Amreli News : કાછડિયા અને સુતરીયા વચ્ચે થેન્કયુ વોર !

ભરત સુતરિયાએ પત્ર લખી નારણ કાછડિયાને આપ્યો જવાબ નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર ઉઠાવ્યા હતા સવાલ સુતરિયાને થેન્કયુ બોલતા ના આવડતું હોય તેવા આક્ષેપ કર્યા હતા અમરેલી ભાજપમાં લોકસભાની ચૂંટણીબાદ ગરમાવો જોવા મળી રહ્યો છે,ભરત સુતરિયાએ નારાયણ કાછડિયાને પત્ર લખી જવાબ આપ્યો છે.સુતરિયાનું કહેવુ છે કે,નારાયણ કાછડિયાએ માર્ગદર્શન આપ્યું એટલી વાર તેમને થેન્કયું કહ્યું છે,તો નારાયણ કાછડિયાની ટિકીટ કેમ કપાઈ તે પણ તે સારી રીતે જાણે છે,જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા છે,તો ઉમેદવારની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે,કાછડિયા તમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સવાલ ઉઠાવી રહ્યા છો.ભાજપમાં ભરતી મેળો છે ભાજપના ભરતી મેળા વિશે એક કાર્યક્રમમાં કાછડિયાએ કહ્યું હતુ કે,કાર્યકર્તાઓને ઉભા કરતા દસ વર્ષ લાગે છે,કાર્યકર્તાઓને કોઈ તોડવાની કોશિશ ના કરે,કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ,કોગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે તેમને હોદ્દો મળી જાય છે.કેબિનેટ મંત્રીના પદ મળી જાય છે,સંગઠનના પદ મળી જાય ચે.તમે પાર્ટીમાં નિયમ પ્રમાણે લો,આપણે સરવાળો કરવાનો છે,બાદબાકી નહી,તેમણે વધુમાં એમ પણ કહ્યું હતુ કે,35 વર્ષથી પાર્ટીનું કામ કરતો કાર્યકર ઝંડા પણ લગાડતો હોય છે અને નારા પણ,તમે કાલે સવારે અન્ય પાર્ટીના લોકોને લઈ આવો અને તેમને સ્ટેજ પર બેસાડો તે યોગ્ય નથી. થેન્કયુ ને લઈ થયો વિવાદઓછા મતદાનને લઈ કાછડિયાએ કહ્યું હતુ કે,વિપક્ષ પાસે કશું જ નથી છત્તા તે હંફાવે છે,અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ મત ઓછા પડયા હતા,ઉમેદવારના સિલેકશનને લઈ મતદારોએ દ્રોહ કર્યો હતો.અમરેલીમાં બહુ ઉમેદવાર લાયક હતા,જે થેન્કયુ પણ ના બોલી શકે તેવાને ટિકીટ આપવામાં આવી છે,આમ નારાયણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો,ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા. પત્રમાં ભરત સુતરીયાએ શું લખ્યું જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક્યુ કહેલું, જે આપને ભુલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું કે, 1- જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું. 2-2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો મમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કીધેલું, 3-2021માં જિલ્લા પંચાયતની ટીકીટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહેલું. 4-2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક્યુ કીધેલુ. તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક્યુ કહ્યું છે. ઉમેદવાર નક્કી કરવાનુ કામ મોટા નેતા કરે છે લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવાર નક્કી કરવાનું કામ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પાર્લામેન્ટ્રી બોર્ડનું છે. તમે જે આરોપ લગાવો છો તે પરથી સ્વભાવિક રીતે પાર્લામેન્ટ્રી બોર્ડનું પણ અપમાન થઈ રહ્યું છે. તો એ પણ ઉલ્લેખ કર્યો કે નારણભાઈ કાછડિયા તમે સારી રીતે તમારી ટિકિટ કપાવવાનું કારણ શું છે તે જાણો છો ત્યારે સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવાનો આશાવાદ વ્યકત કર્યો છે. આ સાથે સુતરિયાએ પણ આરોપ લગાવ્યો કે જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે તમને થેન્ક્યુ કહ્યું છે. આ સાથે સુતરિયા કાછડિયાને કેટલીવાર થેન્ક્યુ કહ્યું તે અંગે પણ પત્રમાં યાદ કરાવ્યું હતું.

Amreli News : કાછડિયા અને સુતરીયા વચ્ચે થેન્કયુ વોર !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરત સુતરિયાએ પત્ર લખી નારણ કાછડિયાને આપ્યો જવાબ
  • નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર ઉઠાવ્યા હતા સવાલ
  • સુતરિયાને થેન્કયુ બોલતા ના આવડતું હોય તેવા આક્ષેપ કર્યા હતા

અમરેલી ભાજપમાં લોકસભાની ચૂંટણીબાદ ગરમાવો જોવા મળી રહ્યો છે,ભરત સુતરિયાએ નારાયણ કાછડિયાને પત્ર લખી જવાબ આપ્યો છે.સુતરિયાનું કહેવુ છે કે,નારાયણ કાછડિયાએ માર્ગદર્શન આપ્યું એટલી વાર તેમને થેન્કયું કહ્યું છે,તો નારાયણ કાછડિયાની ટિકીટ કેમ કપાઈ તે પણ તે સારી રીતે જાણે છે,જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા છે,તો ઉમેદવારની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે,કાછડિયા તમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સવાલ ઉઠાવી રહ્યા છો.

ભાજપમાં ભરતી મેળો છે

ભાજપના ભરતી મેળા વિશે એક કાર્યક્રમમાં કાછડિયાએ કહ્યું હતુ કે,કાર્યકર્તાઓને ઉભા કરતા દસ વર્ષ લાગે છે,કાર્યકર્તાઓને કોઈ તોડવાની કોશિશ ના કરે,કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ,કોગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે તેમને હોદ્દો મળી જાય છે.કેબિનેટ મંત્રીના પદ મળી જાય છે,સંગઠનના પદ મળી જાય ચે.તમે પાર્ટીમાં નિયમ પ્રમાણે લો,આપણે સરવાળો કરવાનો છે,બાદબાકી નહી,તેમણે વધુમાં એમ પણ કહ્યું હતુ કે,35 વર્ષથી પાર્ટીનું કામ કરતો કાર્યકર ઝંડા પણ લગાડતો હોય છે અને નારા પણ,તમે કાલે સવારે અન્ય પાર્ટીના લોકોને લઈ આવો અને તેમને સ્ટેજ પર બેસાડો તે યોગ્ય નથી.



થેન્કયુ ને લઈ થયો વિવાદ

ઓછા મતદાનને લઈ કાછડિયાએ કહ્યું હતુ કે,વિપક્ષ પાસે કશું જ નથી છત્તા તે હંફાવે છે,અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ મત ઓછા પડયા હતા,ઉમેદવારના સિલેકશનને લઈ મતદારોએ દ્રોહ કર્યો હતો.અમરેલીમાં બહુ ઉમેદવાર લાયક હતા,જે થેન્કયુ પણ ના બોલી શકે તેવાને ટિકીટ આપવામાં આવી છે,આમ નારાયણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો,ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા.

પત્રમાં ભરત સુતરીયાએ શું લખ્યું

જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક્યુ કહેલું, જે આપને ભુલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું કે,

1- જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું.

2-2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો મમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કીધેલું,

3-2021માં જિલ્લા પંચાયતની ટીકીટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહેલું.

4-2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક્યુ કીધેલુ.

તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક્યુ કહ્યું છે.

ઉમેદવાર નક્કી કરવાનુ કામ મોટા નેતા કરે છે

લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવાર નક્કી કરવાનું કામ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પાર્લામેન્ટ્રી બોર્ડનું છે. તમે જે આરોપ લગાવો છો તે પરથી સ્વભાવિક રીતે પાર્લામેન્ટ્રી બોર્ડનું પણ અપમાન થઈ રહ્યું છે. તો એ પણ ઉલ્લેખ કર્યો કે નારણભાઈ કાછડિયા તમે સારી રીતે તમારી ટિકિટ કપાવવાનું કારણ શું છે તે જાણો છો ત્યારે સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવાનો આશાવાદ વ્યકત કર્યો છે. આ સાથે સુતરિયાએ પણ આરોપ લગાવ્યો કે જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે તમને થેન્ક્યુ કહ્યું છે. આ સાથે સુતરિયા કાછડિયાને કેટલીવાર થેન્ક્યુ કહ્યું તે અંગે પણ પત્રમાં યાદ કરાવ્યું હતું.