પ્રથમ લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર કેસુરભાઇ ૭મીએ પણ કરશે

વડોદરા, તા.૨૦ વડોદરાની લોકસભા બેઠક તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક પર પ્રથમવાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓ ઉપરાંત શતાયુ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉત્સાહિત છે.વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કારવણ ગામના ૧૦૧ વર્ષના મતદાર કેસુરભાઈ પ્રભુદાસ પટેલે યુવાનોને મતદાન માટેની ખાસ અપીલ કરતા કહ્યું કે, આપણે સરપંચ, ધારાસભ્ય, સાંસદ કે સરકારે શું કરવું જોઈએ? તેની સરળતાથી શીખ આપી દઈએ છીએ. પણ મત આપવાનો વારો આવે ત્યારે ઉદાસીનતા દાખવીએ છીએ, તો પછી આપણને બોલવાનો અધિકાર નથી. ૧૯૫૧માં પહેલી લોકસભાથી મતદાન કરતા શતાયુ મતદાર કેસુરભાઈ પટેલે સ્વતંત્રતા બાદ યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ તેઓ સાતમી તારીખે મતદાન કરવા જશે. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૃપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.વડોદરા જિલ્લાના શતાયુ મતદારો યુવા મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતાને ખૂબ જ ગંભીર ગણાવે છે, મહત્વનું છે કે, સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ ૮૧૧ શતાયુ મતદાર છે, જેમાંથી ૬૨૬ શતાયુ મતદારો આગામી તા.૭ મેના રોજ વડોદરા લોકસભા બેઠક માટે મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૃપ બનશે. પાદરા અને ડભોઈ વિધાનસભા મતવિભાગનો સમાવેશ છોટાઉદેપુર લોકસભામાં અને કરજણ વિધાનસભા મતવિભાગનો સમાવેશ ભરૃચ લોકસભામાં થાય છે, એટલે કે વડોદરા જિલ્લાના ૧૮૫ શતાયુ મતદારો અન્ય લોકસભા બેઠક માટે મતદાન કરશે. 

પ્રથમ લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર કેસુરભાઇ ૭મીએ પણ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.૨૦ વડોદરાની લોકસભા બેઠક તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક પર પ્રથમવાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓ ઉપરાંત શતાયુ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉત્સાહિત છે.

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કારવણ ગામના ૧૦૧ વર્ષના મતદાર કેસુરભાઈ પ્રભુદાસ પટેલે યુવાનોને મતદાન માટેની ખાસ અપીલ કરતા કહ્યું કે, આપણે સરપંચ, ધારાસભ્ય, સાંસદ કે સરકારે શું કરવું જોઈએ? તેની સરળતાથી શીખ આપી દઈએ છીએ. પણ મત આપવાનો વારો આવે ત્યારે ઉદાસીનતા દાખવીએ છીએ, તો પછી આપણને બોલવાનો અધિકાર નથી. 

૧૯૫૧માં પહેલી લોકસભાથી મતદાન કરતા શતાયુ મતદાર કેસુરભાઈ પટેલે સ્વતંત્રતા બાદ યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ તેઓ સાતમી તારીખે મતદાન કરવા જશે. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૃપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.

વડોદરા જિલ્લાના શતાયુ મતદારો યુવા મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતાને ખૂબ જ ગંભીર ગણાવે છે, મહત્વનું છે કે, સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ ૮૧૧ શતાયુ મતદાર છે, જેમાંથી ૬૨૬ શતાયુ મતદારો આગામી તા.૭ મેના રોજ વડોદરા લોકસભા બેઠક માટે મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૃપ બનશે. 

પાદરા અને ડભોઈ વિધાનસભા મતવિભાગનો સમાવેશ છોટાઉદેપુર લોકસભામાં અને કરજણ વિધાનસભા મતવિભાગનો સમાવેશ ભરૃચ લોકસભામાં થાય છે, એટલે કે વડોદરા જિલ્લાના ૧૮૫ શતાયુ મતદારો અન્ય લોકસભા બેઠક માટે મતદાન કરશે.