદ સમાન બન્યું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી જેથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. ત્યારબાદ ઝરમર વરસાદનુંં આગમન થયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે સાંજે પવનની સાથે વરસાદ પણ પડયો હતો. જેથી લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 10 જૂને એટલે કે સોમવારે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી રહેશે. તો 11 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટોસૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી

Weather: અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું
  • વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ
  • કાળઝાળ ગરમી વચ્ચે વરસાદે લોકોને રાહત અપાવી

મુંબઈમાં ચોમાસાની આગમનની સાથે ગુજરાતના ઘણા વિસ્તારમાં ચોમાસાએ છડી પોકારી છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. જેથી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માટે વરસાદી ઝાપટું આશીર્વાદ સમાન બન્યું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી જેથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. ત્યારબાદ ઝરમર વરસાદનુંં આગમન થયું હતું. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે સાંજે પવનની સાથે વરસાદ પણ પડયો હતો. જેથી લોકોને રાહત મળી હતી. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 10 જૂને એટલે કે સોમવારે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી રહેશે. તો 11 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી