Rajkotના રૈયા નજીક શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગના સ્વિમિંગપૂલમાં 2 બાળકીઓ ડૂબી જતા મોત

3 વર્ષની 2 દીકરીઓના સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સનો બનાવ નેપાળી પરિવારની 2 દીકરીઓના ડૂબી જતા મોત દરેક માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં રાજકોટના રૈયા ગામ નજીક નેપાળી પરિવારની બે જેટલી દીકરીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત થતા પરિવારમાં હૈયાફાટ રૂદન થયું હતું.શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. નેપાળથી પરિવાર રાજકોટ આવ્યો હતો રૈયા ગામે સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની બાળકીઓના મોત થયા છે.બંને બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે.થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત નિપજયુ હતુ.સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપ્યો છે. ગઈકાલે દીવમાં સ્વિમિંગ પુલમાં બાળકી ડૂબતા મોત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ના ઘોઘલા બીચ પર આવેલ ગવર્મેન્ટ સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં નર્મદા જીલ્લાથી આવેલ પર્યટકો માંથી એક 11 વર્ષ ની બાળકી ડુબી જતાં મોત થયું હતું. ધાર્મી નિરજ કુમાર મોચી નામની બાળકી ડુબતા તેના પરિવાર જનો એ તેમને બહાર લાવી શરીર માંથી પાણી કાઢવા કોશિશ કરી હતી.પણ બાળકી બચી ન હતી. 3 મહિના પહેલા રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબતા બાળકનું મોત રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર ઘંટેશ્વર પાસે વર્ધમાનનગર શેરી નં. 3માં આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં અમૃત લોકેશભાઇ વિશ્વકર્મા (ઉ.વ.4) રમતા-રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બાદ માસૂમ બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. જો કે, સ્વિમિંગ પૂલમાં બાળકનો તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામા આવી હતી. 108 એમ્બ્યુન્સના તબીબ સ્થળ પર પહોંચી બાળકને તપાસ્યો હતો, પરંતુ બાળકના શ્વાસ થંભી ગયો હોવાથી તેને મૃત જાહેર કર્યો હતો. જેથી બાળકના પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Rajkotના રૈયા નજીક શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગના સ્વિમિંગપૂલમાં 2 બાળકીઓ ડૂબી જતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 વર્ષની 2 દીકરીઓના સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત
  • રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સનો બનાવ
  • નેપાળી પરિવારની 2 દીકરીઓના ડૂબી જતા મોત

દરેક માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં રાજકોટના રૈયા ગામ નજીક નેપાળી પરિવારની બે જેટલી દીકરીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત થતા પરિવારમાં હૈયાફાટ રૂદન થયું હતું.શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત થયા છે.

નેપાળથી પરિવાર રાજકોટ આવ્યો હતો

રૈયા ગામે સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની બાળકીઓના મોત થયા છે.બંને બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે.થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત નિપજયુ હતુ.સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપ્યો છે.

ગઈકાલે દીવમાં સ્વિમિંગ પુલમાં બાળકી ડૂબતા મોત

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ના ઘોઘલા બીચ પર આવેલ ગવર્મેન્ટ સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં નર્મદા જીલ્લાથી આવેલ પર્યટકો માંથી એક 11 વર્ષ ની બાળકી ડુબી જતાં મોત થયું હતું. ધાર્મી નિરજ કુમાર મોચી નામની બાળકી ડુબતા તેના પરિવાર જનો એ તેમને બહાર લાવી શરીર માંથી પાણી કાઢવા કોશિશ કરી હતી.પણ બાળકી બચી ન હતી.

3 મહિના પહેલા રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબતા બાળકનું મોત

રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર ઘંટેશ્વર પાસે વર્ધમાનનગર શેરી નં. 3માં આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં અમૃત લોકેશભાઇ વિશ્વકર્મા (ઉ.વ.4) રમતા-રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બાદ માસૂમ બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. જો કે, સ્વિમિંગ પૂલમાં બાળકનો તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામા આવી હતી. 108 એમ્બ્યુન્સના તબીબ સ્થળ પર પહોંચી બાળકને તપાસ્યો હતો, પરંતુ બાળકના શ્વાસ થંભી ગયો હોવાથી તેને મૃત જાહેર કર્યો હતો. જેથી બાળકના પરિવારમાં કલ્પાંત છવાયો હતો.