Sayla News: કંસાળાની સીમમાં દીપડાએરાતવાસો કરતા ખેડૂતોભયથી વાડી છોડી ગામમાં આવી ગયા

4 દિવસથી ત્રણ ગામોની સીમમાં દેખાતા રાની પશુથી ફફડાટબુધવારે રાત્રે વાડીમાં દીપડાએ દેખા દેતા ગામલોકો રાતભર જાગતા રહ્યા દિપડા જેવું પ્રાણી જોયા બાદ સ્થાનિકોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો   સાયલા તાલુકાના અંતરિયાળ એવા કંસાળા ગામની સીમમાં ટ્રેકટર ચાલક ખેડૂત યુવાને દિપડા જેવું પ્રાણી જોયા બાદ સ્થાનિકોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો. બુધવારે આ રાની પશુ કંસાળા ગામના તળાવ પાસે આવેલ વાડીમાં રાતે જોવા મળતા ખેતરો, વાડીઓમાં રહેતા ખેડૂતો પોતાના પરિવાર, માલઢોર લઇ ગામમાં આવતા રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ હિંસક પ્રજાતિનું પ્રાણી ચાર દિવસથી ત્રણ ગામોમાં જોવા મળ્યાનું તથા આ બાબતે જાણ કરવા છતાં વન વિભાગના કર્મીઓ આવીને ફ્કત આંટો મારીને ચાલ્યા જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.   કંસાળાની સીમમાં મંગળવારે દિપડાએ દેખા દીધા બાદ બુધવારે પણ તળાવ પાસે આવેલ કરશનભાઇની વાડી પાસે જોવા મળતા તુરંત ગામમાં જાણ કરાઇ હતી. સરગવાના વાવેતર પાસે જોવા મળેલ પ્રાણીના પંજાના નિશાન દિપડાના જ હોવાનું લોકો કહી રહ્યા છે. જયારે વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર હાલ સુધી દિપડાએ કોઇ મારણ કે કોઇ પર હુમલો કર્યાનું બહાર નથી આવ્યું. તેથી રાની પશુ હિંસક બની કંઇ નુકશાન કરશે તો અમારા વિભાગ દ્વારા પાંજરુ મુકવા સહિતની જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્થાનિક યુવાન જસમતભાઇ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ગત રાત્રીના દિપડો સીમ વાડીમાં જોવા મળતા અમારા દ્વારા ફેન કરી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મેસેજ મુકી દરેક લોકોને સાવચેત રહેવા કહ્યું હતું. હાલ તો હિંસક પ્રાણીનો ભય કંસાળા સાથે સીતાગઢ, કાનપર, સોરીંભડા સહિતના ગામોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ હવે કંઇ નક્કર કામગીરી કરે તેવી સ્થાનિકોની માંગ છે.

Sayla News: કંસાળાની સીમમાં દીપડાએરાતવાસો કરતા ખેડૂતોભયથી વાડી છોડી ગામમાં આવી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 દિવસથી ત્રણ ગામોની સીમમાં દેખાતા રાની પશુથી ફફડાટ
  • બુધવારે રાત્રે વાડીમાં દીપડાએ દેખા દેતા ગામલોકો રાતભર જાગતા રહ્યા
  • દિપડા જેવું પ્રાણી જોયા બાદ સ્થાનિકોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો

  સાયલા તાલુકાના અંતરિયાળ એવા કંસાળા ગામની સીમમાં ટ્રેકટર ચાલક ખેડૂત યુવાને દિપડા જેવું પ્રાણી જોયા બાદ સ્થાનિકોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો. બુધવારે આ રાની પશુ કંસાળા ગામના તળાવ પાસે આવેલ વાડીમાં રાતે જોવા મળતા ખેતરો, વાડીઓમાં રહેતા ખેડૂતો પોતાના પરિવાર, માલઢોર લઇ ગામમાં આવતા રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ હિંસક પ્રજાતિનું પ્રાણી ચાર દિવસથી ત્રણ ગામોમાં જોવા મળ્યાનું તથા આ બાબતે જાણ કરવા છતાં વન વિભાગના કર્મીઓ આવીને ફ્કત આંટો મારીને ચાલ્યા જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

  કંસાળાની સીમમાં મંગળવારે દિપડાએ દેખા દીધા બાદ બુધવારે પણ તળાવ પાસે આવેલ કરશનભાઇની વાડી પાસે જોવા મળતા તુરંત ગામમાં જાણ કરાઇ હતી. સરગવાના વાવેતર પાસે જોવા મળેલ પ્રાણીના પંજાના નિશાન દિપડાના જ હોવાનું લોકો કહી રહ્યા છે. જયારે વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર હાલ સુધી દિપડાએ કોઇ મારણ કે કોઇ પર હુમલો કર્યાનું બહાર નથી આવ્યું. તેથી રાની પશુ હિંસક બની કંઇ નુકશાન કરશે તો અમારા વિભાગ દ્વારા પાંજરુ મુકવા સહિતની જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્થાનિક યુવાન જસમતભાઇ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ગત રાત્રીના દિપડો સીમ વાડીમાં જોવા મળતા અમારા દ્વારા ફેન કરી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મેસેજ મુકી દરેક લોકોને સાવચેત રહેવા કહ્યું હતું. હાલ તો હિંસક પ્રાણીનો ભય કંસાળા સાથે સીતાગઢ, કાનપર, સોરીંભડા સહિતના ગામોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ હવે કંઇ નક્કર કામગીરી કરે તેવી સ્થાનિકોની માંગ છે.