ભાવનગરના પ્રમુખ ફલેટમાં સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ ના આવે ત્યાં સુધી ફલેટ સિલ

પ્રમુખ સ્વામી ફ્લેટનો જર્જરિત સ્લેબનો ભાગ ગઈકાલે ધરાશાયી થયો હતો સારવાર દરમિયાન એક વ્યકિતનું નિપજયું હતુ મોત ભાવનગરમાં 48 બિલ્ડીંગો જર્જરિત છે જયાં સ્થાનિકો હજી પણ રહે છે ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી ફલેટમાં ગઈકાલે સ્લેબ ધરાશાયી થતા એક આધેડનું સારવાર દરમિયા મોત નિપજયું હતુ.આજે મનપાએ ફ્લેટને સિલ મારી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ ના થાય ત્યાં સુધી આ બિલ્ડીંગનો ઉપયોગ ના કરવા જણાવવામાં આવ્યું છે.પરંતુ મહત્વનું કહી શકાય કે ભાવનગર શહેરમાં 48 જેટલી જર્જરિત બિલ્ડીંગો આવી છે જેને પાડી દેવા અથવા રીપેરીંગ કરવા મનપાએ આદેશ પણ કર્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. ફલેટ સિલ ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી ફ્લેટનો દાદરનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો અને તેમાં એક આધેડનું મોત થયું હતું ત્યારે મનપાએ આ પ્રમુખ સ્વામી ફ્લેટમાં રહેતા 32 ફ્લેટધારકોને અન્ય જગ્યાએ રહેવા માટે ખસેડયા છે.ગઈકાલે સમગ્ર ઘટના દરમિયાન 17 લોકોનું રેસ્ક્યુ કરીને આ બિલ્ડીંગને સિલ મારવાની કાર્યવાહી હાથધરી હતી. બીજી તરફ એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત દાદરનો ભાગ તોડી પાડી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટના આવે ત્યા સુધી ફલેટને સિલ મારી દીધો છે. નોટીસ આપી તંત્ર સંતોષ માને છે ભાવનગર શહેરમાં અગાઉ પણ જર્જરીત બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે અને એમાં પણ જાનહાનીની ઘટનાઓ પણ બની છે પણ મનપાનું તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે મનપા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ભાવનગર શહેર માં 48 જેટલી બિલ્ડીંગો જર્જરીત હાલતમાં છે જેને અગાઉ મનપા દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે આ બિલ્ડીંગો ને ઉતારી લેવા માટે અથવા તેને રીપેર કરવા માટે મનપા એ આદેશ પણ કર્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.મનપા દ્વારા 22 બિલ્ડીંગોના નળ ગટરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેમ છતાં હજુ સુધી 48 જેટલી મિલકતોમાં કોઈ યોગ્ય કાર્યવાહી ના થઇ હોય જેથી લોકો માટે મોટુ જોખમ સાબિત થયું છે ત્યારે મનપા આવા જર્જરિત બિલ્ડીંગો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

ભાવનગરના પ્રમુખ ફલેટમાં સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ ના આવે ત્યાં સુધી ફલેટ સિલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રમુખ સ્વામી ફ્લેટનો જર્જરિત સ્લેબનો ભાગ ગઈકાલે ધરાશાયી થયો હતો
  • સારવાર દરમિયાન એક વ્યકિતનું નિપજયું હતુ મોત
  • ભાવનગરમાં 48 બિલ્ડીંગો જર્જરિત છે જયાં સ્થાનિકો હજી પણ રહે છે

ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી ફલેટમાં ગઈકાલે સ્લેબ ધરાશાયી થતા એક આધેડનું સારવાર દરમિયા મોત નિપજયું હતુ.આજે મનપાએ ફ્લેટને સિલ મારી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ ના થાય ત્યાં સુધી આ બિલ્ડીંગનો ઉપયોગ ના કરવા જણાવવામાં આવ્યું છે.પરંતુ મહત્વનું કહી શકાય કે ભાવનગર શહેરમાં 48 જેટલી જર્જરિત બિલ્ડીંગો આવી છે જેને પાડી દેવા અથવા રીપેરીંગ કરવા મનપાએ આદેશ પણ કર્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.

ફલેટ સિલ

ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી ફ્લેટનો દાદરનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો અને તેમાં એક આધેડનું મોત થયું હતું ત્યારે મનપાએ આ પ્રમુખ સ્વામી ફ્લેટમાં રહેતા 32 ફ્લેટધારકોને અન્ય જગ્યાએ રહેવા માટે ખસેડયા છે.ગઈકાલે સમગ્ર ઘટના દરમિયાન 17 લોકોનું રેસ્ક્યુ કરીને આ બિલ્ડીંગને સિલ મારવાની કાર્યવાહી હાથધરી હતી. બીજી તરફ એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત દાદરનો ભાગ તોડી પાડી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટના આવે ત્યા સુધી ફલેટને સિલ મારી દીધો છે.


નોટીસ આપી તંત્ર સંતોષ માને છે

ભાવનગર શહેરમાં અગાઉ પણ જર્જરીત બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે અને એમાં પણ જાનહાનીની ઘટનાઓ પણ બની છે પણ મનપાનું તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે મનપા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ભાવનગર શહેર માં 48 જેટલી બિલ્ડીંગો જર્જરીત હાલતમાં છે જેને અગાઉ મનપા દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે આ બિલ્ડીંગો ને ઉતારી લેવા માટે અથવા તેને રીપેર કરવા માટે મનપા એ આદેશ પણ કર્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.મનપા દ્વારા 22 બિલ્ડીંગોના નળ ગટરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેમ છતાં હજુ સુધી 48 જેટલી મિલકતોમાં કોઈ યોગ્ય કાર્યવાહી ના થઇ હોય જેથી લોકો માટે મોટુ જોખમ સાબિત થયું છે ત્યારે મનપા આવા જર્જરિત બિલ્ડીંગો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.