Thangadh 8 વર્ષેય ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા CMને રજૂઆત

ગોકળગાય ગતિએ બની રહેલા બ્રિજથી પ્રજા પરેશાનથાનગઢમાં ગોકળગાયની ગતિએ બની રહેલ બ્રિજના મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. ઓવરબ્રિજની કામગીરી પુર્ણ કરવા અંગે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરવાનું કહ્યું થાનગઢમાં છેલ્લા 8 વર્ષથી ગોકળગાયની ગતિએ બની રહેલ ઓવરબ્રિજના કારણે થાનગઢની જનતાને રોજબરોજ ભારે તક્લીફ્ ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે લોકસભાની ચુંટણી પહેલાં સ્થાનિકો દ્વારા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને ઓવરબ્રિજની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા અંગે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરવાનું કહ્યું હતું. ત્યારે લોકસભા ચુંટણીનું પરિણામ આવી ગયા બાદ જનતાના પ્રાણ પ્રશ્નના નિકાલ માટે ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ભાજપ શહેર પ્રમુખ જીતુભાઇ પુજારા, સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ લીનાબેન ડોડીયા, પૂર્વ યુવા સદસ્ય વિજયભાઈ પ્રજાપતિ અને ઉદ્યોગપતિ મુકેશભાઈ મકવાણા દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં મળી ઓવરબ્રિજના પ્રશ્ને રજૂઆત કરી હતી. જે અંગે મુખ્યમંત્રી દ્વારા જવાબદાર અધિકારીઓને બોલાવીને ઓવરબ્રિજનું કામ તાત્કાલિક શરુ કરીને પુર્ણ કરવાનો આદેશ કર્યો હતો.

Thangadh 8 વર્ષેય ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા CMને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોકળગાય ગતિએ બની રહેલા બ્રિજથી પ્રજા પરેશાન
  • થાનગઢમાં ગોકળગાયની ગતિએ બની રહેલ બ્રિજના મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી.
  • ઓવરબ્રિજની કામગીરી પુર્ણ કરવા અંગે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરવાનું કહ્યું

થાનગઢમાં છેલ્લા 8 વર્ષથી ગોકળગાયની ગતિએ બની રહેલ ઓવરબ્રિજના કારણે થાનગઢની જનતાને રોજબરોજ ભારે તક્લીફ્ ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે લોકસભાની ચુંટણી પહેલાં સ્થાનિકો દ્વારા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને ઓવરબ્રિજની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા અંગે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરવાનું કહ્યું હતું. ત્યારે લોકસભા ચુંટણીનું પરિણામ આવી ગયા બાદ જનતાના પ્રાણ પ્રશ્નના નિકાલ માટે ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ભાજપ શહેર પ્રમુખ જીતુભાઇ પુજારા, સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ લીનાબેન ડોડીયા, પૂર્વ યુવા સદસ્ય વિજયભાઈ પ્રજાપતિ અને ઉદ્યોગપતિ મુકેશભાઈ મકવાણા દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં મળી ઓવરબ્રિજના પ્રશ્ને રજૂઆત કરી હતી. જે અંગે મુખ્યમંત્રી દ્વારા જવાબદાર અધિકારીઓને બોલાવીને ઓવરબ્રિજનું કામ તાત્કાલિક શરુ કરીને પુર્ણ કરવાનો આદેશ કર્યો હતો.