Viral Video: અમીરગઢના ખેડૂતે બાળકો માટે ટ્રેક્ટરમાં જ બનાવી દીધો સ્વિમિંગ પુલ

અમીરગઢમાં 45 ડિગ્રી ગરમીમાં શેકાયા લોકો નાના બાળકોએ ઘરે જ માણી સ્વિમિંગ પૂલની માંજા ટ્રેક્ટરની ટ્રોલીમાં તાડપત્રી લગાવી બનાવ્યો પુલ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધારે સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે લગભગ તમામ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી હતી. તો હીટવેવથી ગ્રામ્ય જિલ્લાઓ પણ બાકાત નથી ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ બનાસકાંઠા જિલ્લો પણ હીટવેવથી ત્રસ્ત છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની વાત કરીએ તો અમદાવાદની જેમાં અહી પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે, એક ખેડૂતે અનોખો જુગાડ અજમાવીને ન માત્ર પોતાના બાળકોને ગરમીથી રાહત આપી પરંતુ ખેડૂતના આ જુગાડથી બાળકોએ ઘરે જ સ્વિમિંગ પુલની મજા માણી લીધી હતી. વાત જાણે એમ છે કે કે, સામાન્ય રીતે ગરમીથી રાહત મેળવવા માટે શહેરના લોકો વૉટરપાર્કમાં જતાં હોય છે. પરંતુ જો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની વાત આવે તો તેમની પાસે ગરમી સહન કરવા સિવાય કોઈ ઉપાય નથી હોતો. ત્યારે, અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના એક ખેડૂતે ગરમી સહન કરવાને બદલે અનોખો જુગાડ લગાવ્યો અને તેણે પોતાના બાળકો માટે ઘરે જ સ્વિમિંગ પુલ બનાવી દીધો. અને જેવો તેવો સ્વિમિંગ પુલ નહીં પરંતુ હરતો ફરતો સ્વિમિંગ પુલ. વાત સાચી છે. ઇકબાલ ગઢના એક શખ્સે પોતાના ટ્રેક્ટરમાં જ પોતાના બાળકો માટે સ્વિમિંગ પુલ બનાવી દીધો. ઇકબાલ ગઢના શખ્સે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં જ સ્વિમિંગ પુલ બનાવી દીધો. આ સ્વિમિંગ પુલમાં બાળકો આરામથી મજા માણતા અને ગરમીથી રાહત મેળવતા જોવા મળ્યા હતા. ખેડૂતે ટ્રોલીમાં તાડપત્રી મૂકીને તેમાં પાણી ભરી દીધું અને બનાવી દીધો અનોખો હોમ મેડ, હરતો ફરતો, દેશી, સ્વિમિંગ પુલ. આ ટ્રોલી પુલની મદદથી બાળકો ઘરઆંગણે જ સ્વિમિંગ પુલની મજા માણી રહ્યા છે.

Viral Video: અમીરગઢના ખેડૂતે બાળકો માટે ટ્રેક્ટરમાં જ બનાવી દીધો સ્વિમિંગ પુલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમીરગઢમાં 45 ડિગ્રી ગરમીમાં શેકાયા લોકો 
  • નાના બાળકોએ ઘરે જ માણી સ્વિમિંગ પૂલની માંજા 
  • ટ્રેક્ટરની ટ્રોલીમાં તાડપત્રી લગાવી બનાવ્યો પુલ 

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધારે સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે લગભગ તમામ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી હતી. તો હીટવેવથી ગ્રામ્ય જિલ્લાઓ પણ બાકાત નથી ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ બનાસકાંઠા જિલ્લો પણ હીટવેવથી ત્રસ્ત છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની વાત કરીએ તો અમદાવાદની જેમાં અહી પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે, એક ખેડૂતે અનોખો જુગાડ અજમાવીને ન માત્ર પોતાના બાળકોને ગરમીથી રાહત આપી પરંતુ ખેડૂતના આ જુગાડથી બાળકોએ ઘરે જ સ્વિમિંગ પુલની મજા માણી લીધી હતી. 


વાત જાણે એમ છે કે કે, સામાન્ય રીતે ગરમીથી રાહત મેળવવા માટે શહેરના લોકો વૉટરપાર્કમાં જતાં હોય છે. પરંતુ જો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની વાત આવે તો તેમની પાસે ગરમી સહન કરવા સિવાય કોઈ ઉપાય નથી હોતો. ત્યારે, અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના એક ખેડૂતે ગરમી સહન કરવાને બદલે અનોખો જુગાડ લગાવ્યો અને તેણે પોતાના બાળકો માટે ઘરે જ સ્વિમિંગ પુલ બનાવી દીધો. અને જેવો તેવો સ્વિમિંગ પુલ નહીં પરંતુ હરતો ફરતો સ્વિમિંગ પુલ. વાત સાચી છે. ઇકબાલ ગઢના એક શખ્સે પોતાના ટ્રેક્ટરમાં જ પોતાના બાળકો માટે સ્વિમિંગ પુલ બનાવી દીધો. 

ઇકબાલ ગઢના શખ્સે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં જ સ્વિમિંગ પુલ બનાવી દીધો. આ સ્વિમિંગ પુલમાં બાળકો આરામથી મજા માણતા અને ગરમીથી રાહત મેળવતા જોવા મળ્યા હતા. ખેડૂતે ટ્રોલીમાં તાડપત્રી મૂકીને તેમાં પાણી ભરી દીધું અને બનાવી દીધો અનોખો હોમ મેડ, હરતો ફરતો, દેશી, સ્વિમિંગ પુલ. આ ટ્રોલી પુલની મદદથી બાળકો ઘરઆંગણે જ સ્વિમિંગ પુલની મજા માણી રહ્યા છે.