ટેન્કરના ડ્રાઇવર સાથે મળીને ઝુંડાલમાં ટેન્કરમાથી ગેરકાયદેસર ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી લેવાઇ

અમદાવાદ,ગુરૂવારશહેરના ઝુંડાલમાં ડીઝલ ટેન્કરને લાવીને તેમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરવાનું મોટું કૌભાંડ ચાંદખેડા પોલીસે પકડયું છે. જેમાં  પોલીસે ડ્રાઇવર સહિત ત્રણ લોકોની ચોરી કરાયેલા ડીઝલના મુદ્દામાલ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા પોલીસના સ્ટાફને બુધવારે બપોરે ચોક્કસ બાતમી મળી હતી કે ઝુંડાલ અનન્યા સ્કૂલ પાસે એક ખેતરમાં ડીઝલનું ટેન્કર લાવીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે  સર્વેલન્સ પીએસઆઇ વી જી ડાભીએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં ત્રણ લોકો મુખ્ય વાલ્વ ખોલીને ડીઝલને કેરબામાં ભરી રહ્યા હતા. સાથેસાથે ડીઝલ ભરેલા સાત કેરબા મળી આવ્યા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલા સત્યમ બંગ્લોઝમાં રહેતા ઉગ્રશ્યામ રાજપુત અને મણીભદ્ર સોસાયટી ચાંદખેડામાં રહેતો અશોક રાજપુત  ડીઝલ અને પેટ્રોલના ટેન્કરને ખેતરમાં મંગાવીને ડ્રાઇવરને કેટલીક રકમ આપી ડીઝલ-પેટ્રોલની ચોરી કરતા હતા. આ અંગે ડ્રાઇવર લક્ષ્મણ ગુપ્તા (રહે.ઓમશાંતિરાજ નિવાસ, લાંભા)ની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે સામાન્ય રીતે ડીઝલ કે પેટ્રોલની ચોરી ન થાય તે માટે ચાર આંકનો ઓટીપી ડીજીટલ લોક હોય છે. જો કે સળીયાની લોક ખોલીને ચોરી કરાવતો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે ટેન્કર, ડીઝલ સહિત કુલ ૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ચાંદખેડા પીઆઇ એન જી સોંલકીએ જણાવ્યું કે તપાસ દરમિયાન અનેક ડીઝલ ચોરીના અનેક મોટા ખુલાસ થવાની શક્યતા છે.

ટેન્કરના ડ્રાઇવર સાથે મળીને  ઝુંડાલમાં  ટેન્કરમાથી ગેરકાયદેસર ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી લેવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

શહેરના ઝુંડાલમાં ડીઝલ ટેન્કરને લાવીને તેમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરવાનું મોટું કૌભાંડ ચાંદખેડા પોલીસે પકડયું છે. જેમાં  પોલીસે ડ્રાઇવર સહિત ત્રણ લોકોની ચોરી કરાયેલા ડીઝલના મુદ્દામાલ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા પોલીસના સ્ટાફને બુધવારે બપોરે ચોક્કસ બાતમી મળી હતી કે ઝુંડાલ અનન્યા સ્કૂલ પાસે એક ખેતરમાં ડીઝલનું ટેન્કર લાવીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે  સર્વેલન્સ પીએસઆઇ વી જી ડાભીએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં ત્રણ લોકો મુખ્ય વાલ્વ ખોલીને ડીઝલને કેરબામાં ભરી રહ્યા હતા. સાથેસાથે ડીઝલ ભરેલા સાત કેરબા મળી આવ્યા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલા સત્યમ બંગ્લોઝમાં રહેતા ઉગ્રશ્યામ રાજપુત અને મણીભદ્ર સોસાયટી ચાંદખેડામાં રહેતો અશોક રાજપુત  ડીઝલ અને પેટ્રોલના ટેન્કરને ખેતરમાં મંગાવીને ડ્રાઇવરને કેટલીક રકમ આપી ડીઝલ-પેટ્રોલની ચોરી કરતા હતા. આ અંગે ડ્રાઇવર લક્ષ્મણ ગુપ્તા (રહે.ઓમશાંતિરાજ નિવાસ, લાંભા)ની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે સામાન્ય રીતે ડીઝલ કે પેટ્રોલની ચોરી ન થાય તે માટે ચાર આંકનો ઓટીપી ડીજીટલ લોક હોય છે. જો કે સળીયાની લોક ખોલીને ચોરી કરાવતો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે ટેન્કર, ડીઝલ સહિત કુલ ૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ચાંદખેડા પીઆઇ એન જી સોંલકીએ જણાવ્યું કે તપાસ દરમિયાન અનેક ડીઝલ ચોરીના અનેક મોટા ખુલાસ થવાની શક્યતા છે.