Gujarat News : Smart Meterના વિરોધ વચ્ચે જાણો સરળ શબ્દોમાં જાણો માહિતી

દિલ્હીમાં હમણાં સુધી 2,60,000 સ્માર્ટ મીટર લાગી ચુક્યા સ્માર્ટ મીટર એ કઈ જ નથી આપણું જુનું જ ઇલેક્ટ્રિક મીટર (ડીજીટલ) જ છે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થાય છે કે અમારું બીલ વધુ આવ્યું અને પૈસા કપાઈ ગયા હાલમાં સ્માર્ટ મીટર અંગે ઘણી ભ્રમણાઓ ચાલી રહી છે. આવો આપણે આ બાબતે અતઃથી ઇતિ સમજીએ. સ્માર્ટ મીટર હાલમાં વિકસિત દેશોમાં લાગુ થઇ જ ગયા છે. હાલમાં ભારત પણ પોતાનું ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ કરી જ રહ્યું છે. માટે વીજળી ક્ષેત્રને આધુનિક કરવા માટે ભારત સરકાર દ્વારા ‘સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ’ જાહેર કરવામાં આવ્યો. આ યોજના અંતર્ગત આખા ભારતમાં વર્તમાન કાર્યરત 25 કરોડ વીજળી મીટરને સ્માર્ટ મીટરમાં રૂપાંતર કરવા. એમ તો ટાર્ગેટ 31 માર્ચ 2025 સુધીનો છે, પરંતુ બે-ત્રણ વર્ષમાં ભારતના તમામ મીટર સ્માર્ટ થઇ જશે. દિલ્હીમાં જ હમણાં સુધી 2,60,000 સ્માર્ટ મીટર લાગી ચુક્યા આ આખી યોજના લાગુ કરવાનુ કામ સરકારની જાહેર કંપનીઓ NTPC Limited, PFC, REC, અને POWERGRID નું સંયુક્ત સાહસ Energy Efficiency Services Limited (EESL) ને સોપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે રૂપિયા 3,00,000 કરોડનુ રોકાણ કર્યું છે. હમણાં સુધીમાં 10 કરોડ સ્માર્ટ મીટરનો ઓર્ડર અપાઈ ગયો છે, જેમાંથી 1,10,40,878 સ્માર્ટ મીટરો તો લાગી જ ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કામમાં સૌથી આગળ બિહાર છે, જેમાં હમણાં સુધી 33,45,872 સ્માર્ટ મીટર લાગી ગયા છે. હાલમાં એક પક્ષના લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે, જયારે જ્યાં તેમની સરકાર છે તે દિલ્લીમાં જ હમણાં સુધી 2,60,000 સ્માર્ટ મીટર લાગી ચુક્યા છે. જયારે ગુજરાતમાં હમણાં સુધી 67,856 સ્માર્ટ મીટર લાગ્યા છે. કેરલ રાજ્ય દ્વારા આ પ્રોગ્રામ હમણાં સુધી સ્વીકારવામાં આવ્યો નથી. આપણે હમણાં સુધી ત્રણ પ્રકારના મીટર જોયા. (એમ તો ઘણા પ્રકાર પાડી શકાય, પરંતુ સાદી સમજ માટે આ ત્રણ પ્રકાર પાડ્યા છે.) 1. મીક્નીક મીટર ( જેમાં એક ચકરડું ફરતું, તેનાથી વપરાશ મપાતો - પહેલા બાઈકના કિમી માપતા તેમ ) - આને ટેમ્પર કરવું ખુબ જ સરળ હતું. 2. ઇલેક્ટ્રિક મીટર ( હાલમાં આપણે ત્યાં આ મીટર લાગેલા છે ) - આ મીટરમાં બધું ડીજીટલ કરવામાં આવ્યું 3. સ્માર્ટ મીટર: જેની હાલમાં ચર્ચા ચાલી રહી છે સ્માર્ટ મીટરને સમજવા માટે તમને એક નાનકડું ઉદાહરણ આપું. “એક ગોડાઉનમાં રોજ માલની અવર જવર થાય છે, હિસાબ કરવા માટે દર મહિનાના અંતે જનરલ હિસાબ મારી દેવામાં આવે છે કે આ મહિનામાં આટલો માલ આવ્યો અને આટલો ગયો. પરંતુ અહિયા તારીખ પ્રમાણે મારે આંકડા જોઈએ તો? મને નહીં મળે. હવે હું એક વ્યક્તિને ત્યાં બેસાડી દઉં અને હિસાબ રાખું એટલે તે વ્યક્તિ દ્વારા મને રોજ સાંજે જ હિસાબ મળી જાય.જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ગોડાઉનમાંથી ચોરી ન થાય અને થાય તો તે જ દિવસે પકડાઈ જાય.” સ્માર્ટ મીટર એ કઈ જ નથી આપણું જુનું જ ઇલેક્ટ્રિક મીટર ( ડીજીટલ ) જ છે બસ, સ્માર્ટ મીટર એ કઈ જ નથી આપણું જુનું જ ઇલેક્ટ્રિક મીટર ( ડીજીટલ ) જ છે, ત્યાં હવે એક એવી સ્માર્ટ ચીપ મૂકી દેવામાં આવી છે, જે તમારા વીજ વપરાશનો રોજે રોજનો હિસાબ રાખશે. મતલબ યુનિટની ગણતરીની પદ્ધતિ જૂની જ છે બસ થોડું સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. આ મીટરમાં એક ફીચર એ છે જેના કારણે જ વિવાદ થયો છે, તે છે કે આ પ્રી પેડ સર્વિસ છે. જેવી રીતે મોબાઈલમાં પહેલા રીચાર્જ કરવાનું પછીજ વાપરવાનું બસ આ જ રીત અહિયાં પણ લાગુ પડી છે. અહિયાં તમારે મોબાઈલમાં એક એપ્પ ડાઉનલોડ કરવાની છે. જેમાંથી રીચાજ, વપરાશ યુનિટ, બેલેન્સ, બધી જ માહિતી મેળવી શકશો. નવાઈની વાત છે કે પ્રતિ 15 મીનીટે તમને અપડેટ મળશે. માટે તમે તમારો વીજ વપરાશ કંટ્રોલ કરી શકશો. મતલબ કીપેડ મોબાઈલના બદલે સ્માર્ટ મોબાઈલ. સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થાય છે કે અમારું બીલ વધુ આવ્યું અને પૈસા કપાઈ ગયા હવે આવું મૂળ વાત પર જેના કારણે હંગામો થયો છે. સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થાય છે કે અમારું બીલ વધુ આવ્યું અને પૈસા કપાઈ ગયા. આ કોમ્યુનિકેશન ગેપ છે. જે દિવસે તમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવે તે તારીખ અને તમારા છેલ્લા બીલની તારીખ વચ્ચેના સમય ગાળામાં વપરાયેલ વીજનું સેટલમેન્ટ કરવું પડે. એક વિકલ્પ એવો છે કે સ્માર્ટ મીટર લાગે ત્યારે જ જુનું બીલ વસુલી લેવું, પરંતુ આમાં ગ્રાહક પાસે અચાનક સગવડ ન હોય તો? માટે તેનો વિકલ્પ એ મુકવામાં આવ્યો કે આ બાકી બીલને 180 દિવસ (આવનારા 06 મહિનામાં) માં વિભાજીત કરીને પ્રતિ દિવસ વસુલવું. જેમ કે તમારું જુનું બીલ 1,800 રૂપિયા બાકી હોય તો તમારા રીચાર્જમાંથી દરરોજ 10 રૂપિયા કપાતા જાય. બસ આ છે વધુ બીલ આવવાની મુખ્ય જડ. માટે લોકોના બીલ વધારે આવ્યાની બુમો પડે છે. એક બીજી ચર્ચાએ છે કે આ લોકો અચાનક રીચાર્જ પૂરું થતા જ લાઈટ કાપી મુકે છે એક બીજી ચર્ચાએ છે કે આ લોકો અચાનક રીચાર્જ પૂરું થતા જ લાઈટ કાપી મુકે છે. જયારે રીચાર્જ પૂરું થતા કનેક્શન કપાતું નથી પરંતુ વધારાના 300 રૂપિયાના વપરાશ સુધી અને ત્યાર બાદ પણ પાંચ દિવસની છૂટ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોઈ પણ જાહેર રજાના દિવસે લાઈટ કાપવામાં આવશે નહીં. હવે જે બે ત્રણ વીડિયો વાયરલ થયા જેમાં એવો આરોપ હતો કે અમારા અચાનક 1,5૦૦ રૂપિયા કપાઈ ગયા. પણ તેમાં એ લોકોનું જુનું બીલ + ચાલુ વપરાશ + 300 વધારાનો વપરાશ + છૂટના પાંચ દિવસનો વપરાશ આટલી રકમો હતી. માટે એ લોકોનું રીચાર્જ જલ્દી પૂરું થયું. ભારતમાં વીજળી ચોરી મોટું દુષણ છે, જેના કારણે આપણને વીજળી મોંઘી પડે છે ભારતમાં વીજળી ચોરી મોટું દુષણ છે, જેના કારણે આપણને વીજળી મોંઘી પડે છે. એક ઉદાહરણ આપું તો જો 100 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય જે આપણા સુધી આવતા 90 યુનિટ થાય, હવે આ 10 યુનિટનો તફાવતનો બોજ પણ આપણા ઉપર પડે છે. સ્માર્ટ મીટરમાં આ ચોરી ઘટી જવાની શક્યતા 90% છે. કારણ કે જે વીજળી કંપનીઓ પાસે મીટર પ્રમાણે વપરાશની માહિતી હશે માટે લીકેજ શોધવું સરળ થઇ જશે. માટે આવનારા સમયમાં વીજ વપરાશ પર ડિસ્કાઉન્ટ પણ મળશે. આ એક સ્માર્ટ મીટરની કિંમત રૂપિયા 3,000 થી 5,000 સુધી છે આ એક સ્માર્ટ મીટરની કિંમત રૂપિયા 3,000 થી 5,000 સુધી છે ( સિંગલ ફે

Gujarat News : Smart Meterના વિરોધ વચ્ચે જાણો સરળ શબ્દોમાં જાણો માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલ્હીમાં હમણાં સુધી 2,60,000 સ્માર્ટ મીટર લાગી ચુક્યા
  • સ્માર્ટ મીટર એ કઈ જ નથી આપણું જુનું જ ઇલેક્ટ્રિક મીટર (ડીજીટલ) જ છે
  • સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થાય છે કે અમારું બીલ વધુ આવ્યું અને પૈસા કપાઈ ગયા

હાલમાં સ્માર્ટ મીટર અંગે ઘણી ભ્રમણાઓ ચાલી રહી છે. આવો આપણે આ બાબતે અતઃથી ઇતિ સમજીએ. સ્માર્ટ મીટર હાલમાં વિકસિત દેશોમાં લાગુ થઇ જ ગયા છે. હાલમાં ભારત પણ પોતાનું ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ કરી જ રહ્યું છે. માટે વીજળી ક્ષેત્રને આધુનિક કરવા માટે ભારત સરકાર દ્વારા ‘સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ’ જાહેર કરવામાં આવ્યો. આ યોજના અંતર્ગત આખા ભારતમાં વર્તમાન કાર્યરત 25 કરોડ વીજળી મીટરને સ્માર્ટ મીટરમાં રૂપાંતર કરવા. એમ તો ટાર્ગેટ 31 માર્ચ 2025 સુધીનો છે, પરંતુ બે-ત્રણ વર્ષમાં ભારતના તમામ મીટર સ્માર્ટ થઇ જશે.

દિલ્હીમાં જ હમણાં સુધી 2,60,000 સ્માર્ટ મીટર લાગી ચુક્યા

આ આખી યોજના લાગુ કરવાનુ કામ સરકારની જાહેર કંપનીઓ NTPC Limited, PFC, REC, અને POWERGRID નું સંયુક્ત સાહસ Energy Efficiency Services Limited (EESL) ને સોપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે રૂપિયા 3,00,000 કરોડનુ રોકાણ કર્યું છે. હમણાં સુધીમાં 10 કરોડ સ્માર્ટ મીટરનો ઓર્ડર અપાઈ ગયો છે, જેમાંથી 1,10,40,878 સ્માર્ટ મીટરો તો લાગી જ ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કામમાં સૌથી આગળ બિહાર છે, જેમાં હમણાં સુધી 33,45,872 સ્માર્ટ મીટર લાગી ગયા છે. હાલમાં એક પક્ષના લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે, જયારે જ્યાં તેમની સરકાર છે તે દિલ્લીમાં જ હમણાં સુધી 2,60,000 સ્માર્ટ મીટર લાગી ચુક્યા છે. જયારે ગુજરાતમાં હમણાં સુધી 67,856 સ્માર્ટ મીટર લાગ્યા છે. કેરલ રાજ્ય દ્વારા આ પ્રોગ્રામ હમણાં સુધી સ્વીકારવામાં આવ્યો નથી.

આપણે હમણાં સુધી ત્રણ પ્રકારના મીટર જોયા.

(એમ તો ઘણા પ્રકાર પાડી શકાય, પરંતુ સાદી સમજ માટે આ ત્રણ પ્રકાર પાડ્યા છે.)

1. મીક્નીક મીટર ( જેમાં એક ચકરડું ફરતું, તેનાથી વપરાશ મપાતો - પહેલા બાઈકના કિમી માપતા તેમ ) - આને ટેમ્પર કરવું ખુબ જ સરળ હતું.

2. ઇલેક્ટ્રિક મીટર ( હાલમાં આપણે ત્યાં આ મીટર લાગેલા છે ) - આ મીટરમાં બધું ડીજીટલ કરવામાં આવ્યું

3. સ્માર્ટ મીટર: જેની હાલમાં ચર્ચા ચાલી રહી છે

સ્માર્ટ મીટરને સમજવા માટે તમને એક નાનકડું ઉદાહરણ આપું.

“એક ગોડાઉનમાં રોજ માલની અવર જવર થાય છે, હિસાબ કરવા માટે દર મહિનાના અંતે જનરલ હિસાબ મારી દેવામાં આવે છે કે આ મહિનામાં આટલો માલ આવ્યો અને આટલો ગયો. પરંતુ અહિયા તારીખ પ્રમાણે મારે આંકડા જોઈએ તો? મને નહીં મળે. હવે હું એક વ્યક્તિને ત્યાં બેસાડી દઉં અને હિસાબ રાખું એટલે તે વ્યક્તિ દ્વારા મને રોજ સાંજે જ હિસાબ મળી જાય.જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ગોડાઉનમાંથી ચોરી ન થાય અને થાય તો તે જ દિવસે પકડાઈ જાય.”

સ્માર્ટ મીટર એ કઈ જ નથી આપણું જુનું જ ઇલેક્ટ્રિક મીટર ( ડીજીટલ ) જ છે

બસ, સ્માર્ટ મીટર એ કઈ જ નથી આપણું જુનું જ ઇલેક્ટ્રિક મીટર ( ડીજીટલ ) જ છે, ત્યાં હવે એક એવી સ્માર્ટ ચીપ મૂકી દેવામાં આવી છે, જે તમારા વીજ વપરાશનો રોજે રોજનો હિસાબ રાખશે. મતલબ યુનિટની ગણતરીની પદ્ધતિ જૂની જ છે બસ થોડું સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. આ મીટરમાં એક ફીચર એ છે જેના કારણે જ વિવાદ થયો છે, તે છે કે આ પ્રી પેડ સર્વિસ છે. જેવી રીતે મોબાઈલમાં પહેલા રીચાર્જ કરવાનું પછીજ વાપરવાનું બસ આ જ રીત અહિયાં પણ લાગુ પડી છે. અહિયાં તમારે મોબાઈલમાં એક એપ્પ ડાઉનલોડ કરવાની છે. જેમાંથી રીચાજ, વપરાશ યુનિટ, બેલેન્સ, બધી જ માહિતી મેળવી શકશો. નવાઈની વાત છે કે પ્રતિ 15 મીનીટે તમને અપડેટ મળશે. માટે તમે તમારો વીજ વપરાશ કંટ્રોલ કરી શકશો. મતલબ કીપેડ મોબાઈલના બદલે સ્માર્ટ મોબાઈલ.

સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થાય છે કે અમારું બીલ વધુ આવ્યું અને પૈસા કપાઈ ગયા

હવે આવું મૂળ વાત પર જેના કારણે હંગામો થયો છે. સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થાય છે કે અમારું બીલ વધુ આવ્યું અને પૈસા કપાઈ ગયા. આ કોમ્યુનિકેશન ગેપ છે. જે દિવસે તમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવે તે તારીખ અને તમારા છેલ્લા બીલની તારીખ વચ્ચેના સમય ગાળામાં વપરાયેલ વીજનું સેટલમેન્ટ કરવું પડે. એક વિકલ્પ એવો છે કે સ્માર્ટ મીટર લાગે ત્યારે જ જુનું બીલ વસુલી લેવું, પરંતુ આમાં ગ્રાહક પાસે અચાનક સગવડ ન હોય તો? માટે તેનો વિકલ્પ એ મુકવામાં આવ્યો કે આ બાકી બીલને 180 દિવસ (આવનારા 06 મહિનામાં) માં વિભાજીત કરીને પ્રતિ દિવસ વસુલવું. જેમ કે તમારું જુનું બીલ 1,800 રૂપિયા બાકી હોય તો તમારા રીચાર્જમાંથી દરરોજ 10 રૂપિયા કપાતા જાય. બસ આ છે વધુ બીલ આવવાની મુખ્ય જડ. માટે લોકોના બીલ વધારે આવ્યાની બુમો પડે છે.

એક બીજી ચર્ચાએ છે કે આ લોકો અચાનક રીચાર્જ પૂરું થતા જ લાઈટ કાપી મુકે છે

એક બીજી ચર્ચાએ છે કે આ લોકો અચાનક રીચાર્જ પૂરું થતા જ લાઈટ કાપી મુકે છે. જયારે રીચાર્જ પૂરું થતા કનેક્શન કપાતું નથી પરંતુ વધારાના 300 રૂપિયાના વપરાશ સુધી અને ત્યાર બાદ પણ પાંચ દિવસની છૂટ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોઈ પણ જાહેર રજાના દિવસે લાઈટ કાપવામાં આવશે નહીં. હવે જે બે ત્રણ વીડિયો વાયરલ થયા જેમાં એવો આરોપ હતો કે અમારા અચાનક 1,5૦૦ રૂપિયા કપાઈ ગયા. પણ તેમાં એ લોકોનું જુનું બીલ + ચાલુ વપરાશ + 300 વધારાનો વપરાશ + છૂટના પાંચ દિવસનો વપરાશ આટલી રકમો હતી. માટે એ લોકોનું રીચાર્જ જલ્દી પૂરું થયું.

ભારતમાં વીજળી ચોરી મોટું દુષણ છે, જેના કારણે આપણને વીજળી મોંઘી પડે છે

ભારતમાં વીજળી ચોરી મોટું દુષણ છે, જેના કારણે આપણને વીજળી મોંઘી પડે છે. એક ઉદાહરણ આપું તો જો 100 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય જે આપણા સુધી આવતા 90 યુનિટ થાય, હવે આ 10 યુનિટનો તફાવતનો બોજ પણ આપણા ઉપર પડે છે. સ્માર્ટ મીટરમાં આ ચોરી ઘટી જવાની શક્યતા 90% છે. કારણ કે જે વીજળી કંપનીઓ પાસે મીટર પ્રમાણે વપરાશની માહિતી હશે માટે લીકેજ શોધવું સરળ થઇ જશે. માટે આવનારા સમયમાં વીજ વપરાશ પર ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ એક સ્માર્ટ મીટરની કિંમત રૂપિયા 3,000 થી 5,000 સુધી છે

આ એક સ્માર્ટ મીટરની કિંમત રૂપિયા 3,000 થી 5,000 સુધી છે ( સિંગલ ફેજથી ત્રિપલ ફેજ ) એટલું જ નહીં આ મીટરને 10 વર્ષ સુધી મેન્ટેન કરવું તેનો ખર્ચ ગણીએ તો એક મીટર રૂપિયા 7,000 થી 10,000 ની કિંમતે પડવાનું છે. પરંતુ આમાંથી એક પણ રૂપિયો ગ્રાહક પાસેથી વસુલવાનો નથી. વસુલવાની વાત તો દુર રહી આપણે પહેલા પોસ્ટ પેઈડ સર્વિસ વાપરતા એટલે ડીપોઝીટ મૂકી હતી તે પણ પછી મળશે, કારણ કે હવે આપણે એડવાન્સ ચુકવણી કરીએ છીએ. આમ ઓવરઓલ ગ્રાહકને તો પોતાનું મીટર પણ સ્માર્ટ થઇ ગયું અને એક રૂપિયાનુ પણ નુકસાન નથી.

સવાલ એ છે કે ટોટલ આ પ્રોજેક્ટ 3,00,000 કરોડનો છે

સવાલ એ છે કે ટોટલ આ પ્રોજેક્ટ 3,00,000 કરોડનો છે તો આ ખર્ચ ભોગવશે કોણ? પહેલી વાત તો આ ખર્ચ ગ્રાહકે તો આપવાનો નથી. હવે ત્રણ પક્ષ રહ્યા, સરકાર, વીજ ઉત્પાદક કંપની અને ડીસકોમ ( વીજ વિતરણ કંપની ) હાલમાં આ પ્રોજક્ટમાં સરકાર રોકાણ કરી રહી છે, ભવિષ્યમાં આ ખર્ચ ડીસકોમ કંપનીઓ પર જશે એવું હાલમાં લાગી રહ્યું છે કારણ કે એ લોકોએ પૈસા ઉઘરાવવાથી લઈને ઘણી માથાકૂટ ઓછી થશે ઉપરાંત હાલમાં આ વિતરણ કંપનીઓએ એવરેજ 22% વીજપુરવઠામાં નુકસાન થાય છે જેમાં મોટો ઘટાડો થશે, માટે ભવિષ્યમાં તો એમની પાસે વસુલ થશે. જો કે હાલમાં જે મીટર લાગી રહ્યા છે તેનું આયુષ્ય 10 વર્ષનું છે તો સરકાર પહેલી વખત મદદ કરે અને બીજી વખતથી ડીસકોમ કંપનીઓ ભોગવે.

આ સ્માર્ટ મીટર લાવવાથી ટોટલ 9,00,000 કરોડનું ટર્નઓવર થવાનું છે

આ સ્માર્ટ મીટર લાવવાથી ટોટલ 9,00,000 કરોડનું ટર્નઓવર થવાનું છે એટલે અગણિત રોજગારીની તકો ઉભી થવાની છે, ખાલી એક વાતથી આ બાબતનો અંદાજો લગાવો કે આ ક્ષેત્રની વિશ્વની મોટી મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે.સિંગાપોરની GIC કંપનીએ ભારતની જીનીયસ કંપની સાથે રૂપિયા 16,000 કરોડના MOU કર્યા છે એવી જ રીતે ફ્રાંસની EDF કંપનીએ રિલાન્યસ JIo સાથે કરાર કાર્ય છે.આ ઉપરાંત TATA કંપનીએ તો કામ પણ ચાલુ કરી દીધું છે.

સ્માર્ટ મીટરના ફાયદાઓ.

1. તમે તમારો રોજનો વપરાશ જોઇને મેનેજ કરી શકશો

2. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડશે

3. પહેલા કનેક્શન કટ થયા બાદ જોડવાનો ચાર્જ થતો હવે તે નહીં થાય

4. આવનારા સમયમાં એપ્લીકેશન અપડેટ થશે તો ઉપકરણ દીઠ વપરાશ જોઈ શકશો

5. વીજ કંપનીઓ પાસે એડવાન્સ પૈસા જતા સુવિધાઓમાં સુધારો થશે

6. વીજ ચોરી નહિવત થતા આગળ જતા ભાવ ઘટશે

7. આપનું વીજ તંત્ર મજબુત થશે જેનો લાભ આખા દેશને મળશે

8. બીલ ભરવાની લાઈનમાંથી છુટકારો

9. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સંભાવના નહિવત

સ્માર્ટ મીટરના નુકસાન..

એક જ બાબત છે જે છે વપરાશ પહેલા ચુકવણી કરવી પડશે.બીજું કોઈ ટેકનીકલ ખામી આવે તો મુશ્કેલી પડે તો આ હતી સ્માર્ટ મીટરની સ્માર્ટ માથાકૂટ…

નોટ: આ માહિતી ગુજરાતના દરેક લોકો સુધી પહોચાડો જેથી ભ્રમ દુર થાય